AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paddy Procurement: આ રાજ્યમાં MSP પર ડાંગરની ખરીદી શરૂ કરવામાં આવી, જાણો ખેડૂતો કેવી રીતે કરી શકે છે તેના પાકનું વેચાણ

સરકારનું કહેવું છે કે, પાક સીઝન 2023-24 માટે ખેડૂતો પાસેથી બે કેટેગરીની ડાંગર ખરીદવામાં આવશે. તેમાં ' ધાન કોમન' અને 'ગ્રેડ A' ડાંગરનો સમાવેશ થાય છે. 'ધાન કોમન' ના લઘુત્તમ ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ 2183 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. 'ગ્રેડ A' માટે તેના ભાવ 2203 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે.

Paddy Procurement: આ રાજ્યમાં MSP પર ડાંગરની ખરીદી શરૂ કરવામાં આવી, જાણો ખેડૂતો કેવી રીતે કરી શકે છે તેના પાકનું વેચાણ
Paddy Crop
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2023 | 1:47 PM
Share

ઉત્તર પ્રદેશમાં સરકાર દ્વારા 1 ઓક્ટોબરથી લઘુત્તમ ટેકાના ભાવે (MSP) ડાંગરની ખરીદી (Paddy Procurement) શરૂ કરવામાં આવી છે. ડાંગર ખરીદ કેન્દ્ર પર સરકાર દ્વારા ખેડૂતો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ બહુ ઓછા ખેડૂતો ખરીદ કેન્દ્ર પર ડાંગર વેચવા આવી રહ્યા છે. સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, આગામી સપ્તાહ બાદ ડાંગરની ખરીદીમાં વધારો થશે. આ વર્ષે ચોમાસાનું આગમન મોડું થયું હતું તેથી ખેડૂતોએ ડાંગરની વાવણી પણ મોડી કરી હતી.

વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી

વરસાદના કારણે મોડું વાવેતર થતા ઘણા જિલ્લઓમાં ડાંગરનો પાક હજુ સંપૂર્ણ તૈયાર થયો નથી. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાંના જિલ્લાઓના ખેડૂતો ડાંગરની વહેલી વાવણી કરવામાં સફળ રહ્યા હતા. તેથી તે બધા ગામના ખેડૂતો ખરીદ કેન્દ્રો પર ડાંગર વેચવા પહોંચી રહ્યા છે. ખરીદ કેન્દ્રો પર ખેડૂતોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.

કુલ 4000 ખરીદ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા

ઉત્તર પ્રદેશ સરકારનું કહેવું છે કે, પાક સીઝન 2023-24 માટે ખેડૂતો પાસેથી બે કેટેગરીની ડાંગર ખરીદવામાં આવશે. તેમાં ‘ ધાન કોમન’ અને ‘ગ્રેડ A’ ડાંગરનો સમાવેશ થાય છે. ‘ધાન કોમન’ ના લઘુત્તમ ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ 2183 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. ‘ગ્રેડ A’ માટે તેના ભાવ 2203 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. ડાંગરની ખરીદી માટે ઉત્તર પ્રદેશમાં કુલ 4000 ખરીદ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે.

રજીસ્ટ્રેશન કરાવવું પડશે

જો ખેડૂતો MSP પર ડાંગર વેચવા માંગતા હોય, તો તેઓએ પહેલા ઓફિશિયલ વેબસાઈટ https://fcs.up.gov.in/ અથવા મોબાઈલ એપ UP KISAN MITRA પર જઈને રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

આ પણ વાંચો : Sugarcane Price: શેરડીના ભાવમાં થઈ શકે છે વધારો, જાણો ખેડૂતોને થશે કેટલો ફાયદો

31 જાન્યુઆરી સુધી MSP પર ડાંગરની ખરીદી થશે

ખેડૂતોની માહિતી માટે જણાવીએ કે રાજ્ય સરકાર જુદા-જુદા ઝોનમાં 2 તબક્કામાં ડાંગરની ખરીદી કરશે. પ્રથમ તબક્કા હેઠળ પશ્ચિમ ઝોનમાં ડાંગરની ખરીદી કરવામાં આવશે. તેમાં લખનૌ વિભાગના હરદોઈ, સીતાપુર, લખીમપુર, બરેલી, આગ્રા, મુરાદાબાદ, સહારનપુર, અલીગઢ, મેરઠ અને ઝાંસી વિભાગના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં 1 ઓક્ટોબરથી 31 જાન્યુઆરી સુધી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવશે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
g clip-path="url(#clip0_868_265)">