ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે શેરડી (Sugarcane Crop) અને કઠોળ વર્ગના પાકમાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ.
1. વેધકોના ઈંડાના ૫રજીવી ટ્રાયકોગામા ચીલોનીસ તથા ટ્રાયકોગામા જેપીનીકમની ભમરીવાળા ર કાર્ડ (૪૦,૦૦૦ ઈંડા) દર પંદર દિવસે છથી સાત વખત પ્રતિ હેકટર સવાર તથા સાંજના સમયે ખેતરમાં છોડવા.
2. સફેદ માખીના ઈંડા તેમજ બચ્ચાંને ખાનારા દાળીયા કિટકો જેવા કે સેરેન્જીયમ પારસેસીટોઝમ, મેનોચીલસ સેકસમેકયુલેટસ, બુમોઈડસ સુચુરાલીસ ૫રભક્ષી કરોળીયા તથા કેટલીકવાર ક્રાયસોપા ૫ણ જોવા મળે છે ત્યારે દવાનો છંટકાવ મુલતવી રાખવો જોઈએ.
3. ડાયફા એફીડીવોરા, માઈક્રોમોસ ઈગોરોટસ તથા સીરફીડ ફલાય જેવા ૫રભક્ષી શેરડીની વ્હાઈટ વુલી એફીડ ઉ૫ર ખુબજ અસરકારક માલુમ ૫ડેલ છે.
4. એપીરીકેનીયા મેલાનોલ્યુકાના ૧,૦૦,૦૦૦ ઈંડા અથવા ર,૦૦૦ કોશેટા પ્રતિ હેકટર છોડવાથી પાયરીલાનું ૧૦૦ ટકા નિયંત્રણ કરી શકાય.
5. સફેદ માખીના બચ્ચાં / કોશેટાના ૫રજીવી એન્કાર્સીયા ઈસાકી, એન્કાર્સિયા મેક્રોપ્ટેરાની વૃઘ્ધિ કરવા ૪૦ મેશની જાળી લગાડેલા પાંજરાની સંખ્યા ૧૦ થી ૧ર પ્રતિ હેકટર રાખવી અને પાંજરામાં ૧૫ થી ર૦ દિવસે કોશેટાવાળા પાન બદલતા રહેવું.
1. નાઈટ્રોજન અને ફોસ્ફરસની લભ્યતા વધારવા માટે બીજને અનુક્રમે રાઈઝોબીમ અને ફોસ્ફેટ સોલ્યુબીલાઈઝીંગ બેકટેરીયા કલ્ચરની માવજત આપવી.
2. ખાતર: ૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ અને ૨૦ કિ.ગ્રા. સલ્ફર ખાતર હેકટરે પાયામાં આપવું.
1. ગુજરાત મગ કે. ૮૫૧, ગુ.મગ- ૩,૪ અને મેહા ૫, જી.એફ.સી.-ર, જી.એફ.સી.-૪ અને ઈ.સી. ૪ર૧૬ પૈકી કોઇપણ એક જાતની પસંદગી કરવી. બીજ દર : ૨૦ થી ૨૫ કિ.ગ્રા./હે. રાખવો.
1. ગુજરાત અડદ-૧, ટીપીયુ-૪ અથવા ટી-૯ પૈકી કોઇપણ એક જાતની પસંદગી કરવી.
2. દક્ષીણ અને મધ્ય ગુજરાતમાં જી.યુ.-૩(અંજની) જાતની ભલામણ કરવામાં આવે છે.
1. પૂસા ફાલ્ગુની, ગુજરાત ચોળી – ૧, ૨, ૪, ૫ પૈકી કોઇપણ એક જાતની પસંદગી કરવી.
માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી
આ પણ વાંચો : ખેડૂતોને મળશે રાહત, ડુંગળીના ભાવમાં વધારો થવા લાગ્યો, જાણો હવે આગળ શું થશે ?
આ પણ વાંચો : PM Kisan Samman Nidhi Yojana: એક પરિવારના કેટલા સભ્યોને આ યોજનાનો લાભ મળી શકે ? જાણો 5 મહત્વપૂર્ણ અપડેટ
Published On - 8:20 pm, Mon, 14 February 22