12 વર્ષમાં ઘઉંના ટેકાના ભાવમાં સૌથી ઓછો વધારો, MSPમાં માત્ર 2 ટકાનો વધારો
ઘઉં અને સરસવ રવિ સીઝનનો મુખ્ય પાક છે. સરસવના MSPમાં પ્રતિ ક્વિન્ટલ રૂ.400નો વધારો કરવામાં આવ્યો છે. પરંતુ રવિ સિઝનમાં ખેડૂતો વધુ જથ્થામાં ઘઉંની ખેતી કરે છે અને તેમને સરકાર પાસેથી વધુ વધારાની અપેક્ષા હતી.
રવિ માર્કેટિંગ સિઝન 2022-23 માટે કેન્દ્ર સરકારે બુધવારે પાકની નવી એમએસપી (MSP) જાહેર કરી હતી. ઘઉંના (Wheat) લઘુતમ ટેકાના ભાવમાં 40 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે ઘઉંનો ટેકાનો ભાવ 1,975 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. જે આગામી સિઝનમાં 2015 રૂપિયા થશે. જોકે ખેડૂત(Farmers) સંસ્થાઓ આ વધારાથી ખુશ નથી. તેમનું કહેવું છે કે ઘઉંના MSPમાં 40 રૂપિયાનો વધારો માત્ર 2.03 ટકા છે અને તે 12 વર્ષમાં સૌથી ઓછો છે.
ઘઉં અને સરસવ રવિ સીઝનનો મુખ્ય પાક છે. સરસવના MSPમાં પ્રતિ ક્વિન્ટલ રૂ.400નો વધારો કરવામાં આવ્યો છે. પરંતુ રવિ સિઝનમાં ખેડૂતો મહત્તમ જથ્થામાં ઘઉંની ખેતી કરે છે અને તેમને સરકાર પાસેથી વધુ વધારાની અપેક્ષા છે.
ત્રણ નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સંગઠનોનું કહેવું છે કે સરકારે ઘઉંના લઘુતમ ટેકાના ભાવમાં 40 રૂપિયાનો વધારો કરીને અમારી પાસેથી બદલો લીધો છે. કેટલાક ખેડૂત સંગઠનોનું કહેવું છે કે મોટાભાગના રવી પાકની એમએસપી 2થી વધારીને 8.6 ટકા કરવામાં આવી છે, પરંતુ વાસ્તવમાં તે ગયા વર્ષની સરખામણીમાં 4 ટકા ઓછી છે.
સરકારના જણાવ્યા મુજબ એક ક્વિન્ટલ ઘઉંની કિંમત 1,008 રૂપિયા છે
જ્યારે ભાજપે રવિ પાક માટે લઘુતમ ટેકાના ભાવમાં વધારો 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં મહત્વનું પગલું ગણાવ્યું છે, કોંગ્રેસે તેને ઊંટના મોંમાં જીરું અને ખેડૂતો સાથેની મજાક ગણાવી છે. સત્તાવાર નિવેદન મુજબ 40 રૂપિયાના વધારા સાથે ઘઉંનો ભાવ હવે 2015 પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે. સરકારે એક ક્વિન્ટલ ઘઉંનો અંદાજિત ખર્ચ 1,008 રૂપિયા આપ્યો છે. જોકે, ખેડૂતોએ અંદાજિત ખર્ચ પર સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે કૃષિ ખર્ચમાં ભારે વધારો થયો છે અને નવા દરોમાંથી વસૂલાત કરવી અમારા માટે મુશ્કેલ બની ગઈ છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર કિસાન મજૂર સંઘર્ષ સમિતિના જનરલ સેક્રેટરી સરવન સિંહ પંઢેરનું કહેવું છે કે ડીઝલના દરમાં 20 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. ખેતીમાં વપરાતી તમામ મશીનો માત્ર ડીઝલ પર ચાલે છે. પરિણામે ખર્ચમાં મોટો વધારો થયો છે. એમએસપીમાં વધારો ભાજપ સરકારનો ખેડૂત વિરોધી ચહેરો દર્શાવે છે.
પંજાબ કિસાન યુનિયનના વરિષ્ઠ ઉપાધ્યક્ષ ગોરા સિંહ ભાઈનીબાઘા, સરવનસિંહ પંઢેર સાથે સહમત છે. તેમનું કહેવું છે કે ગયા વર્ષે ડીઝલની કિંમત 70 રૂપિયા પ્રતિ લીટર હતી. હાલમાં તે 91 રૂપિયામાં ઉપલબ્ધ છે. સરકારે યુરિયાના ભાવમાં વધારો કર્યો નથી, પરંતુ ગયા વર્ષે જે દરે 50 કિલો બોરી મળતી હતી, તે જ દરે 45 કિલો બોરી આ વર્ષે ઉપલબ્ધ છે. તેમાં પણ બેગ દીઠ 5 કિલોનો ઘટાડો કરવામાં આવ્યો છે.
મોદી સરકાર આવ્યા બાદ ઘઉંની MSP કેટલી વધી છે?
2014-15માં ઘઉંનો લઘુતમ ટેકાનો ભાવ 1,400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. 2015-16માં તેમાં 50 રૂપિયાનો વધારો થયો હતો. 2017-18માં ઘઉંના લઘુતમ ટેકાના ભાવમાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને કિંમત 1,625 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ હતી. આ પછી સતત બે વર્ષ માટે રૂ. 110 અને રૂ. 105 નો વધારો કરવામાં આવ્યો હતો. 2020-21માં સરકારે ઘઉંના MSPમાં 85 રૂપિયાનો વધારો કર્યો હતો.
આ પણ વાંચો : IRCTC Cruise Liner : 18 સપ્ટેમ્બરે લોન્ચ થશે દેશની પહેલી લક્ઝરી ક્રૂઝ લાઇનર, જાણો સમગ્ર વિગત
આ પણ વાંચો : Indian Railways : હવે દરેક યાત્રા પહેલા તમારી ટ્રેનને એક રોબોટ કરશે સેનિટાઇઝ, જુઓ VIDEO