ખેડૂતોને પાક નુકસાન થાય નહીં તે માટે વળતર આપવા માટે એગ્રીકલ્ચર ડીપાર્ટમેન્ટ દ્વારા એક યોજના ચલાવવામાં આવી રહી છે જેનું નામ છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. આ યોજના અંતર્ગત એક સૂચના બહાર પાડવામાં આવી છે. રવી 2023-24 ના જુદા-જુદા પાક માટે પાક વીમો લેવા માટે છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 છે. બેંકમાંથી લોન લેનારા ખેડૂતો બેંક, જાહેર સેવા કેન્દ્રો અને નિયુક્ત વીમા કંપનીના પ્રતિનિધિઓ દ્વારા પાકનો વીમો લઈ શકે છે.
જે ખેડૂતોએ બેંકમાંથી લોન લીધેલી છે તેઓએ નિયુક્ત બેંક દ્વારા વીમો લઈ શકે છે. આ યોજના ખેડૂતો માટે સ્વૈચ્છિક છે, એટલે કે, જો ખેડૂતો ઈચ્છે તો લઈ શકે છે. રવી 2023-24 માટેની સૂચના અનુસાર, વીમો લેનારા ખેડૂતો જિલ્લા કક્ષાએ મસૂર, તાલુકા કક્ષાએ અળસી અને ઘઉં પિયત, ઘઉં બિન-પિયત, ચણા અને રાઈ-સરસવના પાકોને સૂચિત કરવામાં આવ્યા છે.
ખેડૂતોએ તમામ અનાજ, કઠોળ અને તેલીબિયાં પાકો માટે વીમાની રકમના વધારેમાં વધારે 1.5 ટકા પ્રીમિયમ ચૂકવવાનું રહેશે. આ યોજના હેઠળ તમામ વીમા માટેના સૂચિત પાકો માટે ખેડૂતો માટે વળતર 80 ટકા રહેશે. ખેડૂતોને યોજનામાંથી બહાર નીકળવા માટે છેલ્લી તારીખના 7 દિવસ પહેલા સુધીનો સમય આપવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના અમલીકરણ માટે મધ્યપ્રદેશમાં કુલ 11 જિલ્લાઓના ક્લસ્ટરની રચના કરવામાં આવી છે. આ ક્લસ્ટરોમાં જુદી-જુદી 4 વીમા કંપનીઓ પાક વીમાને લગતી કામગીરી કરશે. IFFCO ટોકિયો જનરલ ઈન્સ્યોરન્સ કંપની 1 જિલ્લા ઉજ્જૈનમાં, SBI જનરલ ઈન્સ્યોરન્સ કંપની 7 જિલ્લા દેવાસ, ઈન્દોર, રાયસેન, વિદિશા, બેતુલ, હરદા અને હોશંગાબાદમાં, HDFC ERGO જનરલ ઈન્સ્યોરન્સ કંપની પણ 7 જિલ્લામાં અલીરાજપુર, બરવાની, બુરહાનપુર, ધાર, ઝાબુઆ, ખંડવા અને ખરગોનમાં કામ કરશે.
આ પણ વાંચો : સરકારની આ યોજના ખેડૂતોને આર્થિક નુકસાનથી બચાવશે, જાણો યોજનાની તમામ વિગતો
આ ઉપરાંત એગ્રીકલ્ચર ઈન્સ્યોરન્સ કંપની ઓફ ઈન્ડિયા મંદસૌર, નીમચ, રતલામ, અગર-માલવા, શાજાપુર, ભોપાલ, સિહોર, અશોકનગર, ભીંડ, દતિયા, ગુના, મોરેના, ગ્વાલિયર, રાજગઢ, શ્યોપુર, શિવપુરી, અનુપપુર, બાલાઘાટ છિંદવાડા, ડિંડોરી, જબલપુર, કટની, મંડલા, નરસિંહપુર, સિઓની, શહડોલ, ઉમરિયા, છતરપુર, દમોહ, નિવારી, પન્ના, રીવા, સાગર, સતના, સીધી, સિંગરૌલી અને ટીકમગઢમાં કામગીરી કરશે.