હળદરની ખેતી છે કમાણીનો પાક, અહીં સમજો સંપૂર્ણ ગણિત
ખેડૂતો હળદરની ખેતી કરીને મોટો નફો મેળવી શકે છે. વિદેશોમાં હળદરની ઘણી માગ છે. તેની ખેતી કરવાથી ખેડૂતોને ઘણો ફાયદો થશે. હળદરનો ઉપયોગ દેશના લગભગ દરેક ઘરમાં થાય છે. ખેડૂત ભાઈઓ ખેતી કરીને સારા પૈસા કમાઈ શકે છે. ખેડૂતો માટે સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવી છે.
ખેતીને લઈ ભારત દેશમાં હાલ સુધીમાં અનેક શોધ થઈ છે. પરંતુ તમને જણાવી દઈએ કે હળદરની ખેતીને કમાણી કરતો પાક માનવમાં આવે છે. આનું કારણ એ છે કે તે એક એવો પાક છે જેનો ઉપયોગ એક કરતાં અનેક હેતુઓ માટે કરવામાં આવી રહ્યો છે. જેની માગ હંમેશા રહે છે.
સૌ જાણે છે કે ખાસ કરીને હળદરનો ઉપયોગ મસાલા, દવાઓ, બ્યુટી પ્રોડક્ટસ અને અન્ય ઘણા ઉત્પાદનોમાં થાય છે. આ સાથે હળદરની ખેતી દરમિયાન વધારે પાણી કે સિંચાઈની જરૂર પડતી નથી. ખાસ કરીને આ એક એવો પાક છે જે ઓછા ખર્ચે પણ ઉગાડી શકાય છે અને તેમાંથી સારી આવક પણ મેળવી શકાય છે.
ખેડૂતોને એક હેકટરમાં ખેતી કરવી હોય તો શું કરવું ?
હળદરની ખેતી તમે એક હેક્ટર વિસ્તારમાં કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે બિયારણ માટે અંદાજે 10,000 રૂપિયા, ખાતર માટે 10,000 રૂપિયા અને તે સમયે લાગુ મજૂરી ખર્ચ ચૂકવવા પડશે. હળદરની ખેતીની આવક મુખ્યત્વે ઉત્પાદન પર આધાર રાખે છે. એક હેક્ટરમાં હળદરનું સરેરાશ ઉત્પાદન 20-25 ક્વિન્ટલ છે. જો હળદરનો ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો હોય તો એક હેક્ટરમાં હળદરની ખેતીથી લગભગ 5 લાખ રૂપિયાની કમાણી થઈ શકે છે.
હળદરની છે ખૂબ માગ
હાલના સ્મયમ બજારમાં હળદરની ઘણી માગ છે. મહત્વનુ છે કે હળદરની માગ ભારતમાં જ નહીં વિદેશમાં પણ ઘણી છે. તમે ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા પણ સારા ભાવે હળદર વેચી શકો છો. આ માગનું કારણ પણ એક જ સ્પષ્ટ છે કે આ હળદરનો ભારતમાં એક કરતાં અનેક રીતે ઉપયોગ થાય છે.
આ પણ વાંચો : મેથીની આ સુધારેલી જાતો પ્રતિ હેક્ટર 6 ક્વિન્ટલની આપે છે ઉપજ, જાણો વિશેષતાઓ
કઈ બાબતોનું રાખવું ધ્યાન
ખેડૂતોએ ખાસ કરીને હળદરની ખેતી કરવા માટે સારી ડ્રેનેજવાળી જમીન પસંદ કરવી જોઈએ. આ ખેતી માટે જૈવિક ખાતરનો ઉપયોગ કરવો. હળદરની ખેતી દરમિયાન જીવાતો અને રોગો સામે રક્ષણ મેળવવા યોગ્ય પગલાં લેવા જરૂરી છે. યોગ્ય સમયે ખેતરમાંથી પાક બહાર કાઢવો પણ આ ત્મામાં વચ્ચે એટલો જ જરૂરી છે.