ખેડૂતો સિઝન પ્રમાણે પોતાના ખેતરમાં અલગ-અલગ પાકનું વાવેતર કરતા હોય છે. વાવણી કરતા પહેલા જમીનની તૈયારી, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ સમયાંતરે પાકમાં જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. પાકમાં જ્યારે રોગ-જીવાતનો ઉપદ્રવ થયો હોય છે ત્યારે તેના નિયંત્રણ માટે જુદા-જુદા પગલા લેવા જોઈએ. દિવેલા અને રાઈના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે ખેડૂતોએ કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી.
1. વાવણી બાદ લગભગ ૧૧૦ થી ૧૧૫ દિવસે મુખ્ય માળ પીળી પડી ૨૫ ટકા ડોડવા પાકી જાય ત્યારે માળોની કાપણી સમયસર કરવી છોડ ઉપરની માળ પીળી પડતા સમયસર કાપણી કરવાથી છોડમાં નવી માળો ઝડપી ફૂટે છે અને છોડમાં બે કાપણી વધુ થાય છે.
2. ડોડવા કોરી ખાનાર ઈયળ માટે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) અથવા બીવેરીયા બેસીયાના કે વર્ટીસિલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
3. ડોડવા કોરી ખાનાર ઈયળ અને લશ્કરી ઇયળનો ઉપદ્રવ જણાય તો ડાયકલોરોવોસ ૭૬ ઈસી ૭ મિ.લી. અથવા કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લી. અથવા કલોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લી. અથવા ફ્લુબેન્ડીયા ૪૮૦ એસસી ૩ મિ.લી. અથવા ઈન્ડોકઝાકાર્બ ૧૫.૮ ઈસી ૫ મિ.લી. અથવા એમામેકટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઉમેરી ૧૫ દિવસના અંતરે જરૂરીયાત મુજબ છંટકાવ કરવો.
આ પણ વાંચો : ઘઉં અને મકાઈના પાકમાં વધારે ઉત્પાદન મેળવવા માટે ખેડૂતો રોગ-જીવાત નિયંત્રણની સાથે કરો આ ખેતી કાર્યો
1. જરૂરીયાત મુજબ પિયત આપવું. હવામાન વાદળછાયું હોય તો પિયત આપવું નહિ.
2. પિયત માટે વાવણી પછી ૪૦ થી ૪૫ દિવસે હેકટર દીઠ ૨૫ કિલોગ્રામ નાઈટ્રોજન તત્વ એટલે કે ૫૪ કિલોગ્રામ યુરિયા આપવું. પૂર્તિ ખાતર તરીકે ૨૫ કિ.ગ્રા. / હે. નાઈટ્રોજન આપવો.
3. રાઈની માખીના નિયંત્રણ માટે : આ જીવાતની વસ્તી ૨ ઈસી / ચો. ફુટ કરતા વધારે હોય ત્યારે લીંબોળીનું તેલ ૫૦ મિ.લી. અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ (૧ ઈસી) થી ૪૦ (૦.૧૫ ઈસી) મિ.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. તેમ છતાં ઉપદ્રવ કાબુમાં ન આવે તો કિવનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
માહિતી સ્ત્રોત: ડો. જી.આર. ગોહિલ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી