ઘઉં અને મકાઈના પાકમાં વધારે ઉત્પાદન મેળવવા માટે ખેડૂતો રોગ-જીવાત નિયંત્રણની સાથે કરો આ ખેતી કાર્યો

ખેડૂતોએ વાવણી કરતા પહેલા જમીનની તૈયારી, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ઘઉં અને મકાઈના પાકમાં વધારે ઉત્પાદન મેળવવા માટે ખેડૂતો રોગ-જીવાત નિયંત્રણની સાથે કરો આ ખેતી કાર્યો
Wheat Crop
Follow Us:
| Updated on: Dec 12, 2023 | 1:40 PM

ખેડૂતો સિઝન પ્રમાણે પોતાના ખેતરમાં અલગ-અલગ પાકનું વાવેતર કરતા હોય છે. વાવણી કરતા પહેલા જમીનની તૈયારી, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ સમયાંતરે પાકમાં જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. પાકમાં જ્યારે રોગ-જીવાતનો ઉપદ્રવ થયો હોય છે ત્યારે તેના નિયંત્રણ માટે જુદા-જુદા પગલા લેવા જોઈએ. ઘઉં અને મકાઈના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે ખેડૂતોએ કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી.

ઘઉંના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણ અને ખેતી કાર્યો

1. ઘઉંની મોડી વાવણી માટે જી. ડબલ્યુ. ૧૭૩, જી. ડબલ્યુ. ૧૧, લોક ૧, એમ.પી. ૩૨૮૮ કે રાજ – ૪૨૩૮ પૈકી કોઈ પણ જાતનું વાવેતર કરવું.

2. બિયારણનો દર ૧૫૦ કિ.ગ્રા. / હેક્ટર રાખવો.

લોખંડ નહીં પરંતુ આ ધાતુમાંથી બને છે રેલવે ટ્રેક, જાણો
આજનું રાશિફળ તારીખ : 15-11-2024
ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ એકબીજા સાથે કરશે લગ્ન
શિયાળામાં ડ્રાય સ્કિન સહિતની આ 5 સમસ્યાઓથી મળશે છુટકારો, જાણો નુસખો
Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો

3. પૂર્તિ ખાતર તરીકે વાવણી બાદ ૨૦ – ૨૫ અને ૩૫ – ૪૦ દિવસે અનુક્રમે ૧૩૦ કી.ગ્રા. અને ૬૫ કિ.ગ્રા. પ્રતિ હેકટરે યુરીયા આપવું.

4. ફૂટ અવસ્થાએ (વાવણી બાદ ૩૫ – ૪૫ દિવસે) પિયત આપવું.

5. ઘઉંમાં ૫૦ ગ્રામ / ૧૦ લીટર પાણીમાં ઝીંક સલ્ફેટ નાં બે છંટકાવ નીઘલ તેમજ દુધિયા દાણા અવસ્થાએ કરવા.

6. ભાલીયા ઘઉંમાં વધુ ઉત્પાદન માટે થાયોયુરિયા ૫૦૦ PPM પ્રમાણ, ૧૦ લીટર પાણીમાં ફૂટ અવસ્થાએ બીજો ઉગી નિકળવાના સમયે છંટકાવ કરવો.

7. ઘઉંમાં નિંધલ અથવા દુધિયા ધાણા બેસે ત્યારે ૫૦ ગ્રામ / ૧૦ લી પાણીમાં ઝીંક સલ્ફેટના બે છંટકાવ કરવાથી ફાયદો થાય છે.

આ પણ વાંચો : હવે ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, સરકારે નિકાસ બંધ કરતા ભાવમાં પડ્યુ 300 રૂપિયાનું ગાબડુ, મણના બોલાયા માત્ર 400 રૂપિયા

મકાઈના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણ અને ખેતી કાર્યો

1. મકાઈમાં ફોલ આર્મી વોર્મના નિયંત્રણ માટે પ્રકાશ પિંજર નો ઉપયોગ કરો.

2. જૈવીક નિયંત્રકો જેવા કે બ્યુવેરીયા બાસીયાના અથવા મેટારાઈઝીયમ એનીસોપ્લી ૪૦ ગ્રામ પાવડર ૧૦ લીટર પાણીમાંભેળવીને છંટકાવ કરવો.

3. બેસીલસ થુરીન્ઝીએન્સીસનો પાઉડર ૨૦ ગ્રામ ૧૦ લીટરમાં નાખી છંટકાવ કરવો.

4. રાસાયણિક નિયંત્રણ માટે કલોરપાયરીફોસ ૨૦ મી.લી. અથવા સ્વીનોસાડ ૩ મી.લી. અથવા ક્વોરાન્ટ્રાનિલીપ્રોલ ૩ મી.લી. ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો. જરૂર જણાય તો અઠવાડીયા પછી દવા બદલી છંટકાવ કરવો.

માહિતી સ્ત્રોત: ડો. જી.આર. ગોહિલ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ચાઈનીઝ ગેંગ ભારતના જ નંબરનો ઉપયોગ કરી સાયબર ફ્રોડને અપાતો અંજામ
ચાઈનીઝ ગેંગ ભારતના જ નંબરનો ઉપયોગ કરી સાયબર ફ્રોડને અપાતો અંજામ
ગાંધીનગરના શેરથા ગામના 9 ગ્રામજનો પણ ખ્યાતિના કાળા કારનામાનો બન્યા ભોગ
ગાંધીનગરના શેરથા ગામના 9 ગ્રામજનો પણ ખ્યાતિના કાળા કારનામાનો બન્યા ભોગ
ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ
ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ
વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે
વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર
ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
સ્વેટર તૈયાર રાખજો ! ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડીની આગાહી
સ્વેટર તૈયાર રાખજો ! ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">