વરસાદની સિઝનમાં ખેડૂતો ડાંગરને બદલે આ પાકની ખેતી કરો, ઓછા ખર્ચમાં થશે બમ્પર કમાણી

|

Jun 29, 2023 | 12:48 PM

ઘણા ખેડૂતોને ખબર નથી કે ડાંગર સિવાય પણ એવા ઘણા પાક છે, જેની ખેતી કરીને તેઓ બમ્પર કમાણી કરી શકે છે. વરસાદની સિઝન જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલે છે. જો ખેડૂત ભાઈઓ જુલાઈમાં લીલા શાકભાજીની ખેતી કરે તો તેઓ બમ્પર કમાણી કરી શકે છે.

વરસાદની સિઝનમાં ખેડૂતો ડાંગરને બદલે આ પાકની ખેતી કરો, ઓછા ખર્ચમાં થશે બમ્પર કમાણી
Vegetable Farming

Follow us on

ભારતમાં ચોમાસાનું (Monsoon 2023) આગમન થઈ ગયું છે. બિહાર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ અને હરિયાણા સહિત લગભગ તમામ રાજ્યોમાં વરસાદ (Rain) વરસી રહ્યો છે. વરસાદ પડતા ખેડૂતોએ (Farmers) ખરીફ પાકના વાવેતરની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઘણા રાજ્યોમાં ખેડૂતો ડાંગરનું વાવેતર શરૂ કર્યું છે. કેટલાક રાજ્યોમાં કપાસ, મકાઈ, બાજરી અને મગફળીનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. મોટાભાગના ખેડૂતો ચોમાસામાં એટલે કે ખરીફમાં ડાંગરની ખેતી કરે છે. તેનું કારણ છે કે બજારમાં તેના ભાવ સારા મળે છે અને તેમાં વધારે નફો મળે છે.

લીલા શાકભાજીની ખેતીથી બમ્પર કમાણી

ઘણા ખેડૂતોને ખબર નથી કે ડાંગર સિવાય પણ એવા ઘણા પાક છે, જેની ખેતી કરીને તેઓ બમ્પર કમાણી કરી શકે છે. વરસાદની સિઝન જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલે છે. કેટલીક વખત હવામાનમાં ફેરફાર થવના કારણે વરસાદ ઓક્ટોબર માસ સુધી પણ પડતો હોય છે. જો ખેડૂત ભાઈઓ જુલાઈમાં લીલા શાકભાજીની ખેતી કરે તો તેઓ બમ્પર કમાણી કરી શકે છે.

આજે આપણે એવા ત્રણ લીલા શાકભાજી વિશે વાત કરીશું. આ સાથે પાક પર જીવાતોનો કોઈ હુમલો થશે નહીં. આવી સ્થિતિમાં ખેડૂતોને જંતુનાશકોના ખર્ચમાંથી પણ રાહત મળશે. આ ત્રણ શાકભાજીના નામ છે પાલક, કોથમીર અને રીંગણ. સૌથી પહેલા આપણે પાલક વિશે વાત કરીશું.

જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો

પાલકની ખેતી

પાલક એક એવી શાકભાજી છે, જેની ખેતી ખેડૂતો કોઈપણ ઋતુમાં કરી શકે છે. પરંતુ જો તેની ખેતી વરસાદની ઋતુમાં કરવામાં આવે તો તે વધુ ઉત્પાદન આપે છે. જો ખેડૂતો જુલાઈના પ્રથમ સપ્તાહમાં પાલકની વાવણી કરે તો તેનો પાક 40 દિવસમાં સંપૂર્ણપણે તૈયાર થઈ જશે. પાલકની લણણી પાંચથી છ વખત કરી શકાય છે. એક એકરમાં પાલકની વાવણી કરવામાં આવે તો ખર્ચ અંદાજીત 15,000 રૂપિયા જેટલો થશે અને તેમાંથી 1 લાખ રૂપિયાથી સુધીની કમાણી થઈ શકે છે.

આ પણ વાંચો : Rose Farming: ખેડૂત ગુલાબની ખેતી કરીને ધનવાન બન્યો, ખર્ચ કરતાં પાંચ ગણી કમાણી

ધાણાની ખેતી

કોઈ પણ ઋતુ હોય બજારમાં કોથમીરની માગ હંમેશા રહે છે. તેનો ઉપયોગ મોટાભાગે શાક બનાવવામાં થાય છે. ઘણા લોકો તેની ચટણી પણ બનાવે છે. ધાણાન પાક લગભગ એક મહિનામાં તૈયાર થઈ જાય છે. ખેડૂતો જુલાઈના પહેલા અઠવાડિયામાં તેની વાવણી કરે તો ઓગસ્ટથી તેમાં ઉતારો લઈ શકાય છે. એક એકરમાં કોથમીરની વાવણી કરવામાં આવે તો અંદાજીત 20,000 રૂપિયા જેટલો ખર્ચ કર્વો પડશે અને તેમાંથી 1.5 લાખ રૂપિયા સુધીની આવક થઈ શકે છે.

રીંગણની ખેતી

ખરીફમાં રીંગણની ખેતી પણ ખેડૂતો માટે ફાયદાકારક રહેશે. ખેડૂતો જુલાઈ મહિનામાં રીંગણની વાવણી કરી શકે છે. એક એકરમાં તેની ખેતી કરવા માટે 7000 છોડ રોપવા પડશે. આ સાથે ખેડૂતોને 120 ક્વિન્ટલ સુધી રીંગણનું ઉત્પાદન મળશે. બજારમાં ભાવ સારા મળે તો 1 લાખ રૂપિયાથી વધારેની કમાણી ખેડૂતોને થઈ શકે છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article