Lavender Farming : લવન્ડરની ખેતી કરીને ખેડૂતો લાખોમાં કરી શકે છે કમાણી, સરકારે બનાવી નવી યોજના

|

Feb 23, 2022 | 7:25 AM

જે પ્રાણીઓ ખેતીને નુકસાન પહોંચાડે છે તે લવન્ડરને નુકસાન કરતા નથી. તે જૂન-જુલાઈ દરમિયાન 30-40 દિવસમાં એકવાર ફૂલ આપે છે. એક હેક્ટરમાં વાવેલા પાકમાંથી દર વર્ષે ઓછામાં ઓછું 40 થી 50 કિલો તેલનું ઉત્પાદન થશે.આજે લવન્ડર તેલનો ભાવ પ્રતિ કિલો આશરે 10 હજાર રૂપિયા છે.

Lavender Farming : લવન્ડરની ખેતી કરીને ખેડૂતો લાખોમાં કરી શકે છે કમાણી, સરકારે બનાવી નવી યોજના
lavender farming ( File photo)

Follow us on

આજે ખેડૂતો (Farmers) આવક બમણી કરવા માટે નતનવા ઉપાયો કરતા હોય છે. જેમાં સરકાર દ્વારા પણ મદદ કરવામાં આવે છે. પરંતુ ખેડૂતો લવન્ડરની ખેતી (Lavender Farming) કરીને પણ લાખોની કમાણી કરી શકે છે. લવન્ડરનું એકવાર વાવેતર કર્યા પછી 10 થી 12 વર્ષ સુધી રહે છે. આ એક બારમાસી પાક છે અને તે બંજર જમીન પર પણ ઉગાડી શકાય છે. તેને ન્યૂનતમ સિંચાઈની જરૂર છે. તે અન્ય પાકો સાથે પણ ઉગાડી શકાય છે. ગારોલા અનુસાર, લવન્ડરએ યુરોપિયન પાક છે. અગાઉ તેની કાશ્મીરમાંખેતી કરવામાં આવી હતી.

તે પછી તેને જમ્મુના ડોડા, કિશ્તવાડ અને ભાદરવા વિસ્તારમાં તેનું ઉપ્તાદન શરૂ કરવામાં આવ્યું હતું. તેનો ફાયદો જોઈને હજારો ખેડૂતો લવન્ડર ફાર્મિંગ (Lavender Farming) કરવા ઈચ્છે છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહએ જણાવ્યું છે કે, લવન્ડરને ડોડા બ્રાન્ડ પ્રોડક્ટ તરીકે નામ આપવામાં આવ્યું છે, ડોડા એ ભારતની પર્પલ રિવોલ્યુશન એટલે કે અરોમા મિશનનું જન્મસ્થળ છે. લવંડરને ડોડા બ્રાન્ડ પ્રોડક્ટ તરીકે નામ આપવામાં આવ્યું છે જ્યારે કિશ્તવાડમાં રેટલે હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને આઠ વર્ષ પછી પુનર્જીવિત કરવામાં આવ્યું છે. કૃષિ વૈજ્ઞાનિકો કહે છે કે લવન્ડરની ખેતી કરતા ખેડૂતો પરંપરાગત પાકોની સરખામણીમાં 5-6 ગણી વધુ આવક (રૂ. 4.00-5.00 લાખ પ્રતિ હેક્ટર) મેળવે છે.

હવે સરકારની શું તૈયારી છે

મંત્રીએ એ પણ માહિતી આપી કે લવન્ડરને ડોડા બ્રાન્ડ પ્રોડક્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ડોડા ભારતની પર્પલ રિવોલ્યુશનનું જન્મસ્થળ છે અને કૃષિ-સ્ટાર્ટઅપ ઉદ્યોગસાહસિકો અને ખેડૂતોને આકર્ષવા માટે મોદી સરકારની ‘એક જિલ્લા, એક ઉત્પાદન’ પહેલ હેઠળ લવન્ડરને પ્રોત્સાહન આપી શકાય છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

પર્પલ રિવોલ્યુશનના સંદર્ભમાં મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે ડોડા, જમ્મુ અને અન્ય જિલ્લાઓમાં અને બાદમાં દેશના બાકીના ભાગોમાં લવંડરની ખેતીના આકર્ષક પાસાઓ દર્શાવવા જાગૃતિ/લાભાર્થી કાર્યક્રમો યોજવા જોઈએ. જેથી એરોમા મિશન સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરી શકાય. આ હેઠળ આનાથી ડોડા જિલ્લાની છબી પણ વધશે, જે પર્પલ ક્રાંતિનું જન્મસ્થળ છે.

મંત્રીએ એમ પણ કહ્યું કે લવન્ડર ઉત્પાદનો માટે એડવાન્સ અને બેકવર્ડ ચેઇનને સુધારવા માટે વિવિધ પહેલ કરવામાં આવી રહી છે અને વિવિધ માર્કેટિંગ વિકલ્પોની શોધ કરવામાં આવી રહી છે, જેના માટે વિવિધ ઉદ્યોગ ભાગીદારો સાથે ચર્ચા ચાલી રહી છે.

આ બેઠકમાં ડૉ. જીતેન્દ્ર સિંહે જિલ્લાના સર્વાંગી વિકાસની ખાતરી કરવા માટે ‘એક જિલ્લા, એક ઉત્પાદન’ પહેલ હેઠળ ઉત્પાદનોના બ્રાન્ડિંગ પર પણ ભાર મૂક્યો હતો.

આ પણ વાંચો :  પામ ઓઈલની ખેતીને પ્રોત્સાહન આપવા ભારતને મદદ કરશે મલેશિયા, ખેડૂતોને મળશે તેનો લાભ

આ પણ વાંચો : Success Story: હાઈબ્રિડ બિયારણ છોડી પરંપરાગત ખેતી તરફ વળી રહ્યા છે આ દેશના ખેડૂતો

Next Article