Success Story: સર્વશ્રેષ્ઠ બટાકા ખેડૂતના એવોર્ડથી સન્માનિત આ ખેડૂતની સફળતાનો છે એક જ મૂળમંત્ર

ભંવરપાલ સિંહ અનુસાર તેઓએ 1987 માં અલ્હાબાદ(પ્રયાગરાજ)થી ગ્રેજ્યુએશન કર્યા બાદ સિવિલ સર્વિસની તૈયારી કરવા લાગ્યા, ત્યાર બાદ 1992 માં ફરી ગામમાં આવ્યા, ત્યારથી સતત ખેતી કરી રહ્યા છે.

Success Story: સર્વશ્રેષ્ઠ બટાકા ખેડૂતના એવોર્ડથી સન્માનિત આ ખેડૂતની સફળતાનો છે એક જ મૂળમંત્ર
Potato Farming (File Pic)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 6:39 PM

બટાકાની ખેતી (Potato Farming) કરતા ભંવરપાલ સિંહને આજે કોઈ ઓળખની જરૂર નથી. એટલા માટે તો તેમને સર્વશ્રેષ્ઠ (Best Potato Farmer Award) બટાકા ખેડૂત (Farmer)ના એવોર્ડથી પણ સન્માનિત કર્યા છે. ભંવરપાલ સિંહ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના કાનપુર જિલ્લાના સરસૌલ બ્લોકના મહુઆ ગામના રહેવાસી છે. ભંવરપાલ સિંહ (Bhanwarpal Singh) અનુસાર તેઓએ 1987 માં અલ્હાબાદ(પ્રયાગરાજ)થી ગ્રેજ્યુએશન કર્યા બાદ સિવિલ સર્વિસની તૈયારી કરવા લાગ્યા, ત્યાર બાદ 1992 માં ફરી ગામમાં આવ્યા, ત્યારથી સતત ખેતી કરી રહ્યા છે.

ભંવરપાલ સિંહને ઘઉં, મરચા અને ધાનની ખેતી માટે પણ અનેક જિલ્લા સ્તરીય એવોર્ડ મળ્યા છે. ભંવરપાલ સિંહ અનુસાર પહેલા પણ તેમને અનેક વખત સન્માનિત કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓને સૌથી ગૌરવપૂર્ણ દિવસ લાગતો હોય તો તે છે ઓક્ટોબર, 2013 જ્યારે વર્તમાન પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના 500 જિલ્લાના 500 ખેડૂતોમાંથી તેમને સન્માનિત કર્યા હતા તે તેમના માટે સૌથી વધુ ખુશીનો દિવસ હતો.

ભંવરપાલ સિંહ હાલ 80 થી 100 એકરમાં બટાકાની ખેતી કરે છે. ભંવરપાલ સિંહ અનુસાર તેમનું જેટલું રોકાણ થાય છે તે હાર્વેસ્ટિંગના સમયે જ મળી રહે છે. ઘણા વર્ષો સુધી અનેક પાકોની ખેતી કરીને ભંવરપાલ સિંહે વર્ષ 2000 માં બટાકાની ખેતીની શરૂઆત કરી. ખેતીમાં સફળતાનો મૂળમંત્ર સમજાવતા ભંવરપાલ સિંહ બધા ખેડૂતોને કહે છે કે, કોઈ પણ ખેતી કરો તેનું લાંબાગાળાનું એક આયોજન બનાવી લો. જેમાં કોઈ પણ ખેતી કરો પાંચથી દસ વર્ષ તો ખેતી કરવાની જ છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

તેમના અનુસાર ખેતીમાં યુવાન પેઢી આવશે તો ખેતીમાં નવી તકનીક આવશે. આજે એટલી બધી ટેક્નોલોજી આવી ગઈ છે. ઘણી બધી કૃષિ સંબંધિત મોબાઈલ એપ આવી ગઈ છે. યૂટ્યૂબ છે, હવે તો જરૂરી નથી કે તમારે જાણકારી લેવા માટે વૈજ્ઞાનિક પાસે જ જવું પડે. આટલી બધી એપ છે મોબાઈલ છે, ત્યારે ઘર બેઠા બધી જાણકારી મળી જાય છે.

બટાકાની ખેતીમાં થતા ફાયદા વિશે તેઓનું કહેવું છે કે, બધા ખેડૂતો બટાકા વાવે તો સારી તકનીક, સારૂ બિયારણ વાપરો અને બટાકામાં મશીનીકરણ ઘણું છે તેમજ નવી જાતો આવી ગઈ છે જેમાં 90-100 દિવસમાં બટાકા તૈયાર થઈ જાય છે. બટાકાની ખેતી કરવી ખુબ જ સરળ છે. તેને તમે મોટાપાયે પણ કરી શકો છો. આજે દેશના તમામ નાગરિકની થાળીમાં ભલે તે દક્ષિણ, ઉત્તર, પૂર્વ કે પછી પશ્ચિમના હોય બધાની થાળીમાં બટાકાની જરૂર હોય છે.

બટાકાના ભાવ શું તે પણ જોવુ પડશે, બટાકા 2014માં 20-25 રૂપિયે કિલો વેચાતા હતા અને 2017માં આ જ બટાટા 2 રૂપિયે કિલો વેચાયા હતા, તો એ જોવાનું રહેશે કે તેના ભાવ શું છે. જો આપણે 2020 ની વાત કરીએ તો ભંવરપાલ સિંહને પ્રતિ હેક્ટર પાંચ લાખ જેવો નફો થયો. અને જો સરેરાશ દર લઈએ તો પણ પ્રતિ હેક્ટર 2 લાખ રૂપિયાની કમાણી તો થઈ જાય છે.

બટાકાની ખેતીનું ગણિત સમજાવતાં તેઓનું કહેવું કે, બટાકાની ખેતીમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. સૌ પ્રથમ ઉનાળામાં ડીપ ખેડાણ કરવું જોઈએ, પછી હળવું ખેડાણ કરવું જોઈએ. જો ખેડૂત પાસે કમ્પોસ્ટ ખાતર ઉપલબ્ધ હોય તો. તે ખૂબ જ સારું છે, ખેતરમાં ખેડાણ કરો ત્યાર બાદ બટાકાની વાવણી કરતી વખતે જો ખેતરમાં પૂરતો ભેજ ન હોય તો ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ખેતરમાં ખેડાણ કર્યા પછી બે-ત્રણ ઊંડી ખેડાણ કરવી.

બીજ બટાટા વાવણીના ઓછામાં ઓછા 15 દિવસ પહેલા કોલ્ડ સ્ટોરમાંથી બહાર લઈ લેવું જોઈએ. જો આપણે આપણું ઘરેલું બીજ વાપરતા હોઈએ, તો બીજને કાઢ્યા બાદ 3% બોરિક એસિડ સાથે બીજની સારવાર કર્યા પછી, તેને પંદર દિવસ સુધી છાયાવાળા સ્થળે રાખી દો જેનાથી તેમાં અંકુરણ થઈ જાય.

આ પણ વાંચો: બ્રિટનના ખેડૂતોએ ગાયના છાણમાંથી બનાવી બેટરી, આખું વર્ષ જગમગાવી શકે છે 3 ઘર

આ પણ વાંચો: આખા પાકિસ્તાનમાં 25 નવેમ્બરે બંધ રહેશે પેટ્રોલ પંપ, ઈમરાન સરકારની આ ભૂલની સજા ભોગવી રહી છે સામાન્ય જનતા

g clip-path="url(#clip0_868_265)">