ચોમાસાની ઋતુ દરમિયાન દુધાળ પશુઓની સાર સંભાળ અને માવજત કેવી રીતે કરવી, જાણો બીમારીના લક્ષણ અને બચાવની રીત
ચોમાસા દરમિયાન રોગ પ્રતિકારક શકિત ઓછી હોવાથી પશુ રોગિષ્ટ બનતાં હોય છે. કેટલાંક પશુઓ મૃત્યું પણ પામતાં હોય છે. ચાલો જાણીએ આ ઋતુ દરમિયાન દુધાળ પશુઓની સાર સંભાળ અને માવજત કેવી રીતે કરવી જેથી પશુઓને રોગોથી બચાવી શકાય.
ચોમાસાની (Monsoon 2023) ઋતુ દરમિયાન પશુઓમાં રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે. જેના કારણે પશુપાલકોને ઘણું નુકશાન વેઠવું પડે છે. પશુમાં વિયાણનો દર ચોમાસામાં વધુ હોય છે. તેથી જો ચોમાસા દરમ્યાન પશુની સારી સારસંભાળ અને દેખરેખ રાખવામાં આવે તો વિયાણ પહેલાં અને વિયાણ પછી થતી ઘણી બીમારીઓ અટકાવી શકાય છે.
કેટલાંક પશુઓ મૃત્યું પણ પામતાં હોય છે
ચોમાસા દરમિયાન રોગ પ્રતિકારક શકિત ઓછી હોવાથી પશુ રોગિષ્ટ બનતાં હોય છે. કેટલાંક પશુઓ મૃત્યું પણ પામતાં હોય છે. ચાલો જાણીએ આ ઋતુ દરમિયાન દુધાળ પશુઓની સાર સંભાળ અને માવજત કેવી રીતે કરવી જેથી પશુઓને રોગોથી બચાવી શકાય.
ચોમાસા દરમિયાન ગાય ભેંસ વર્ગનાં પશુઓ ગળસૂંઢો, ગાંઠિયો તાવ જેવા રોગથી અસરગ્રસ્ત થતા હોય છે. આ બન્ને ચેપી રોગોને કારણે મોટી સંખ્યામાં પશુઓ મરણ પણ પામતાં હોય છે. આવી વિકટ પરિસ્થિતિને અટકાવવા માટે અગમચેતી રૂપે દરેક પશુને બન્ને રોગ સામે રસી અચુક અપાવવી જોઈએ.
પશુઓમાં બીમારીના લક્ષણો
બીમારીના લક્ષણો મોં અને પગના રોગોમાં પ્રાણીઓની જીભ, નાક અને હોઠ પર મોંમાં અલ્સર હોય છે. જેનાથી તેમને ખાવાનું મુશ્કેલ બને છે. આ સિવાય તેના બંને પગની ઘૂંટી વચ્ચે પગમાં ઘા છે. જેઓ પછીથી તે ફાટી જાય છે. ચાલવું મુશ્કેલ થઇ જાય છે. લંગડાઈને ચાલે છે. આ રોગમાં, પ્રાણીના મોંમાંથી ફીણવાળી લાળ ટપકતી હોય છે. આ દરમિયાન તેમને વધારે તાવ આવે છે, જેના કારણે ખાવાનું બંધ કરે છે અને દૂધ પણ ઓછું કરે છે.
આ પણ વાંચો : Agriculture: ખેડૂતોએ જુદા-જુદા ફળ પાકની રોપણી કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
1. ચોમાસા દરમિયાન પશુઓ ખાસ કરીને નવજાત / ઉછરતાં નાનાં વાછરડા પાડીયાં ભીંજાય નહીં તેમ યોગ્ય રહેણાંક પૂરું પાડી રાખવા જોઈએ.
2. વરસાદનાં ઝાપટાં તથા ઠંડા પવનથી તેમને રક્ષાણ મળે તે માટે તાડપત્રી / કોથળાની આડશ કરી શકાય.
3. પશુ-રહેઠાણનું ભોયતળીયું પાકું અને ઢોળાવવાળું હોવુ જોઈએ તમજ રહેઠાણ હવા-ઉજાસ યુકત હોવું જરૂરી છે.
4. અઠવાડિયામાં 1 થી 2 વખત ફિનાઈલનાં ૦.5% દ્રાવણનો છંટકાવ કરી ભોંયતળિયું જંતુ રહિત કરવું જોઈએ.
6. ડોક્ટરની સલાહ મૂજબ પશુઓનું જરૂરી રસીકરણ કરાવવું જોઈએ.
માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી