બનાસડેરીનો પશુપાલકોની તરફેણમાં મોટો નિર્ણય, 20 હજાર પશુપાલકોની હાજરીમાં દૂધમાં ભાવ વધારો આપતા પશુપાલકોમાં ખુશી, જુઓ Video
બનાસડેરી સાથે જોડાયેલા 5 લાખથી વધુ પશુપાલકોને મોટી ભેટ મળી છે. મહત્વનુ છે કે દિયોદરના સાણાદર ખાતે બનાસ ડેરીની વાર્ષિક સાધારણ સભા મળી હતી. આ સભામાં મહત્વની જાહેરાત કરાઈ છે. 20 હજાર પશુપાલકોની હાજરીમાં બનાસડેરીએ દૂધનો ભાવ વધારો જાહેર કર્યો છે.
Banaskantha: દિયોદર તાલુકાના સણાદર બનાસ ડેરી સંકુલ ખાતે સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં બનાસ ડેરીની 55 મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી. જેમાં વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ 20.27 ટકા સાથે રૂ. 1952 કરોડનો ઐતિહાસિક ભાવવધારો જાહેર કર્યો છે.
બનાસ ડેરી દ્વારા ઐતિહાસિક ભાવ વધારો આપતા પશુપાલકોમાં ખુશીની લહેર વ્યાપી છે. કુલ 1952 કરોડ ભાવ વધારો જાહેર કરાયો છે. જેમાં 1852 કરોડનો ભાવ વધારો પશુપાલકોને અપાયો છે. તો બીજી તરફ 100 કરોડ મંડળીઓને શેર દીઠ આપ્યા છે. પશુપાલકો મંડળીમાં જે દૂધ ભરાવે છે એ દૂધ પેટે ભાવ વધારો જાહેર થયો છે. એટલે કે, પશુપાલક 1 લાખનું દૂધ ભરાવતો હશે, તો 20 હજાર ભાવ વધારા પેટે મળશે. આ જાહેરાતને પગલે પશુપાલકોમાં ખુસીનો માહોલ વ્યાપ્યો છે.
આ પણ વાંચો : ગુજરાતમાં સેમીકન્ડક્ટર ક્ષેત્રને વેગ અપાશે, પીએમ મોદી સેમિકોન ઇન્ડિયા 2023 કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે
સાધારણ સભામાં તમામ ઠરાવ સર્વ સંમતિથી પસાર કરવામાં આવ્યા હતા. વાર્ષિક હિસાબને લગતી તમામ બાબતો પશુપાલકો સમક્ષ મુકવામાં આવી છે. જેમાં ઉપસ્થિત લોકોની સંમતિ લઈ વાર્ષિક હિસાબના ઠરાવો મંજૂર કરવામાં આવ્યા છે.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો