Agriculture: ખેડૂતોએ જુદા-જુદા ફળ પાકની રોપણી કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

Agriculture: ખેડૂતોએ જુદા-જુદા ફળ પાકની રોપણી કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
Fruit Crops
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2023 | 11:19 AM

ખરીફ સિઝનમાં ખેડૂતો (Farmers) મૂજબ જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન (Crop Production) મેળવી શકાય.

કેળ: ભલામણ જાતો: ગ્રાન્ડ નાઈન, બરસાઈ, શ્રોમંતિ, લોખંડી, રોબસ્ટા વગેરે અને વાવેતર સમય: ૧૫ જુન થી ૧૫ ઓગસ્ટ. કેળની નેઇન જાત માટે ૩૦૦ ગ્રામ નાઈટ્રોજન, ૪ કિલો વર્મીકમ્પોસ્ટ, એક સરખા ચાર હપ્તે આપવું. ઉપરાંત ૯૦ ગ્રામ ફોસ્ફરસ અને ૨૦૦ ગ્રામ ફેર રોપણીના ત્રીજા મહિને આપવું.

જામફળ: જામફળનાં ઝાડ દીઠ ૩૭૫-૧૮૮-૧૮૮ ગ્રામ એન.પી.કે. દ્રાવ્ય ખાતર 4 સરખા હપ્તામાં આપવું.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

આંબા: આંબામાં નવીનીકરણ અપનાવો તેમાં જુના આંબાની તેની ડાળીઓ દુર કરો. વર્ષમાં ૩ કોમર્શિયલ ઉત્પાદન આપતો થશે.

પપૈયા: પપૈયામાં ૬ કિલો છાણીયું ખાતર, ૧૫૦ ગ્રામ નાઈટ્રોજન, ૨૦૦ ગ્રામ ફોસ્ફરસ અને ૨૫૦ ગ્રામ પોટાશ, છોડ દિઠ રોપણી બાદ બીજા, ત્રીજા અને ચોથા મહિનો એક સરખા હપ્તામાં આપવું. કેળ-પૈપૈયાની એકાંતરે હાર રોપણી પદ્ધતિ થી વાવેતર કરો.

ચીકુ: ચીકુની ૦.૫ સે.મી. ઝાડાઈની સ્લાઈસને સોલાર ડ્રાયર દ્રારા સુકવણી સંગ્રહ કરવાથી ૬ માસ સુધી ગુણવતા જળવાઈ રહે છે.

પિયત ક્યારે આપવું

1. ચોમાસું ઋતુ દરમ્યાન ફળ પાકોને પિયતની જરૂરિયાત રહેતી નથી.

2. જો વરસાદ ખેચાય અને સુકો ગાળો લાંબો હોય ત્યારે ૮ થી ૧૦ દિવસે પિયત આપવું.

3. અનિયમિત પિયત વ્યવસ્થાથી નાળીયેરી, પપૈયા, આંબા વગેરે પાકોમાં ફૂલ તથા નાના ફળો ખરવા લાગે છે.

4. પપૈયામાં બેવડા ખામણા પદ્ધતિ અપનાવવી. ખામણામાં પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવી.

આ પણ વાંચો : Subsidy: જાંબુ અને જેકફ્રૂટની ખેતી પર મળશે 50 ટકા સબસિડી, આવી રીતે કરો અરજી

રોપણીની પૂર્વ તૈયારી

1. યોગ્ય અંતરે યોગ્ય માપના ખાડાઓ તૈયાર કરવા.

2. ખાડાઓને ૧૫-૩૦ દિવસ સૂર્પના તાપમાં તપવા દેવા.

3. ત્યારબાદ બે ભાગ માટી અને એક ભાગ કોહવાયેલા છાણીયા ખાતરના મિક્ષણથી ખાડાઓ પૂરેપૂરા ભરવા.

4. ઉધઈના નિયંત્રણ માટે કલોરપાયરીફોસ ૨૫ મિ.લી. પ્રતિ ૧૫ લી. પાણીમાં નાખી ખાડા દીઠ જંતુનાશક દવા ૧૦૦ ગ્રામ પાવડર પણ મિક્ષણમાં ભેળવવો.

5. રોપણી માટે જે તે ફળ પાકની પ્રમાણિત કલમો/રોપાઓ પસંદ કરવા.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">