Ahmedabad : ‘આજ કુછ તુફાની કરતે હૈ’ કોડવર્ડ સાથે ચેઇન સ્નેચિંગ કરતી ગેંગનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે 2 શખ્સની કરી ધરપકડ

પોલીસે જે બે આરોપીઓની ધરપકડ કરી છે, તેમના નામ મોહમ્મદહયાન અન્સારી અને મોહમ્મદમોઈન શેખ છે. બંને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી મોહમ્મદહયાન અંસારી અને મોહમ્મદમોઈન શેખ બન્ને આરોપીઓ તથા અન્ય બે વ્યકિત તુફેલ ઉર્ફે માઉઝર શેખ તેમજ ઇમરાન ઉર્ફે કાણો મેવાતી આ ચારેયની એક ગેંગ હતી.

Ahmedabad : 'આજ કુછ તુફાની કરતે હૈ' કોડવર્ડ સાથે ચેઇન સ્નેચિંગ કરતી ગેંગનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે 2 શખ્સની કરી ધરપકડ
Crime Branch
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Sep 20, 2023 | 5:42 PM

Ahmedabad : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) તુફાની ગેંગના બે સભ્યોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે સભ્યો હજી પણ પોલીસ પકડથી દૂર છે. તોફાની ગેંગના તમામ સભ્યો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. “આજ કુછ તુફાની કરતે હૈ, કોડવર્ડનો ઉપયોગ કરી ચેઈન સ્નેચિંગ કરતા હતા. ચેઈન સનેચિંગ કર્યા બાદ હોટલ પર ઠંડા પીણા અને વેફરની પાર્ટી કરતા હતા.

અમદાવાદ શહેર અને ખાસ કરીને પૂર્વના વિસ્તારોમાં ચેઈન સ્નેચિંગની અનેક ફરિયાદો પોલીસ મથકમાં નોંધાઈ હતી. જેને લઈને પોલીસ પણ સતર્ક બની હતી અને આ ચેઇન સ્નેચિંગોને શોધવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, શહેરના નિકોલ વિસ્તારમાં સ્નેચિંગ કરેલા ચેન વેચવા માટે અમુક લોકો આવી રહ્યા છે. જેના આધારે પોલીસે નારોલ વિસ્તારમાંથી બે લોકોની ધરપકડ કરી છે. પોલીસે આ બંનેની પૂછપરછ કરતાં ચોકાવનારી વિગતો સામે આવી છે.

આ પણ વાંચો ED Raid: અમદાવાદની આ કંપની પર EDની કાર્યવાહી, 1.36 કરોડ રોકડ, 1.2 કિલો સોનું, લક્ઝરી કાર જપ્ત

Jioનો જબરદસ્ત પ્લાન ! મળી રહી 98 દિવસની વેલિડિટી, કિંમત માત્ર આટલી
7 કરોડની લક્ઝરી વેનિટી વેનમાં તૈયાર થાય છે અલ્લુ અર્જુન, જુઓ ફોટો
Health Tips : બ્રોકલી ખાવાના છે અઢળક ફાયદા, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-01-2025
સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?

કઈ રીતે અપાતો હતો ગુનાઓને અંજામ

પોલીસે જે બે આરોપીઓની ધરપકડ કરી છે, તેમના નામ મોહમ્મદહયાન અન્સારી અને મોહમ્મદમોઈન શેખ છે. બંને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી મોહમ્મદહયાન અંસારી અને મોહમ્મદમોઈન શેખ બન્ને આરોપીઓ તથા અન્ય બે વ્યકિત તુફેલ ઉર્ફે માઉઝર શેખ તેમજ ઇમરાન ઉર્ફે કાણો મેવાતી આ ચારેયની એક ગેંગ હતી. જે તેમની ગેંગને “તુફાની ગેંગ” તરીકે ઓળખાવતા હતા.

આ ચારેય કોઈ કામ ધંધો કરતા નહિ. જ્યારે રૂપિયાની જરૂર હોય ત્યારે એકબીજાને ફોન કરી “આજ કુછ તુફાની કરતે હૈ” એમ જણાવી ભેગા થતા અને મોહમ્મદહયાનનું નંબર વગરનું બાઈક લઈ ચેઇન સ્નેચિંગ કરવા નીકળી જતા. ચેઇન સ્નેચિંગ કર્યા બાદ લૂંટ કરેલી ચેઈનને ગોળ ગોળ ફેરવતા ફેરવતા નિકળી જતા અને રીંગરોડ પર કોઈ હોટલ કે ઢાબા પર જઇ થમ્સઅપ અને વેફરની પાર્ટી કરતા હતા.

છેલ્લા એક મહિનામાં આ તુફાની ગેંગ દ્વારા વહેલી સવાર તથા મોડી રાતના સમયે મણીનગર, કાલુપુર અને કાગડાપીઠ વિસ્તારમાં ટુ વ્હીલર તથા ચાલતા જઈ રહેલા લોકોના ગળામાંથી સોનાની ચેઈનની લૂંટ કરી હતી. જે સોનાની ચેઇન વેચાણ કરવા માટે જતા પોલીસે પકડી પાડયા હતા.

શું છે આ ગેંગના સભ્યોનો ગુનાહીત ઇતિહાસ

આ ગેંગના સભ્યો ગુનાહીત ઇતિહાસ પણ ધરાવે છે. જેમાં મોહમ્મદહયાન અન્સારી અમદાવાદના સરખેજ, મણીનગર અને રામોલ તેમજ મોહમ્મદમોઈન શેખ દરિયાપુર, માધુપુરા, એલીસબ્રીજ અને શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. તો બીજી તરફ વોન્ટેડ આરોપી તુફેલ માઉઝર શેખ પણ અગાઉ પાલડી, એલીસબ્રીજ, બાપુનગર, ગુજરાત યુનવર્સિટી, માધુપુરા, આનંદનગર, શાહપુર, શહેર કોટડા, વેજલપુર પોલીસ સ્ટેશનના 13 ગુનાઓમાં પકડાયેલો છે.

હાલ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ ગેંગ દ્વારા અન્ય કોઈ વધુ ગુનાઓ આચરવામાં આવ્યા છે કે કેમ અથવા તો આ ગેંગમાં અન્ય કોઈ સભ્ય સામેલ છે કે કેમ તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
g clip-path="url(#clip0_868_265)">