AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રેલવેએ યુવાનો માટે શરૂ કરી વિશેષ યોજના, 50 હજાર યુવાનોને નોકરી માટે તૈયાર કરશે

વેલ્ડીંગ, ફિટર, મશીનરી અને ઇલેક્ટ્રિશિયન તાલીમ અત્યારે આપવામાં આવશે પરંતુ ભવિષ્યમાં તેમાં વધુ ટ્રેડ ઉમેરવામાં આવશે. રેલવે ઇન્સ્ટ્રુમેન્ટેશન, સિંગલિંગ, કોંક્રિટ મિક્સિંગ, રોડ વેન્ડિંગ, કોંક્રિટ ટેસ્ટિંગ, ઇલેક્ટ્રોનિક કાર્ડ રિપ્લેસમેન્ટ જેવા ટ્રેડ્સ પણ ટ્રેનિંગમાં ઉમેરવામાં આવશે.

રેલવેએ યુવાનો માટે શરૂ કરી વિશેષ યોજના, 50 હજાર યુવાનોને નોકરી માટે તૈયાર કરશે
rail kaushal vikas yojana 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 12:25 PM
Share

ભારતીય રેલવેએ દેશના બેરોજગાર યુવાનો માટે તાલીમની વિશેષ યોજના શરૂ કરી છે. આ અંતર્ગત 50 હજાર યુવાનોને 4 અલગ અલગ ટ્રેડમાં તાલીમ આપવામાં આવશે. તાલીમ બાદ યુવાનો પોતપોતાના ક્ષેત્રમાં રોજગાર મેળવી શકશે . આ યોજનાનું નામ રેલ કૌશલ વિકાસ યોજના(rail kaushal vikas yojana 2021) છે. આ યોજના હેઠળ યુવાનોને ફિટર, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયનની કુશળતાની તાલીમ આપવામાં આવશે. એવી અપેક્ષા છે કે તાલીમ પછી રેલવેમાં પણ યુવાનો માટે તકો મળી શકે છે.

75 સ્થળો પર તાલીમ કાર્યક્રમ રેલ કૌશલ વિકાસ યોજના અંતર્ગત દેશમાં 75 અલગ અલગ સ્થળોએ તાલીમ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. દેશના યુવાનોને રોજગારી આપવા માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે. યુવાનોને ચાર અલગ અલગ ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવશે જેમાં વેલ્ડર, ફિટર, મશીનરી અને ઇલેક્ટ્રિશિયન જેવા ટ્રેડનો સમાવેશ થાય છે. આ તાલીમ યુવાનોને આત્મનિર્ભર અને કુશળ બનાવવાની સાથે સાથે રોજગાર મેળવવામાં પણ મદદ કરશે. આ તાલીમ કાર્યક્રમ સંપૂર્ણપણે નિ: શુલ્ક રહેશે અને યુવાનો કોઈપણ પ્રકારની ફી ચૂકવ્યા વગર 4 ટ્રેડમાં તાલીમ લઈ શકશે.

અત્રે નોંધનીય છે કે રેલવેએ સ્પષ્ટતા કરી છે કે આ યુવાનોને તે રેલવેમાં નોકરી માટે નહિ પરંતુ પગભર બનાવવા તાલીમ આપે છે . રેલવે યુવાનોને રોજગાર માટે તૈયાર કરશે. શરૂઆતમાં 1000 યુવાનો પસંદ કરવામાં આવશે જે રેલવે તાલીમ માટે લાયક રહેશે. સમગ્ર ત્રણ વર્ષમાં 50 હજાર યુવાનોને તાલીમ આપવાની યોજના છે.

વધુ ટ્રેડનો જોડવામાં આવશે વેલ્ડીંગ, ફિટર, મશીનરી અને ઇલેક્ટ્રિશિયન તાલીમ અત્યારે આપવામાં આવશે પરંતુ ભવિષ્યમાં તેમાં વધુ ટ્રેડ ઉમેરવામાં આવશે. રેલવે ઇન્સ્ટ્રુમેન્ટેશન, સિંગલિંગ, કોંક્રિટ મિક્સિંગ, રોડ વેન્ડિંગ, કોંક્રિટ ટેસ્ટિંગ, ઇલેક્ટ્રોનિક કાર્ડ રિપ્લેસમેન્ટ જેવા ટ્રેડ્સ પણ ટ્રેનિંગમાં ઉમેરવામાં આવશે. તાલીમ કાર્યક્રમનો કોર્સ બનારસ લોકોમોટિવ વર્ક્સ દ્વારા તૈયાર કરવામાં આવશે. બનારસ લોકોમોટિવ વર્ક્સને આ યોજનાનું નોડલ એકમ બનાવવામાં આવ્યું છે.

કૌશલ્ય યોજનાની જરૂરી માહિતી

  • અરજદારની ઉંમર 18 થી 35 વર્ષ હોવી જોઈએ અને હાઈસ્કૂલ પાસ હોવી જોઈએ
  • તાલીમ માટે પસંદગી હાઇસ્કૂલ અથવા મેરિટમાં મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે.
  • રેલ કૌશલ વિકાસ યોજના હેઠળ કોઈ આરક્ષણ લાગુ નથી
  • તાલીમ દરમિયાન યુવાનો માટે વર્ગમાં 75% હાજરી હોવી ફરજિયાત છે.
  • તાલીમની અવધિ 100 કલાક અથવા 3 અઠવાડિયા રાખવામાં આવી છે
  • તાલીમ પૂર્ણ થયા પછી યુવાનોએ એક પરીક્ષા આપવી પડશે જેમાં લેખિત પરીક્ષામાં ઓછામાં ઓછા 55 ટકા અને પ્રાયોગિકમાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ મેળવવા જરૂરી રહેશે.
  • તાલીમ સંપૂર્ણપણે મફત છે પરંતુ તાલીમાર્થીએ તેના પોતાના રહેઠાણ, ભોજન અને મુસાફરીનો ખર્ચ ઉઠાવવો પડશે.
  • આ યોજનામાં ભાગ લેવા માટે તાલીમાર્થીએ આધાર કાર્ડ, રહેઠાણ પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર, ઉંમરનો પુરાવો, ધોરણ 10ની માર્કશીટ, મતદાર આઈડી
  • કાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ અને મોબાઈલ નંબર આપવાના રહેશે.

આ પણ વાંચો : Gold Price Today : સોનામાં રોકાણ માટે આવી રહ્યો છે ઉત્તમ સમય, આજે પણ સસ્તું થયું સોનું , જાણો લેટેસ્ટ રેટ

આ પણ વાંચો :  HOME LOAN : ફેસ્ટિવલ સિઝનમાં બેંકોએ હોમ લોનના દર ઘટાડયા અને પ્રોસેસિંગ ફી કરી માફ, જાણો કેટલો થશે લાભ ?

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">