AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત માટે ગુજરાતમાં આવનાર વેદાંતાના સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શું અર્થ છે?

વેદાંતા (Vedanta) અને એપલ સપ્લાયર કંપની ફોક્સકોન ગુજરાતમાં તેનો નવો સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરશે. ભારત સરકારના જણાવ્યા મુજબ દેશમાં સેમિકન્ડક્ટરનો વપરાશ (semiconductor supply) 2026 સુધીમાં 80 બિલિયન ડોલર અને 2030 સુધીમાં 110 બિલિયન ડોલર સુધી પહોંચવાની આશા છે. પહેલેથી જ સેમિકન્ડક્ટર્સની અછતને કારણે ગેજેટ્સ અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોની કિંમતમાં વધારાની અસર ભારતમાં વાહનોના ઉત્પાદન પર થઈ છે.

ભારત માટે ગુજરાતમાં આવનાર વેદાંતાના સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શું અર્થ છે?
VedantaImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2022 | 5:41 PM
Share

વેદાંતા (Vedanta) અને એપલ (Apple) સપ્લાયર કંપની ફોક્સકોન (Foxconn) ગુજરાતમાં તેનો નવો સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરશે. કંપનીએ મંગળવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે વેદાંતાને ગુજરાત સરકાર રાજ્યના અમદાવાદ જિલ્લામાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ, ડિસ્પ્લે ફેબ્રિકેશન યુનિટ અને સેમિકન્ડક્ટર એસેમ્બલિંગ અને ટેસ્ટિંગ યુનિટ સ્થાપિત કરવા માટે બે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MOUs) પર હસ્તાક્ષર કર્યા છે. કંપનીએ જણાવ્યું હતું કે 1,54,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે સ્થાપિત જોઈન્ટ વેન્ચરમાં વેદાંતાનો હિસ્સો 60 ટકા ધરાવશે. આ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં ફોક્સકોનનો 40 ટકા હિસ્સો હશે.

આ કેમ મહત્વનું છે?

ઈલેક્ટ્રોનિક ઉપકરણો માટે સેમિકન્ડક્ટર એ આવશ્યક ઘટક છે. તેનો ઉપયોગ સાધારણ ઈલેક્ટ્રોનિક વસ્તુઓથી લઈને અત્યાધુનિક ડિજિટલ ઉપકરણો અને હથિયારોના નિર્માણ માટે થાય છે. ઓટો ઈન્ડસ્ટ્રીમાં પણ આ ચિપ્સનો ઉપયોગ થાય છે. પરંતુ હાલના સમયમાં માંગમાં વધારો અને પુરવઠામાં ઘટાડો થવાને કારણે સેમિકન્ડક્ટરના ભાવમાં વધારો થયો છે. કોવિડ-19 ને કારણે ગ્લોબલ સપ્લાય ચેઈનમાં વિક્ષેપ અને લોકડાઉનને કારણે તાઈવાન સહિત સમગ્ર દુનિયામાં સેમિકન્ડક્ટર ડિવાઇસના ઉત્પાદનને અસર થઈ છે, જે આ ચિપ્સના ગ્લોબલ પ્રોડક્શનમાં 90 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. તાઇવાનને ચીનના હુમલાથી ખતરો છે, જેણે ભવિષ્યમાં આ એડવાન્સ સેમિકન્ડક્ટર્સની સપ્લાય વિશે ચિંતાઓ ઉભી કરી છે. સેમિકન્ડક્ટર માટે મોટાભાગના દેશો વૈકલ્પિક ઉત્પાદન ફેસિલીટી શોધી રહ્યા છે.

ગાર્ટનરે ફેબ્રુઆરી 2022ના પોતાને રિપોર્ટમાં જણાવ્યું હતું કે સેમિકન્ડક્ટર ચિપ્સ જેમ કે માઈક્રોકન્ટ્રોલર યુનિટ્સ, સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા લોજિક ઇન્ટિગ્રેટેડ સર્કિટ (IC) અને વિવિધ પ્રકારની વિશિષ્ટ એપ્લિકેશનોના આધારે, સેમિકન્ડક્ટર્સની સરેરાશ વેચાણ કિંમત (ASPs) માં વર્ષ 2021માં 15 ટકા વધશે અથવા તેનાથી વધુ વૃદ્ધિ થશે. સેમિકન્ડક્ટરની અછતને કારણે એપલ અને સેમસંગ જેવા ઓરિજિનલ ઉપકરણના નિર્માતા ડબલ બુકિંગ અને ડરીને ખરીદી શરૂ કરી છે, જેના કારણે તેમના સેમિકન્ડક્ટર ખર્ચ અને કિંમતોમાં ભારે વધારો થયો છે.

ડિજિટલ ઈન્ડિયા માટે સેમિકન્ડક્ટર છે મહત્વપૂર્ણ

ભારત પોતાને સ્માર્ટફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોના મેન્યુફેક્ચરિંગ હબ તરીકે સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ધરાવવાથી દેશને વ્યૂહાત્મક ધાર મળશે, સ્થાનિક કંપનીઓના હિતોનું રક્ષણ થશે, તેમજ ભવિષ્યમાં એડવાન્સ સેમિકન્ડક્ટર્સના ઉત્પાદન હબ તરીકે પોતાને સ્થાપિત કરવા માટે તકનીકી જ્ઞાનનો વિકાસ થશે.

ભારત સરકારના જણાવ્યા મુજબ દેશમાં સેમિકન્ડક્ટરનો વપરાશ 2026 સુધીમાં 80 બિલિયન ડોલર અને 2030 સુધીમાં 110 બિલિયન ડોલર સુધી પહોંચવાની આશા છે. પહેલેથી જ સેમિકન્ડક્ટર્સની અછતને કારણે ગેજેટ્સ અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોની કિંમતમાં વધારાની અસર ભારતમાં વાહનોના ઉત્પાદન પર થઈ છે.

વેદાંતા-ફોક્સકોન યુનિટ સેમિકન્ડક્ટરના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની દિશા તરફનું એક પગલું છે. પ્રસ્તાવિત વેદાંતા-ફોક્સકોન યુનિટ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ફેબ યુનિટ 40nm અને હાયર નોડ્સને બદલે સાધારણ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ માટે સ્ટાન્ડર્ડ ફોર્મેટ રૂપમાં પ્રયોગ થનારા 28nm ટેક્નોલોજી નોડ્સ પર કામ કરશે.

પરંતુ ચિપ મેન્યુફેક્ચરિંગ પહેલાથી જ 3 nm અને 2 nm નોડ્સ સુધી આગળ વધી ગયું છે અને બજેટ સ્માર્ટફોનમાં પણ 8 nm જેટલા નાના નોડ્સ સાથે પ્રોસેસર હોય છે. આવી પરિસ્થિતિમાં 28 nm નોડ્સ પર આધારિત ચિપ્સ 5G, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT), ક્લીન એનર્જી ટેક્નોલોજી સાથે સાથે અન્ય ઘરેલું ઉપકરણોમાં સ્થાનિક ક્ષમતા વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">