AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Byju’sની મુશ્કેલીઓ વધી ! ખોટ 17 ગણી વધીને રૂ. 4500 કરોડે પહોચી

કંપનીનું કહેવું છે કે આ સમગ્ર નુકસાન 'વ્હાઈટહેટ'માં થયેલા નુકસાનને કારણે દેખાઈ રહ્યું છે. WhiteHat બાળકો માટે કોડિંગ ક્લાસનો બિઝનેસ ચલાવે છે. જેને Byjuએ 2020માં $300 મિલિયનમાં ખરીદ્યો હતો.

Byju’sની મુશ્કેલીઓ વધી ! ખોટ 17 ગણી વધીને રૂ. 4500 કરોડે પહોચી
Byju’s
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2022 | 12:46 PM
Share

એડટેક સ્ટાર્ટઅપ બાયજુ (Byju’s) નો ઓડિટ રિપોર્ટ બહાર આવ્યો છે. આ રિપોર્ટ એક વર્ષના વિલંબ સાથે બહાર પાડવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2020-21ના ઓડિટ રિપોર્ટ(Audit report)માંથી બાયજુમાં બધુ સારું દેખાઈ રહ્યું નથી. રિપોર્ટ દર્શાવે છે કે આ કંપનીની ખોટ 17 ગણી વધી છે અને આ નુકસાન 4500 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. અગાઉના વર્ષમાં આ નુકસાન રૂ. 262 કરોડ હતું. 2428 કરોડની કમાણી પર આ ખોટ જોવા મળી હતી.

કંપનીનું કહેવું છે કે આ સમગ્ર નુકસાન ‘વ્હાઈટહેટ’માં થયેલા નુકસાનને કારણે દેખાઈ રહ્યું છે. WhiteHat બાળકો માટે કોડિંગ ક્લાસનો બિઝનેસ ચલાવે છે જેને Byjuએ 2020માં $300 મિલિયનમાં ખરીદ્યો હતો. FY19માં બાયજુની ખોટ 8.9% હતી.

કંપનીનું શું કહેવું છે

Byjuના ફાઉન્ડર અને સીઈઓ બાયજુ રવીન્દ્રને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, “અમારા મોટા ભાગના એક્વિઝિશન (જે કંપનીઓ ખરીદવામાં આવી છે) ખૂબ જ ઝડપથી આગળ વધી રહી હતી, પરંતુ તેઓ ખોટ કરી રહ્યા હતા. વર્તમાન વૃદ્ધિને જોતાં, નાણાકીય વર્ષ 2022 માં ખાધ ઓછી અથવા નીચે આવવાની ધારણા છે.

રિપોર્ટ અનુસાર, બાયજુએ 20 કંપનીઓની ખરીદી પર લગભગ $3 બિલિયનનો ખર્ચ કર્યા છે. આમાં $1 બિલિયનના ખર્ચનો સમાવેશ થાય છે જેમાં ગયા વર્ષે આકાશ એજ્યુકેશન સર્વિસિસ ખરીદવામાં આવી હતી. ગયા વર્ષે જ ગ્રેટ લર્નિંગ કંપનીને પણ $600 મિલિયનમાં હસ્તગત કરવામાં આવી હતી. ગ્રેટ લર્નિંગ ઑનલાઇન ઉચ્ચ અને વ્યાવસાયિક શિક્ષણ માટે પ્રખ્યાત છે. તે બાયજુએ ગયા વર્ષે હસ્તગત કરી હતી.

સૌથી મૂલ્યવાન સ્ટાર્ટઅપ

બાયજુ તાજેતરના મૂલ્યાંકન મુજબ $22 બિલિયનની કંપની છે. આ કંપની ભારતની સૌથી મૂલ્યવાન સ્ટાર્ટઅપ છે. પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી ફાઇનાન્શિયલ ઓડિટમાં વિલંબને કારણે ચિંતા વધી હતી. બાયજુએ જણાવ્યું હતું કે તેને ઓડિટર્સ ડેલોઇટ એન્ડ સેલ્સ તરફથી 2021 ના ​​નાણાકીય વર્ષ માટે ઓડિટ અહેવાલો પ્રાપ્ત થયા છે. રવિન્દ્ર કહ્યું કે આ રિપોર્ટ જાહેર થયા બાદ કંપનીના બિઝનેસને લઈને તમામ ચિંતાઓ દૂર થઈ જશે.

બાયજુના સીઈઓ રવિન્દ્રને જણાવ્યું હતું કે ઓડિટ રિપોર્ટમાં વિલંબ એટલા માટે હતો કારણ કે ઘણી કંપનીઓ હસ્તગત કરવામાં આવી હતી જેને ખર્ચમાં સામેલ કરવાનો હતો. અધિગ્રહણને કારણે મહેસૂલ નીતિમાં પણ ફેરફાર થયો હતો. તેઓ કહે છે કે ઓનલાઈન અભ્યાસક્રમોમાંથી કમાણીની ગણતરી એટલી ઝડપથી કરવામાં આવશે નહીં અને સમય સાથે તેના વિશે માહિતી ઉપલબ્ધ થશે. કેટલાક ગ્રાહકો EMI પર પણ પૈસા ચૂકવે છે, જેની કમાણી પછીથી જાણવા મળશે.

g clip-path="url(#clip0_868_265)">