Paytm પેમેન્ટ સેવાઓ માટે મુશ્કેલી વધી, સરકાર કરી રહી છે ચીન સાથે કનેક્શનની તપાસ

Paytm crisis : સરકાર One97 કોમ્યુનિકેશન્સ લિમિટેડની પેટાકંપની પેટીમ પેમેન્ટ્સ સર્વિસીસ લિમિટેડમાં ચીનમાંથી આવેલા વિદેશી ભંડોળની તપાસ કરી રહી છે.

Paytm પેમેન્ટ સેવાઓ માટે મુશ્કેલી વધી, સરકાર કરી રહી છે ચીન સાથે કનેક્શનની તપાસ
Paytm crisis
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2024 | 10:49 PM

Paytm crisis: મીડિયા રિપોર્ટસ અનુસાર, સરકાર One97 કોમ્યુનિકેશન્સ લિમિટેડની પેટાકંપની Paytm પેમેન્ટ્સ સર્વિસીસ લિમિટેડમાં ચીનમાંથી એફડીઆઈની તપાસ કરી રહી છે. પેટીમ પેમેન્ટસ સર્વિસીસ લિમિટેડ એ નવેમ્બર 2020 માં પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવા માટે ભારતીય રિઝર્વ બેંક પાસે લાઇસન્સ માટે અરજી કરી હતી.

જોકે, ભારતીય રિઝર્વ બેંકે નવેમ્બર 2022માં પેટીમ પેમેન્ટસ સર્વિસીસ લિમિટેડની અરજી નકારી કાઢી હતી અને ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ એટલે કે એફડીઆઈના નિયમો હેઠળ પ્રેસ નોટ થ્રીનું પાલન કરવા માટે કંપનીને તેને ફરીથી સબમિટ કરવા જણાવ્યું હતું. ચીની ફર્મ એન્ટ ગ્રુપ કંપનીનું One97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ OCLમાં રોકાણ છે તેમ મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

ત્યારબાદ, કંપનીએ 14 ડિસેમ્બર, 2022 ના રોજ એફડીઆઈ માર્ગદર્શિકા હેઠળ નિર્ધારિત પ્રેસ નોટ થ્રીનું પાલન કરવા માટે OCL તરફથી કંપનીમાં અગાઉના રોકાણ માટે ભારત સરકારને જરૂરી અરજી દાખલ કરી. સૂત્રોએ જણાવ્યું હતું કે એક આંતર-મંત્રાલય સમિતિ પેટીમ પેમેન્ટસ સર્વિસીસ લિમિટેડમાં ચીનના રોકાણની તપાસ કરી રહી છે અને એફડીઆઈ મુદ્દે યોગ્ય વિચારણા અને વ્યાપક તપાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 24-02-2024
શાનદાર ફીચર્સ સાથે લોન્ચ થઈ મહિન્દ્રાની વધુ એક સ્કોર્પિયો
ભારતમાં બની રહ્યું છે સાઉન્ડ પ્રૂફ રેલવે સ્ટેશન, બહાર નહીં નીકળે ટ્રેનનો અવાજ
કાશ્મીર પહોંચી બાળક બની ગયા સચિન તેંડુલકર, પરિવાર સાથે બરફમાં મસ્તી કરતાં જોવા મળ્યા
Paytmની મુશ્કેલીઓ વધારવા આવ્યું Google Payનું નવું સાઉન્ડ બોક્સ, આ છે કિંમત
એરપોર્ટ પર મી ટાઈમ એન્જોય કરતી જોવા મોનાલિસા, જુઓ ફોટો

મીડિયા રિપોર્ટ મુજબ,  પ્રેસ નોટ થ્રી હેઠળ, સરકારે કોઈપણ ક્ષેત્રમાં વિદેશી રોકાણ કરતા પહેલા ભારત સાથે જમીનની સરહદો વહેંચતા દેશોની મંજૂરી લેવી ફરજિયાત બનાવી હતી. આ પગલાનો હેતુ કોવિડ-19 રોગચાળા પછી સ્થાનિક કંપનીઓના તકવાદી એક્વિઝિશનને રોકવાનો હતો.

જ્યારે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે પેટીએમના પ્રવક્તાએ કહ્યું કે પેટીમ પેમેન્ટસ સર્વિસીસ લિમિટેડે ઓનલાઈન વેપારીઓ માટે ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર બનવા માટે અરજી કરી છે. નિયમનકારે પાછળથી પેટીમ પેમેન્ટસ સર્વિસીસ લિમિટેડને અગાઉના રોકાણ માટે જરૂરી મંજૂરીઓ મેળવવા અને અરજી ફરીથી સબમિટ કરવા જણાવ્યું હતું.

પેમેન્ટ એગ્રીગેટર લાયસન્સ માટે અરજી કરનાર દરેક વ્યક્તિએ એફડીઆઈની મંજૂરી મેળવવી જરૂરી છે અને આ નિયમિત પ્રક્રિયાનો એક ભાગ છે, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું. પ્રવક્તાએ જણાવ્યું હતું કે પેટીમ પેમેન્ટસ સર્વિસીસ લિમિટેડે સંબંધિત માર્ગદર્શિકાનું પાલન કર્યું હતું અને તમામ જરૂરી દસ્તાવેજો નિયત સમયની અંદર રેગ્યુલેટરને સબમિટ કર્યા હતા.

Latest News Updates

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો જોવા મળશે
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો જોવા મળશે
આખરે જાગ્યું તંત્ર! વિતરણ કરેલા જીવાત વાળા ચણા પેકેટ બદલવા અપાયા આદેશ
આખરે જાગ્યું તંત્ર! વિતરણ કરેલા જીવાત વાળા ચણા પેકેટ બદલવા અપાયા આદેશ
મહારાષ્ટ્રના લાતુરમાં આગ, 6 દુકાનો બળીને રાખ
મહારાષ્ટ્રના લાતુરમાં આગ, 6 દુકાનો બળીને રાખ
સાબરકાંઠામાં મર્યાદીત ઉંચાઇએ વિમાનની ઉડાઉડ થી ખેડૂતોમાં આશ્ચર્ય
સાબરકાંઠામાં મર્યાદીત ઉંચાઇએ વિમાનની ઉડાઉડ થી ખેડૂતોમાં આશ્ચર્ય
આ રાશિના જાતકોને આજે પ્રમોશન મળવાની શક્યતા
આ રાશિના જાતકોને આજે પ્રમોશન મળવાની શક્યતા
રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ
રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ
બે દિવસની સૌરાષ્ટ્ર મુલાકાત દરમિયાન PM મોદી આપશે અનેક વિકાસકામોની ભેટ
બે દિવસની સૌરાષ્ટ્ર મુલાકાત દરમિયાન PM મોદી આપશે અનેક વિકાસકામોની ભેટ
પાટડીની શાળામાં બાળકોને પુરીને જતા રહેલા ત્રણ શિક્ષકોની કરાઈ બદલી
પાટડીની શાળામાં બાળકોને પુરીને જતા રહેલા ત્રણ શિક્ષકોની કરાઈ બદલી
અમદાવાદથી ડાકોર તરફ જઈ રહેલી ખાનગી બસ પલટતાં 2 લોકોના મોત
અમદાવાદથી ડાકોર તરફ જઈ રહેલી ખાનગી બસ પલટતાં 2 લોકોના મોત
ભરૂચ બેઠક માટે કોંગ્રેસમાં ખેંચતાણ, ફૈસલે રાહુલને સંબોધીને કર્યુ ટ્વીટ
ભરૂચ બેઠક માટે કોંગ્રેસમાં ખેંચતાણ, ફૈસલે રાહુલને સંબોધીને કર્યુ ટ્વીટ
g clip-path="url(#clip0_868_265)">