વેપારીઓએ સરકારને ઈ-કોમર્સ નિયમો હળવા ન કરવાની કરી માંગ, CAITએ વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલને લખ્યો પત્ર

|

Jan 02, 2022 | 8:00 PM

જો નિયમમાં કોઈ છૂટછાટ આપવામાં આવે છે તો દેશભરમાં એવું માનવામાં આવશે કે સરકાર પર વિદેશી ઈ-કોમર્સ કંપનીઓનું (e-commerce companies) સંપૂર્ણ દબાણ છે.

વેપારીઓએ સરકારને ઈ-કોમર્સ નિયમો હળવા ન કરવાની કરી માંગ, CAITએ વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલને લખ્યો પત્ર
Symbolic Image

Follow us on

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ રવિવારે વાણિજ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન પીયૂષ ગોયલને (Piyush Goyal) પત્ર મોકલ્યો હતો, જેમાં ભારતમાં ઈ-કોમર્સ નિયમોમાં કોઈ છૂટછાટ ન આપવાની માંગણી કરી હતી. તેમણે કહ્યું છે કે જો નિયમમાં કોઈ છૂટછાટ આપવામાં આવે છે તો દેશભરમાં એવું માનવામાં આવશે કે સરકાર પર વિદેશી ઈ-કોમર્સ કંપનીઓનું (e-commerce companies) સંપૂર્ણ દબાણ છે. જેનો સંદેશ વેપારી વર્ગમાં સારો નહીં જાય.

તેમણે કહ્યું કે દેશભરના વેપારીઓ વિદેશી ઈ-કોમર્સ દ્વારા પહેલાથી જ ઘણી હેરાનગતિનો સામનો કરી રહ્યા છે અને ઘણા વૈશ્વિક ઈ-કોમર્સ દિગ્ગજો દ્વારા કાયદાઓ અને નિયમોના મોટાપાયે ઉલ્લંઘન અને સંબંધિત એજન્સીઓને તેમની સામે પગલાં લેવા માટે સરકાર દ્વારા કાર્યવાહીના એકંદર અભાવથી વેપારી સમુદાય ખૂબ જ નારાજ છે.

કેટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભરતિયા અને રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે રવિવારે એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે આ ખૂબ જ અફસોસની વાત છે કે બે વર્ષથી વધુ સમયથી વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પર પિયુષ ગોયલની ઘણી કડક અને સ્પષ્ટ ચેતવણીઓ છતાં ઈ-કોમર્સ કંપનીઓ સરકારના નાક નીચે નિયમો અને કાયદાઓનું સ્પષ્ટપણે ઉલ્લંઘન કરી રહી છે. જેણે એક રીતે દેશના ઈ-કોમર્સ બિઝનેસમાં ‘માય વે અથવા હાઈવે’ જેવી સ્થિતિ સર્જી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

છૂટછાટથી વેપારીઓને ખોટો સંદેશ જશેઃ CAIT

ભરતિયા અને ખંડેલવાલે જણાવ્યું હતું કે દેશભરના વેપારીઓનો સ્પષ્ટ અભિપ્રાય છે કે ગ્રાહક ધારા હેઠળ સૂચિત ઈ-કોમર્સ નિયમોમાં કોઈપણ છૂટછાટ મળવાથી દેશભરમાં સંદેશ જશે કે સરકાર કેટલાક છુપાયેલા દબાણ આગળ ઝુકી ગઈ છે અને ઈ-કોમર્સ લેન્ડસ્કેપને વૈશ્વિક સ્તરે તોડી મરોડીને વિદેશી કંપનીઓને મનમાની કરવા માટે પીરસવામાં આવ્યું છે. તેણે કહ્યું કે આવી કોઈપણ છૂટછાટ ભારતના બંધારણ દ્વારા દેશના લોકોને આપવામાં આવેલી વેપારની લોકશાહી સ્વતંત્રતાની વિરુદ્ધ છે.

ભરતિયા અને ખંડેલવાલે કહ્યું કે કેટલાક લોકો અને ખૂબ જ મર્યાદિત સરકારી એજન્સીઓનું કહેવું છે કે આ નિયમોમાં કોઈ પણ કડકાઈથી વિદેશી રોકાણ ભારતમાં પ્રવેશવાની સંભાવનાને બગાડશે, તે તદ્દન ખોટું છે. ઈ-કોમર્સના માધ્યમથી કોઈ પણ એફડીઆઈ ભારતમાં પ્રવેશ નથી કરી રહ્યું, પરંતુ એફડીઆઈની આડમાં આવનારા પૈસાનો ઉપયોગ ઈ-કોમર્સ કંપનીઓ કેશ બર્નિંગ અથવા તેમના દ્વારા કરવામાં આવેલા મોટા નુકસાનની ભરપાઈ કરવા માટે કરવામાં આવે છે. તેમણે કહ્યું કે ભારતમાં ઈ-કોમર્સ લોકશાહી સાથે જરા પણ બાંધછોડ થવી જોઈએ નહીં.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે 2019માં પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવેલા ઈ-કોમર્સ નિયમોના ડ્રાફ્ટ પર વ્યાપક ચર્ચા-વિચારણા થઈ છે, જે દરમિયાન કેટલીક સરકારી એજન્સીઓએ ઉપરોક્ત નિયમોમાં સમાવિષ્ટ અમુક કલમો સામે વાંધો ઉઠાવ્યો છે, જે માત્ર ટેક્નિકલ છે.

જો કે વેપારીઓ આવા મંતવ્યો સાથે સહમત નથી, પરંતુ તેમ છતાં CAITની વિનંતી છે કે ઈ-કોમર્સ નિયમોના ડ્રાફ્ટમાં પરીકલ્પીત આવી જોગવાઈને સામેલ કર્યા બાદથી અથવા તો ઈ-કોમર્સ નિયમોમાં અથવા ઈ-કોમર્સ નીતિમાં અથવા તો એફડીઆઈ નીતીમાં  ફરજિયાતપણે સમાવેશ કરવો જોઈએ. ભારતમાં સમાન સ્તરનું ઈ-કોમર્સ વ્યાપાર મેળવવા માટે ઈ-કોમર્સને એક સમયબદ્ધ રીતે સુનિશ્ચિત કરવાની જરૂર છે.

આ પણ વાંચો : કોરોનામાં રેલવેને તગડી કમાણી! જાણો તત્કાલ, પ્રિમીયમ તત્કાલ ટિકિટ દ્વારા કેટલા કરોડની કરી કમાણી

Next Article