કોરોનામાં રેલવેને તગડી કમાણી! જાણો તત્કાલ, પ્રિમીયમ તત્કાલ ટિકિટ દ્વારા કેટલા કરોડની કરી કમાણી
રેલ્વેમાં 'ડાયનેમિક' ભાડાની સિસ્ટમ એવી છે, જેમાં માંગ પ્રમાણે ભાડું નક્કી કરવામાં આવે છે. આ ભાડું રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી ટ્રેનોમાં લાગુ છે.
રેલવે (Indian Railway)એ 2020-21 દરમિયાન તત્કાલ ટિકિટ ફી દ્વારા 403 કરોડ રૂપિયા, પ્રિમિયમ તત્કાલ ટિકિટ દ્વારા વધારાના 119 કરોડ રૂપિયા અને ડાયનામિક ભાડા દ્વારા 511 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે કોરોના વાઈરસ (Corona Virus) રોગચાળાને કારણે રેલવેની મોટાભાગની કામગીરી વર્ષમાં થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. આ જાણકારી RTIના જવાબમાં મળી છે.
રેલ્વેમાં ‘ડાયનેમિક’ ભાડાની સિસ્ટમ એવી છે, જેમાં માંગ પ્રમાણે ભાડું નક્કી કરવામાં આવે છે. આ ભાડું રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી ટ્રેનોમાં લાગુ છે. આ ત્રણ શ્રેણીના મુસાફરો સામાન્ય રીતે છેલ્લી ઘડીના પ્રવાસીઓ છે, જેઓ પ્રીમિયમ ચાર્જ ચૂકવીને આ સેવાઓનો લાભ લે છે.
મધ્યપ્રદેશના રહેવાસી ચંદ્રશેખર ગૌર દ્વારા દાખલ કરવામાં આવેલી એક આરટીઆઈના જવાબમાં રેલવેએ કહ્યું કે તેમને નાણાકીય વર્ષ 2021-22માં સપ્ટેમ્બર સુધી ડાયનામિક ભાડાથી 240 કરોડ રૂપિયા, તત્કાલ ટિકિટથી 353 કરોડ રૂપિયા અને પ્રીમિયમ તત્કાલ ફીથી 89 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
જાણો નાણાકીય વર્ષ 2019-20ની કમાણી
નાણાકીય વર્ષ 2019-20માં જ્યારે ટ્રેન સંચાલન પર કોઈ પ્રતિબંધ નહતો, ત્યારે રેલવેએ ડાયનામિક ભાડાથી 1,313 કરોડ રૂપિયા, તત્કાલ ટિકિટ ફી દ્વારા 1,669 કરોડ રૂપિયા અને પ્રીમિયમ ટિકિટથી 603 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. રેલવે મંત્રાલયનો આ આંકડો સંસદની સ્થાયી સમિતિનીન ટિપ્પણીના એક મહિના બાદ આવ્યો છે.
સમિતિએ પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે તત્કાલ ટિકિટો પર વસૂલવામાં આવતા ચાર્જ અમુક અંશે અયોગ્ય છે અને વિશેષ રીતે એ તે મુસાફરો પર બોજ છે, જે આર્થિક રીતે કમજોર છે અને તેમના પરિવારજનો અને સંબંધીઓને મળવા માટે તત્કાલ મુસાફર કરવા માટે મજબુર થાય છે. સમિતિ ઈચ્છે છે કે મંત્રાલયે મુસાફરી કરેલ અંતરના પ્રમાણમાં ભાડા માટે પગલાં લેવા જોઈએ.
ભંગાર વેચીને 402.5 કરોડની કમાણી કરી
ઉત્તર રેલવેએ ભંગારના વેચાણમાં રેકોર્ડ બનાવતા 402.51 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ છેલ્લા નાણાકીય વર્ષના આ સમયગાળામાં કમાયેલા 208.12 કરોડ રૂપિયાના વેચાણથી 93.40 ટકા વધારે છે. આ પ્રકારે ઉત્તર રેલવેએ સપ્ટેમ્બર 2021માં 200 કરોડ રૂપિયા, ઓક્ટોબર 2021માં 300 કરોડ રૂપિયા અને ડિસેમ્બર 2021માં 400 કરોડ રૂપિયાનો ભંગાર વેચીને તમામ ઝોનલ રેલ્વે અને ઉત્પાદન એકમોમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
તમને જણાવી દઈએ કે ઉત્તર રેલવેએ નવેમ્બર 2021માં રેલવે બોર્ડ દ્વારા આપવામાં આવેલ રૂ. 370 કરોડનો સ્ક્રેપ વેચાણ લક્ષ્યાંક પણ હાંસલ કર્યો છે. ઉત્તર રેલવે અન્ય ઝોનલ રેલવે અને ઉત્પાદન એકમોની તુલનામાં સૌથી આગળ છે. સ્ક્રેપ, પીએસસી સ્લીપર્સ, જે ઉત્તર રેલ્વે પાસે મોટી માત્રામાં જમા છે, આનો નિકાલ કરવામાં આવી રહ્યો છે, જેથી આવક મેળવવાની સાથે રેલ્વેની જમીન રેલવે પ્રવૃત્તિઓ માટે ખાલી કરી શકાય.
આ પણ વાંચો: Delhi: રાજધાનીમાં નવા વર્ષે કોવિડના નિયમોનો ખુલ્લેઆમ થયો ભંગ, 99 લાખનો વસૂલાયો દંડ, નોંધાઈ 66 FIR
આ પણ વાંચો: WhatsApp એ નવેમ્બરમાં 17.5 લાખ એકાઉન્ટ કર્યા બેન, ભારતમાં વોટ્સએપના 40 કરોડથી વધુ યુઝર્સ