કેપિટલ માર્કેટ રેગ્યુલેટર Securities and Exchange Board of Indiaએ રોકાણ સલાહકાર કંપની Investment Visor પર તેની વેબસાઇટ દ્વારા ખાતરીપૂર્વકના રિટર્નના ગેરમાર્ગે દોરનારા દાવા કરવા અને ગ્રાહકોને ખોટી રીતે વેચાણ કરવા બદલ રૂપિયા 12 લાખનો દંડ ફટકાર્યો છે.
‘ઈન્વેસ્ટમેન્ટ વાઈઝર'(Investment Visor ) કંપની પ્રવીણ વર્માની છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ જાહેર કરેલા આદેશમાં જણાવ્યું હતું કે કંપનીના એક કર્મચારીએ ઈન્દોરની સ્થાનિક ઓફિસમાં ફોન કરીને ભ્રામક દાવા કરીને SEBIના અધિકારીને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો.
ફોન પર કહેવામાં આવ્યું હતું કે ઇન્વેસ્ટમેન્ટ વાઈઝરના ગ્રાહકોને રોજની રોકાણ રકમ પર સરેરાશ 20 થી 30% વળતર મળે છે. કંપનીના કર્મચારીએ એવો પણ દાવો કર્યો હતો કે સેબીની મુંબઈ શાખા ગ્રાહકો પર યોગ્ય કાળજી રાખે છે, જેથી કોઈપણ જોખમને ટાળી શકાય.
સેબીએ જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓમાં સામેલ થઈને, કંપનીએ રોકાણ સલાહકાર નિયમો અને PFUTP (પ્રોહિબિશન ઓફ ફ્રોડ્યુલન્ટ એન્ડ અનફેર ટ્રેડ પ્રેક્ટિસ)ના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને તેથી રોકાણ સલાહકાર પર 12 લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે. સેબીએ કંપનીને SCORES (SEBI ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમ) પ્લેટફોર્મ પર તેની સામે પડતર તમામ ફરિયાદોનું નિરાકરણ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
સેબી એ એક વૈધાનિક સંસ્થા અને બજાર નિયમનકાર છે, જે ભારતમાં સિક્યોરિટીઝ માર્કેટનું નિયમન કરે છે. સેબીનું મૂળભૂત કાર્ય સિક્યોરિટીઝમાં રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનું અને સિક્યોરિટી માર્કેટને પ્રોત્સાહન અને નિયમન કરવાનું છે. સેબી તેના બોર્ડના સભ્યો દ્વારા સંચાલિત થાય છે. બોર્ડમાં અધ્યક્ષ અને અન્ય કેટલાક પૂર્ણ-સમય અને અંશકાલિક સભ્યો હોય છે.
અધ્યક્ષ કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. અન્ય લોકોમાં, નાણા મંત્રાલયના બે સભ્યો, ભારતીય રિઝર્વ બેંકના એક સભ્ય અને અન્ય પાંચ સભ્યો પણ કેન્દ્ર દ્વારા નામાંકિત કરવામાં આવ્યા છે. સેબીનું મુખ્ય મથક મુંબઈમાં આવેલું છે અને પ્રાદેશિક કચેરીઓ અમદાવાદ, કોલકાતા, ચેન્નાઈ અને દિલ્હીમાં આવેલી છે.
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ ભારત સરકારના નાણા મંત્રાલયની માલિકી હેઠળની સિક્યોરિટીઝ અને કોમોડિટી બજારો માટેની નિયમનકારી સંસ્થા છે. તેની સ્થાપના 12મી એપ્રિલ 1988 અને સેબી એક્ટ 1999ના રોજ લાગુ કરવામાં આવ્યા હતા.