AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTK Health Care Delisting : 1300 રૂપિયા શેરનો ભાવ હોવા છતાં આ કંપની શેરબજારમાંથી Delist કરી નખાશે, શું રોકાણકારોના પૈસા ડૂબી જશે?

TTK Health Care Delisting : શેરબજારમાંથી સ્વૈચ્છિક રીતે ડીલિસ્ટેડ કંપનીઓ સ્ટોક એક્સચેન્જ ત્યારે જ છોડી દે છે જ્યારે તેમને લાગે છે કે ઇક્વિટી માર્કેટમાંથી તેમને મળતો નફો તેમના ઓપરેટિંગ માર્જિન કરતા ઓછો છે.પ્રમોટર્સે કહ્યું છે કે રિટેલ રોકાણકારોને ડિલિસ્ટિંગ ઓફર દ્વારા એક્ઝિટ આપવામાં આવશે.

TTK Health Care Delisting : 1300 રૂપિયા શેરનો ભાવ હોવા છતાં આ કંપની શેરબજારમાંથી Delist કરી નખાશે, શું રોકાણકારોના પૈસા ડૂબી જશે?
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2023 | 8:17 AM
Share

TTK Health Care Delisting :રોકાણકારોને જબરદસ્ત વળતર આપતી હેલ્થકેર સેક્ટરની કંપની TTK Health Care Ltdના અચાનક ડિલિસ્ટિંગના આવેલા સમાચારે તમામને ચોંકાવી દીધા છે. કંપનીની આ અઠવાડિયે બોર્ડ મિટિંગ  મળશે જેમાં ડિલિસ્ટિંગ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.  આ સમાચાર આવ્યા છે ત્યારથી રોકાણકારોમાં એક પ્રશ્ન સતત ઉઠી રહ્યો છે કે શેરબજારમાં આટલું સારું પ્રદર્શન કરનારી કંપની બજારમાંથી પોતાને કેમ ડીલિસ્ટ કરી રહી છે? એક મીડિયા રિપોર્ટ અનુસાર TTK હેલ્થકેર આવતીકાલે 20 એપ્રિલે બોર્ડ મીટિંગ યોજવા જઈ રહી છે જેમાં તે સ્વેચ્છાએ સ્ટોક એક્સચેન્જમાંથી પોતાને ડિલિસ્ટ કરવા અંગે વિચારણા કરશે. શેરનો છેલ્લો બંધ ભાવ(TTK Health Care Share Price) 1,303.00 રૂપિયા છે.

કંપનીએ બે અઠવાડિયા પહેલા સુનીલ સિંઘાનિયાના અબક્કસ ફંડ દ્વારા કંપનીમાં 1.74 ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો. આ પહેલા પણ TTK હેલ્થકેરે ગયા વર્ષે તેનો હ્યુમન ફાર્મા બિઝનેસ વેચ્યો હતો. જો છેલ્લા કેટલાક ક્વાર્ટર પર નજર કરીએ તો કંપનીનું ઓપરેટિંગ માર્જિન 4 થી 9 ટકા રહ્યું છે.

ડિલિસ્ટિંગ માટે શેરની કિંમતો નક્કી કરવામાં આવશે

શેરબજારમાંથી ડીલિસ્ટ થવા માટે ટીટીકે હેલ્થકેરે પહેલા તેના શેરની કિંમત નક્કી કરવી પડશે. સેબીના નિયમો અનુસાર કંપનીને ડિલિસ્ટ કરવા માટે તેના શેરની કિંમત છેલ્લા 26 અઠવાડિયાના સરેરાશ પ્રદર્શનના આધારે નક્કી કરવાની રહેશે. જોકે, ગત 5 એપ્રિલથી કંપનીના શેરમાં ઘણો વધારો થયો છે. TTK હેલ્થકેરે સુનીલ સિંઘાનિયાનો હિસ્સો ખરીદ્યો ત્યારથી કંપનીના શેર 40 ટકા સુધી વધી ગયા છે. ટીટીકે હેલ્થકેરે ગયા વર્ષે તેનું હ્યુમન ફાર્મા બિઝનેસ મુંબઈ સ્થિત ભારત સીરમ્સ એન્ડ વેક્સિન્સ (BSV)ને રૂપિયા  805 કરોડમાં વેચ્યું હતું.

કેમ ડીલિસ્ટ કરવામાં આવી રહ્યું છે ?

શેરબજારમાંથી સ્વૈચ્છિક રીતે ડીલિસ્ટેડ કંપનીઓ સ્ટોક એક્સચેન્જ ત્યારે જ છોડી દે છે જ્યારે તેમને લાગે છે કે ઇક્વિટી માર્કેટમાંથી તેમને મળતો નફો તેમના ઓપરેટિંગ માર્જિન કરતા ઓછો છે. તેમની કિંમતની સરખામણીમાં નફો ઘટી રહ્યો છે. તાજેતરમાં, TTK પ્રમોટરોએ પણ કહ્યું હતું કે અમે હ્યુમન ફાર્મા બિઝનેસ વેચવાનું નક્કી કર્યું છે કારણ કે સ્પર્ધાને કારણે અહીં માર્જિન સિંગલ ડિજિટમાં આવી ગયું હતું. ડીલિસ્ટ થયા બાદ કંપની નવા બિઝનેસ અને નવા પ્લાનિંગ પર કામ કરશે.

રોકાણકારો પર શું અસર પડશે?

જ્યારે કંપનીના પ્રમોટરોને પૂછવામાં આવ્યું કે ડિલિસ્ટિંગને કારણે રોકાણકારો પર શું અસર થશે? આ ઉપરાંત કંપની પાસે જાહેર જનતામાં 20 ટકા શેરહોલ્ડિંગ છે અને આ રિટેલ રોકાણકારોને પણ આનો ભોગ બનવું પડી શકે છે? આના પર પ્રમોટર્સે જવાબ આપ્યો હતો કે રિટેલ રોકાણકારોને ડિલિસ્ટિંગ ઓફર દ્વારા એક્ઝિટ આપવામાં આવશે. રોકાણકારો તેમના શેર સારી કિંમતે કંપનીને સોંપીને બહાર નીકળી શકે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
g clip-path="url(#clip0_868_265)">