Global Market : આજે ભારતીય શેરબજારમાં ઘટાડાની હેટ્રિક લાગશે કે રિકવરી જોવા મળશે? લગાવો અનુમાન વૈશ્વિક સંકેતના આધારે
Global Market : વિશ્વભરના શેરબજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. US FEDના રેટ વધારા અંગેના મિશ્ર અભિપ્રાયને કારણે એશિયન બજારોમાં થોડી નબળાઈ સાથે જાપાનનો નિક્કી 28650ની નીચે ટ્રેડ કરી રહ્યો છે.
Global Market : વિશ્વભરના શેરબજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. US FEDના રેટ વધારા અંગેના મિશ્ર અભિપ્રાયને કારણે એશિયન બજારોમાં થોડી નબળાઈ સાથે જાપાનનો નિક્કી 28650ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. કોસ્પી 0.25 ટકાની તેજી સાથે લીલા નિશાનમાં છે. આજે SGX NIFTY પણ લાલ નિશાન નીચે દેખાઈ રહ્યો છે. ઈન્ડેક્સમુ આજનું નીચલું સ્તર 17659.5 રહ્યું હતું. યુએસ વાયદા બજારોમાં નરમાશ છે કારણ કે ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતા નબળા હતા. અગાઉ સ્થાનિક શેરબજારમાં મંગળવારે સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 183 પોઈન્ટ ઘટીને 59,727 પર અને નિફ્ટી 46 પોઈન્ટ ઘટીને 17,660 પર બંધ થયા છે.
વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 19-04-2023 , સવારે 07.08 વાગે અપડેટ )
Indices | Last | Chg% | Chg |
Nifty 50 | 17,660.15 | -0.26% | -46.7 |
BSE Sensex | 59,727.01 | -0.31% | -183.74 |
Nifty Bank | 42,265.20 | 0.01% | 2.65 |
India VIX | 12.075 | -1.55% | -0.19 |
Dow Jones | 33,976.63 | -0.03% | -10.55 |
S&P 500 | 4,154.87 | 0.09% | 3.55 |
Nasdaq | 12,153.41 | -0.04% | -4.31 |
Small Cap 2000 | 1,795.55 | -0.40% | -7.29 |
S&P 500 VIX | 16.83 | -0.71% | -0.12 |
S&P/TSX | 20,684.68 | 0.21% | 42.71 |
TR Canada 50 | 341.68 | 0.40% | 1.36 |
Bovespa | 106,163 | 0.14% | 148 |
S&P/BMV IPC | 54,385.52 | -0.72% | -393.41 |
DAX | 15,882.67 | 0.59% | 93.14 |
FTSE 100 | 7,909.44 | 0.38% | 29.93 |
CAC 40 | 7,533.63 | 0.47% | 35.45 |
Euro Stoxx 50 | 4,393.95 | 0.60% | 26.34 |
AEX | 763.15 | 0.61% | 4.65 |
IBEX 35 | 9,421.90 | 0.46% | 43.4 |
FTSE MIB | 27,891.43 | 0.69% | 191.22 |
SMI | 11,358.98 | 0.42% | 47.22 |
PSI | 6,198.61 | 0.09% | 5.82 |
BEL 20 | 3,831.31 | -0.47% | -18.21 |
ATX | 3,275.89 | 0.55% | 17.89 |
OMXS30 | 2,256.28 | 0.29% | 6.61 |
OMXC20 | 2,105.86 | -0.28% | -5.82 |
MOEX | 2,615.62 | 0.75% | 19.51 |
RTSI | 1,010.87 | 0.62% | 6.25 |
WIG20 | 1,896.92 | 1.88% | 35.07 |
Budapest SE | 43,827.04 | 1.25% | 541.81 |
BIST 100 | 5,018.70 | -0.80% | -40.66 |
TA 35 | 1,738.62 | 0.42% | 7.2 |
Tadawul All Share | 11,163.57 | 1.19% | 131 |
Nikkei 225 | 28,554.50 | -0.36% | -104.33 |
S&P/ASX 200 | 7,370.60 | 0.14% | 10.4 |
DJ New Zealand | 324.03 | 0.36% | 1.16 |
Shanghai | 3,393.09 | -0.01% | -0.24 |
SZSE Component | 11,860.40 | 0.00% | 0 |
China A50 | 13,438.50 | 0.00% | 0 |
DJ Shanghai | 481.67 | -0.02% | -0.11 |
Hang Seng | 20,557.00 | -0.45% | -93.51 |
Taiwan Weighted | 15,880.14 | 0.07% | 10.7 |
SET | 1,593.85 | -0.41% | -6.56 |
KOSPI | 2,575.78 | 0.18% | 4.69 |
IDX Composite | 6,821.81 | 0.50% | 34.22 |
PSEi Composite | 6,464.72 | -0.63% | -40.9 |
Karachi 100 | 40,448.05 | 0.50% | 201.38 |
HNX 30 | 375.47 | 1.54% | 5.68 |
CSE All-Share | 9,345.53 | -0.64% | -60.37 |
વૈશ્વિક કોમોડિટી બજારની સ્થિતિ
- આજે બુધવારે સવારે બ્રેન્ટ $84 અને WTI ક્રૂડ $81 પર ફ્લેટ
- ચીનના અપેક્ષિત જીડીપીના આંકડા કરતાં વધુ સારા
- યુએસ વ્યાજ દરમાં સતત વધારાની ચિંતાઓ પર ઓઇલ માર્યાદિત શ્રેણીમાં
- અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર સાપ્તાહિક અનામતમાં 2.7 મિલિયન બેરલનો ઘટાડો થયો છે.
- બજાર આજે સરકારી ડેટા આવે તેની રાહ જોઈ રહ્યું છે
- સોનું ડૉલર ઇન્ડેક્સની સુસ્તીના કારણે 2015 ડોલરને પાર
- ચાંદી 25 ડોલરની ઉપર
- LME બેઝ મેટલ્સ ફરી ચમકી
- ચીનમાં મજબૂત વૃદ્ધિના ડેટાથી માંગમાં સુધારો થવાની અપેક્ષા છે
છેલ્લાં સત્રનો કારોબાર
આ સપ્તાહે સતત બીજા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. એફએમસીજી અને એનર્જી શેરોમાં પ્રોફિટ બુકિંગના કારણે બજાર ઘટ્યું હતું. કારોબારના અંતે BSE સેન્સેક્સ 184 પોઈન્ટ ઘટીને 59,727 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 47 પોઈન્ટના ઘટાડા સાથે 17,660 પોઈન્ટ પર બંધ થયો હતો. જોકે, બંને સૂચકાંકોએ નીચલા સ્તરેથી રિકવરી દર્શાવી હતી. આઈટી, ફાર્મા, મેટલ્સ, હેલ્થકેર સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. એનર્જી, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ અને ગેસ જેવા સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે, બજારમાં મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં સારી વૃદ્ધિ જોવા મળી હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 15 વધ્યા અને 15 નુકસાન સાથે બંધ થયા જ્યારે નિફ્ટીના 50માંથી 22 શેર ઉછાળા સાથે બંધ થયા તો 28 ઘટીને બંધ થયા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…