ભરૂચ : નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક, જાણો તેની વિશેષતા વીડિયો સાથે

લોકસભા ચૂંટણી 2024 માં ભરૂચ જિલ્લાનું આલીયાબેટસ્થિત આખા દેશના તમામ મતદાન મથકથી અલગ પડે છે. આલીયાબેટ નર્મદા નદી અને ખંભાતના અખાત વચ્ચે આવેલો વિશાલ બેટ છે જ્યાં પીવાનું પાણી , રસ્તા , વીજળી અને એકપણ પાકું મકાન નથી. બેટ પર રહેતા 254 મતદારો માટે ચૂંટણી પંચે અલાયદી વ્યવસ્થા ઉભી કરી છે.

| Updated on: May 06, 2024 | 3:25 PM

ભરૂચ : લોકસભા ચૂંટણી 2024 માં ભરૂચ જિલ્લાનું આલીયાબેટ સ્થિત પોલિંગ બૂથ આખા દેશના તમામ મતદાન મથકથી અલગ પડે છે. આલીયાબેટ નર્મદા નદી અને ખંભાતના અખાત વચ્ચે આવેલો વિશાલ બેટ છે જ્યાં પીવાનું પાણી , રસ્તા , વીજળી અને એકપણ પાકું મકાન નથી. બેટ પર રહેતા 254 મતદારો માટે ચૂંટણી પંચે અલાયદી વ્યવસ્થા ઉભી કરી છે. બેટ પર કન્ટેનર મુકવામાં આવ્યું છે જેમાં મતદાન થશે. આ અગાઉ અહીંના મતદાન મતદાન કરવા 82 કિલોમીટરનું અંતર કાપીને મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથક પહોંચતા હતા.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની મહેસુલી હદમાં આવેલા અને અંતરિયાળ તેમજ ચોતરફ પાણીથી ઘેરાયેલા આલિયા બેટના 136 પુરૂષ અને 118 સ્ત્રી મતદારો મળી કુલ 254 મતદારો માટે ચૂંટણી વિભાગ દ્વારા શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરાયું છે. ખભાતના અખાત અને નર્મદા મૈયાના સંગમ સ્થાને આવેલા આલિયા બેટના મતદારો માટે આ વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ છે.

દેશમાં વર્ષ 1951-52માં દેશભરમાં યોજાયેલી પ્રથમ ચૂંટણી અને ત્યાર બાદ વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સુધી ૭૦ વર્ષ એટલેકે 7 દાયકા સુધી યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય, લોકસભા-વિધાનસભા ચૂંટણીઓમાં અહીંના મતદારો નાવડીમાં સવાર થઈને જળમાર્ગે ૧૫ કિમી અથવા આલિયાબેટથી જમીન માર્ગે 82 કિલોમીટર દૂર આવેલા કલાદરા ગામમાં મતદાન કરવા જતાં હતાં.

ભરૂચ જિલ્લાના અંતરિયાળ આલિયાબેટના ભૌગોલિક સ્થાનના કારણે રાજ્ય કે કેન્દ્ર સરકારની સરકારી બિલ્ડીંગ અહીં ઉપલબ્ધ ન હોવાથી શિપિંગ કન્ટેનરમાં મતદાન કરવા માટે હંગામી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અહીં મતદારો સામૂહિક મતદાન કરી લોકશાહીની ફરજ બજાવવા ઉત્સુક છે.

ચૂંટણી પૂર્ણ થયા બાદ કન્ટેનરને પ્રાથમિક સ્કુલમાં તબદીલ કરી દેવામાં આવશે જેમાં હાલ બેટના 50 બાળકોને શિક્ષણ આપવામાં આવશે.અહીં એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે બેટ પાર વીજળી નથી ત્યારે ઉપકરણોને ચલાવવા સોલર પેનલ દ્વારા ઉત્પન્ન થતી વિજળીથી કન્ટેનરના ટ્યુબલાઈટ અને પંખા ચલાવવામાં આવે છે.કચ્છથી 350 વર્ષ પહેલાં જત જાતિના લોકો પશુધન સાથે આલિયાબેટ આવી વસ્યા હતા. જેઓ પાયાની સુવિધાઓ વગર અહીં જીવે છે અને પશુપાલનના વ્યવસાય પર નભે છે.

આ  પણ વાંચો : Video : ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન, PM મોદીને વિજયી બનાવવા કરી અપીલ

Follow Us:
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">