શું તમારા ફોનનો ડેટા પણ ઝડપથી સમાપ્ત થઈ રહ્યો છે? તો આ સેટિંગ કરી લો

6 May, 2024 

Image - Socialmedia

સ્માર્ટફોન આપણા બધાના જીવનનો આવશ્યક ભાગ બની ગયો છે. આ ઉપરાંત ઈન્સ્ટાગ્રામ જેવી એપ્સ પણ ઘણા લોકોના રોજિંદા જીવનનો એક ભાગ બની ગઈ છે.

Image - Socialmedia

લોકો ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર કલાકો વિતાવે છે. આનાથી ઈન્ટરનેટ જલદી વપરાઈ જાય છે.

Image - Socialmedia

ઈન્સ્ટા પર HDR વીડિયો પ્લેબેકનું ફીચર થોડા સમય પહેલા જ આવ્યું છે. આ ફીચરને કારણે તમારુ નેટ જલદી વપરાઈ જાય છે

Image - Socialmedia

ત્યારે એકવાર નેટ વપરાઈ ગયા પછી ફોન વગર બેસી રહેવાનો વારો આવે છે

Image - Socialmedia

જોકે તમે આ સેટિંગ કરી લો છો તો તમારું ઈન્ટરનેટ જલદી નહીં વપરાય અને ડેટા બચાવી શકશો. ખાસ કરીને HDR ને ડિસેબલ કરવાની સુવિધા iPhone પર ઉપલબ્ધ છે.

Image - Socialmedia

આ માટે તમારે iphone યુઝરે   સેટિંગ્સમાં જવું પડશે. અહીં તમને મીડિયા ક્વોલિટીનો વિકલ્પ મળશે.

Image - Socialmedia

આ વિકલ્પ પર ક્લિક કરવા પર તમારે ડિસેબલ HDR વિડિયો પ્લેબેકનેનું ટૉગલ ઓન કરવું પડશે. ડિસેબલ કર્યા પછી, તમને SDR ગુણવત્તામાં વીડિયો જોવા મળશે.

Image - Socialmedia

Android યુઝર્સ ફોનમાં ડેટા બચાવવા માટે, તમારે સેટિંગ્સમાં જવું પડશે. આ પછી તમારે મોબાઈલ ડેટા સેટિંગ્સમાં જવું પડશે.

Image - Socialmedia

અહીં તમને ડેટા સેવરનો વિકલ્પ મળશે. તેનું ટૉગલ ચાલુ કરી દેશો એટલે તમારા ડેટા જલદી નહીં વપરાય 

Image - Socialmedia