અખબાર-દૂધના પેકેટમાંથી બોલ અને નારિયેળના છાલમાંથી બેટ બનાવી ક્રિકેટ રમવાની કરી શરૂઆત, હવે 33 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરી બનાવ્યો રેકોર્ડ
સામાન્ય રીતે કોઈપણ ક્રિકેટ ખેલાડી 20 થી 30 વર્ષની વય વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરે છે. પરંતુ આશા શોભનાએ 33 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું છે. આ સાથે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર સૌથી મોટી ઉંમરની ખેલાડી બની ગઈ છે. આશાની રાષ્ટીય ટીમ સુધીની સફર ખૂબ જ સંઘર્ષ અને તકલીફોથી ભરેલી રહી છે. તેની આ કહાની કરોડો ક્રિકેટરો માટે પ્રેરણારુપ છે.
ભારતીય ક્રિકેટમાં અનેક પ્રતિભા છે. પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટમાં પ્રદર્શન કરવા છતાં ઘણા ખેલાડીઓને રાષ્ટ્રીય ટીમમાં રમવાની તક મળતી નથી. આ બાબતમાં ખાસ કરીને મહિલા ક્રિકેટરો વધુ પાછળ રહી જાય છે, કારણ કે આપણા દેશમાં તેમને રમવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે. આવું જ કંઈક 33 વર્ષની મહિલા ક્રિકેટર આશા શોભના સાથે થયું. પરંતુ વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ના કારણે તે લાઈમલાઈટમાં આવી અને હવે તેને ભારતીય ટીમમાં ડેબ્યૂ કરવાની તક મળી છે. શોભનાને રાષ્ટ્રીય ટીમ સુધી પહોંચવામાં બે દાયકા લાગ્યા. પરંતુ તેણે આવતાની સાથે જ ઈતિહાસ રચી દીધો છે.
33 વર્ષની ઉંમરે કર્યું ડેબ્યૂ
સામાન્ય રીતે કોઈપણ ક્રિકેટ ખેલાડી 20 થી 30 વર્ષની વય વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરે છે. પરંતુ આશા શોભનાએ 33 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું છે. આ સાથે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર સૌથી મોટી ઉંમરની ખેલાડી બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ શ્રીલંકાની સીમા પુજારેના નામે હતો, જેણે 31 વર્ષની ઉંમરે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશ સામે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર શોભનાના તમામ સાથી ખેલાડીઓએ 30 વર્ષની ઉંમર પહેલા જ ડેબ્યૂ કર્યું હતું.
We couldn’t have been more proud of this!
Congratulations on your maiden international cap, Asha Sobhana! Go well, girl. #PlayBold #TeamIndia #BANvIND #SheIsBold pic.twitter.com/spWmQMHJsr
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 6, 2024
નાળિયેરમાંથી બેટ બનાવી, સચિન તેંડુલકર ફેન
આશા શોભના માટે ભારતીય ટીમ સુધી પહોંચવાની સફર એટલી સરળ ન હતી. શોભનાએ 12 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. તે તેના માતા-પિતાને જાણ કર્યા વિના પ્રથમ વખત ક્રિકેટ ટ્રાયલ માટે ગઈ હતી. સાંજ સુધી તે ઘરે પરત ન ફરતા તેના પરિવારજનો ચિંતામાં પડી ગયા હતા અને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ રીતે તેની સફર શરૂ થઈ. શોભનાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને બાળપણથી જ ક્રિકેટનો શોખ હતો. શોભના મહિલા ક્રિકેટ વિશે જાણતી પણ ન હતી. તે સમયે શોભના અખબારો અને દૂધના પેકેટમાંથી બોલ અને નારિયેળના છાલમાંથી બેટ બનાવતી હતી. તેણે એ પણ જણાવ્યું કે તે સચિન તેંડુલકરને ખૂબ પસંદ કરે છે, તેથી તે બેટ પર તેનો જર્સી નંબર (10) લખતી હતી. પરંતુ બે દાયકા સુધી ક્રિકેટ રમ્યા બાદ પણ શોભનાને કોઈ ઓળખ મળી શકી નહીં.
That Debut feeling #TeamIndia Vice-captain @mandhana_smriti presents the cap to debutant Asha Sobhana
Follow the match ▶️ https://t.co/tYvVtPYh93 #BANvIND pic.twitter.com/cgkXnj8Tjt
— BCCI Women (@BCCIWomen) May 6, 2024
WPLમાં ચમકી કિસ્મત
આશા શોભનાએ જણાવ્યું કે ડોમેસ્ટિક ક્રિકેટમાં સારા પ્રદર્શન છતાં તેને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળ્યું નથી. તેમ છતાં, તેણીએ ક્યારેય હાર ન માની અને રમવાનું ચાલુ રાખ્યું. આ પછી તે WPL 2024માં પ્રથમ વખત ચર્ચામાં આવી, જ્યારે તેણે ઓપનર મેચમાં UP વોરિયર્સની 5 વિકેટ લીધી. આ મેચમાં તેણે એક જ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી. તેના પ્રદર્શન બાદ ભારતના દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલે તેને મળ્યો અને હવે તેને રાષ્ટ્રીય ટીમ માટે રમવાની તક મળી છે.
આ પણ વાંચો : T20 World Cup 2024: હેલિકોપ્ટરથી લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, રોહિત-જાડેજા ચોંકી ગયા, જુઓ વીડિયો