યલો એલર્ટ વચ્ચે આવતીકાલે થશે મતદાન, આ શહેરોમાં હિટવેવની આગાહી
મંગળવારે લોકસભા ચૂંટણી માટેનું મતદાન થવાનું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં મતદાનના દિવસે ગરમીનો પારો વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. તો બીજી બાજુ મંગળવારે લોકસભા ચૂંટણી માટેનું મતદાન પણ થવાનું છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત ગુજરાતમાં મતદાનના દિવસે ગરમીનો પારો વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
અમદાવાદમાં ત્રણ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો અમદાવાદ ઉપરાંત ગાંધીનગરમાં પણ હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 41થી 42 ડિગ્રી તાપમાન રહેશે તો ગાંધીનગરમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત દીવ, સૌરાષ્ટ્ર અને સુરતમાં 39થી 40 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો loksabha Election 2024 : ગુજરાતમાં મતદાન માટે PM મોદી અને અમિત શાહ આજે જ આવશે અમદાવાદ,જુઓ Video
Latest Videos
Latest News