ભરૂચમાં મામા – ભાણાના જંગમાં કોણ ભારે પડશે? જુઓ વીડિયો

ભરૂચ લોકસભા બેઠક ચૂંટણીની જાહેરાત સાથેજ ચર્ચાનું કેન્દ્ર બની હતી. પહેલા કોંગ્રેસ તરફે અહેમદ પટેલના પરિવારનો ટિકિટ માટે દબાવ અને બાદમાં ઇન્ડિયા ગઠબંધનમાં બેઠક આપના ફાળે જવાના વિરોધથી લઇ ભાજપ સામે ક્ષત્રિય અને ખેડૂતોની નારાજગીએ ચકચાર મચાવી હતી.

| Updated on: May 06, 2024 | 5:16 PM

ભરૂચ લોકસભા બેઠક ચૂંટણીની જાહેરાત સાથેજ ચર્ચાનું કેન્દ્ર બની હતી. પહેલા કોંગ્રેસ તરફે અહેમદ પટેલના પરિવારનો ટિકિટ માટે દબાવ અને બાદમાં ઇન્ડિયા ગઠબંધનમાં બેઠક આપના ફાળે જવાના વિરોધથી લઇ ભાજપ સામે ક્ષત્રિય અને ખેડૂતોની નારાજગીએ ચકચાર મચાવી હતી.

ભરૂચ લોકસભા બેઠક આમતો ભાજપની કમિટેડ સીટ માનવામાં આવે છે પણ લોકસભા ચૂંટણી 2024 માં ભાજપાએ ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો છે. એકતરફ સરકારી પ્રોજેક્ટમાં જમીન ગુમાવનાર ખેડૂતોની વળતરની રકમના અસંતોષને લઈ નારાજગી તો બીજી તરફ રૂપાલા સામે ક્ષત્રિય આંદોલનનો બે – ત્રણ સ્થળોએ ભાજપ કાર્યકરો અને અગ્રણીઓને કડવો અનુભવ થયો હતો. કોંગ્રેસમાં પણ ઉમેદવારીની તક ન મળવાના કારણે કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી. અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલ ચૂંટણી પહેલાજ દાવો કરી ચુક્યા હતા કે “હું તો લડીશ” તો બીજી તરફ ફૈસલની બહેન મુમતાઝે તો ચૂંટણી લડવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી. આ તમામ સામે આદિવાસી મતદારોની પકડના આધારે ચૈતર વસાવાએ ખુબ જોર લગાવ્યું છે તો મનસુખ વસવા પણ ૬ ટર્મના સનસાદ હોવાના અનુભવના આધારે સાતમી વાર ચૂંટણી લડી રહ્યા છે.

ચૂંટણી પ્રચારના [અડઘામ શાંત થયા છે અને હવે ઉમેદવારો મતદારોને પોતાની તરફ ઝુકાવવા છેલ્લો દાવ રમી રહ્યા છે. ઈવીએમ મતદાન મથકો તરફ રવાના થઇ ચુક્યા છે ત્યારે આવતીકાલે મતદારો નક્કી કરશે કોને સત્તાનો તાજ મળશે અને કોણ ઘરે બેસશે!!!

આ પણ વાંચો : વીડિયો : ભરૂચ બેઠકના ચૂંટણી જંગમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે : SP મયુર ચાવડા

Follow Us:
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">