AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market Live:ડિફેન્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ, સુલા વાઇનયાર્ડ્સના શેર 14% વધ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2025 | 4:16 PM

Stock Market Live News Update: ભારતીય બજારો માટે આજે પણ સારા સંકેતો જોવા મળી રહ્યા છે. FIIs રોકડમાં ખરીદી કરી રહ્યા હતા અને નેટ શોર્ટ્સ પણ થોડા ઘટ્યા હતા. ગિફ્ટ નિફ્ટીમાં થોડો વધારો જોવા મળ્યો હતો. એશિયા પણ મજબૂત છે. ગઈકાલે, અમેરિકન INDICES પણ વધ્યા હતા. નાસ્ડેકમાં સૌથી વધુ 124 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. આ દરમિયાન, ટ્રમ્પને ટેરિફ પર મોટી રાહત મળી હતી.

Stock Market Live:ડિફેન્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ, સુલા વાઇનયાર્ડ્સના શેર 14% વધ્યા
stock market live news

ભારતીય બજારો માટે આજે પણ સારા સંકેતો જોવા મળી રહ્યા છે. FIIs રોકડમાં ખરીદી કરી રહ્યા હતા અને નેટ શોર્ટ્સ પણ થોડા ઘટ્યા હતા. ગિફ્ટ નિફ્ટીમાં થોડો વધારો જોવા મળ્યો હતો. એશિયા પણ મજબૂત છે. યુએસ INDICES પણ ગઈકાલે વધ્યા હતા. નાસ્ડેકમાં સૌથી વધુ 124 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. આ દરમિયાન ટ્રમ્પને ટેરિફ પર મોટી રાહત મળી. યુએસ અપીલ કોર્ટે ટેરિફ ચાલુ રાખવાની તરફેણમાં નિર્ણય આપ્યો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 11 Jun 2025 04:13 PM (IST)

    નિફ્ટીના ગેઈનર્સ અને લૂઝર્સ

    HCL Technologies, Infosys, Wipro, Tech Mahindra, ONGC નિફ્ટીના ટોચના ગેઈનર્સ રહ્યા. આ ઉપરાંત Shriram Finance, Power Grid Corp, Adani Enterprises, Adani Ports અને Bharat Electronics નિફ્ટીના ટોચના લૂઝર્સ રહ્યા. સેક્ટરલ ફ્રંટ પર જોવા જઈએ તો, FMCG, પાવર, PSE બેંક ઈન્ડેક્સમાં 0.5 થી 1 ટકા સુધીની ઘટોતરી જોવા મળી.

  • 11 Jun 2025 04:10 PM (IST)

    નિફ્ટી સતત છઠ્ઠા દિવસે વધારાની સાથે બંધ

    નિફ્ટી સતત છઠ્ઠા દિવસે વધારાની સાથે બંધ થયું. મિડ-કેપ, સ્મોલ-કેપ શેરોમાં લાભદાયક સુધારો જોવા મળ્યો. તેલ-ગેસ, IT, ફાર્મા શેરોમાં ખરીદી જોવા મળી. બીજીબાજુ FMCG, બેન્કિંગ અને મેટલ ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 123.42 પોઈન્ટ એટલે કે 0.15 ટકા વધીને 82,515.14ના સ્તરે બંધ થયું. નિફ્ટી 37.15 પોઈન્ટ એટલે કે 0.15 ટકા વધીને 25,141.40ના સ્તરે બંધ થયું.

  • 11 Jun 2025 03:04 PM (IST)

    WIPROએ જે ડીલ કરી તેનો અર્થ શું?

    આ ડીલ દર્શાવે છે કે, રોકાણકારો હજુ પણ WIPROમાં રસ ધરાવે છે. જો કે, આ ડીલ કોણે ખરીદી અને કોણે વેચી તે અંગે કઈ જાહેર કરવામાં આવ્યું નથી. જે ​​લોકો શેરના ભાવ અને વોલ્યુમ પર નજર રાખી રહ્યા છે, તેમના માટે આ એક મહત્વપૂર્ણ માહિતી છે. WIPRO પહેલેથી જ એક મજબૂત IT કંપની છે. એવામાં, તાજેતરમાં થયેલી આ ડીલે રોકાણકારોમાં એક નવી હલચલ ઉભી કરી છે. આ ડીલથી આગામી દિવસોમાં શેર પર એક ખાસ અસર જોવા મળી શકે છે.

  • 11 Jun 2025 02:57 PM (IST)

    ‘બ્લોક ડીલ’ શું છે?

    બ્લોક ડીલ એ એક એવો સોદો છે કે, જેમાં બે મોટી સંસ્થાઓ પરસ્પર સંમતિથી કંપનીનો મોટો હિસ્સો ખરીદે છે અને વેચે છે. આ સોદો એક ચોક્કસ સમય સ્લોટમાં થાય છે, જેનાથી શેરના ભાવ પર અસર થઈ શકે છે.

  • 11 Jun 2025 02:53 PM (IST)

    ‘WIPRO’ના શેરમાં જંગી ઉછાળો

    મંગળવારે ભારતીય શેરબજારમાં ‘WIPRO’ના શેરમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. બ્લોક ડીલ વિન્ડોમાં કંપનીના લગભગ 18.05 કરોડ શેરનું ટ્રેડિંગ થયું, જેની કુલ કિંમત લગભગ ₹4,675 કરોડ હતી.

  • 11 Jun 2025 02:49 PM (IST)

    ‘IEX’ શેરમાં 9% નો મોટો ઘટાડો

    ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ (IEX)ના શેરમાં લગભગ 9% નો મોટો ઘટાડો નોંધાયો છે. 11 જૂન 2025ના રોજ, IEX-ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ લિમિટેડનો શેર સવારે 210.01 રૂપિયાના બંધ ભાવના મુકાબલે 211.60 રૂપિયા પર ખુલ્યો હતો. જો કે, આ પછી શેર 190 રૂપિયાથી નીચે આવી ગયો હતો.

  • 11 Jun 2025 02:40 PM (IST)

    ‘Derivatives Market’ અને ‘Option Premium’માં પણ ઘટાડો

    તાજેતરના દિવસોમાં BSE પર ઓપ્શન ટ્રેડિંગ વોલ્યુમમાં ઘટાડો જોવા મળ્યો છે. એપ્રિલ અને મે મહિનામાં ઓપ્શન વોલ્યુમ ₹15,865 કરોડ જેટલો હતો, જે છેલ્લા 5 દિવસમાં ઘટીને ₹10,824 કરોડ જેટલો થઈ ગયો છે. હેજ ફંડ્સ પર સેબીની કાર્યવાહી અને એક્સપાયરીમાં થયેલ ફેરફારો આની પાછળના મુખ્ય કારણો હોઈ શકે છે.

  • 11 Jun 2025 02:30 PM (IST)

    વર્ષ 2025માં અત્યાર સુધી ‘BSE’ શેરનું પ્રદર્શન કેવું રહ્યું?

    વર્ષ 2025માં અત્યાર સુધીમાં આ શેરમાં 62%નો વધારો થયો છે. મંગળવારે  એટલે કે 10 જૂનના રોજ ‘BSE’ શેર ₹3,030ની ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યો હતો. જો વાત કરીએ 52 સપ્તાહની નીચી સપાટીની તો આ શેર ક્યારેક ₹704.99 સુધી જતો રહ્યો હતો.

  • 11 Jun 2025 02:28 PM (IST)

    BSE ને ASM ‘સ્ટેજ 1’માં મૂકવામાં આવ્યો, હવે આનો અર્થ શું?

    BSE ને ASM ‘સ્ટેજ 1’માં મૂકવામાં આવ્યું છે. હવે આનો અર્થ એ છે કે, આ સ્ટોકમાં ટ્રેડિંગ કરતી વખતે 100% માર્જિન ચૂકવવું પડશે. આ ઉપરાંત, આ સ્ટોક ગીરવે મૂકીને લોન લઈ શકાતી નથી. ‘ASM’માં આવતા સ્ટોક ઓછામાં ઓછા 90 દિવસ સુધી દેખરેખ હેઠળ રહે છે. BSE શેરબજારની વાત કરીએ તો, આ શેરમાં છેલ્લા 3 મહિનામાં 137% નો ઉછાળો આવ્યો છે.

  • 11 Jun 2025 02:19 PM (IST)

    BSE (બોમ્બે સ્ટોક એક્સચેન્જ)ના શેરમાં 4% થી વધુનો ઘટાડો

    BSE (બોમ્બે સ્ટોક એક્સચેન્જ)ના શેરમાં બુધવારે 4% થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડો ત્યારે થયો જ્યારે ASM (એડિશનલ સર્વેલન્સ મેઝર)ને ‘સ્ટેજ 1’માં મૂકવામાં આવ્યો. છેલ્લા 3 મહિનામાં આ શેરમાં 140% નો જબરદસ્ત વધારો થયો હતો પરંતુ આ ઘટાડા બાદ રોકાણકારોને થોડી સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. 11 જૂન, 2025 ના રોજ, શેર 3,005.40 રૂપિયાના બંધ ભાવના મુકાબલે 3,015.00 રૂપિયા પર ખુલ્યો હતો. આ પછી શેર 2,835 રૂપિયાએ આવી ગયો હતો.

  • 11 Jun 2025 01:11 PM (IST)

    રિયલ્ટીમાં મજબૂતાઈ, ઓટોમાં ટોપ ગિયર

    મેટલ અને આઈટી શેરોમાં સારી ખરીદી જોવા મળી. બંને ઈન્ડેક્સ લગભગ અડધા ટકા વધ્યા. આ ઉપરાંત ઓટો અને રિયલ્ટી શેરોમાં પણ થોડો સુધારો જોવા મળી રહ્યો છે, પરંતુ મૂડી બજાર સંબંધિત શેરોમાં પ્રોફિટ બુકિંગ મજબૂત છે. ઈન્ડેક્સ દોઢ ટકા ઘટ્યો છે.

  • 11 Jun 2025 12:46 PM (IST)

    જીએમ બ્રુઅરીઝ, સુલા વાઇનયાર્ડ્સના શેર 14% વધ્યા

    બુધવાર 11 જૂનના રોજ જીએમ બ્રુઅરીઝ અને સુલા વાઇનયાર્ડ્સના શેર 14% સુધી વધ્યા હતા જ્યારે મહારાષ્ટ્રમાં દારૂ પર એક્સાઇઝ ડ્યુટીમાં વધારાને કારણે યુનાઇટેડ સ્પિરિટ્સના શેર 6% ઘટ્યા હતા. વાસ્તવમાં, મહારાષ્ટ્ર સરકારે દારૂ પર એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો છે. IMFL પર એક્સાઇઝ ડ્યુટીમાં 50-60% વધારો કરવામાં આવ્યો છે. 2011 પછી એક્સાઇઝમાં આ સૌથી મોટો વધારો છે. ડ્યુટીમાં વધારાને કારણે, ભાવમાં 30-50% વધારો શક્ય છે. ઉદ્યોગના જથ્થામાં મહારાષ્ટ્ર 10-12% ફાળો આપે છે. USLના કુલ વેચાણમાં મહારાષ્ટ્રનો હિસ્સો 20-22% છે.

  • 11 Jun 2025 11:01 AM (IST)

    ડિફેન્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ

    ડિફેન્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. ડિફેન્સ ઈન્ડેક્સ લગભગ એક ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો છે. ગાર્ડન રીચ અને કોચીન શિપયાર્ડમાં 2.5 થી 4 ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ, ભારત ડાયનેમિક્સ અને મઝગાંવ ડોક પણ નબળા રહ્યા.

  • 11 Jun 2025 10:22 AM (IST)

    બજારમાં સતત છઠ્ઠા દિવસે તેજી જોવા મળી રહી છે

    સતત છઠ્ઠા સત્રમાં બજારમાં ખરીદીનો મૂડ જોવા મળી રહ્યો છે. નિફ્ટી થોડા વધારા સાથે 25150 ની નજીક ટ્રેડ કરી રહ્યો છે. RIL, ICICI બેંક અને M&M એ ટેકો આપ્યો. બેંક નિફ્ટીમાં થોડો દબાણ જોવા મળી રહ્યો છે, પરંતુ મિડકેપ અને સ્મોલકેપ પૂરજોશમાં છે. બીજી તરફ, INDIA VIX દોઢ ટકાથી વધુ ઘટીને 14 ની નીચે આવી ગયો છે.

  • 11 Jun 2025 10:21 AM (IST)

    એનર્જી સેક્ટરના શેરોમાં મજબૂત ખરીદી

    આજે તેલ અને ગેસ શેરોમાં મજબૂત તેજી જોવા મળી રહી છે. લગભગ 4%ના ઉછાળા સાથે ઓઇલ ઇન્ડિયા ફ્યુચર્સમાં ટોપ ગેઇનર બન્યું છે. આ સાથે બીપીસીએલ, આઇઓસી, ઓએનજીસીમાં પણ સારી ખરીદી જોવા મળી છે.

  • 11 Jun 2025 09:24 AM (IST)

    સેન્સેક્સ ફ્લેટ, નિફ્ટી 25100 ની આસપાસ

    11 જૂને બજારની શરૂઆત ફ્લેટ રહી હતી. સેન્સેક્સ 77.65 પોઈન્ટ અથવા 0.09 ટકાના વધારા સાથે 82,473.07  પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી 20.05 પોઈન્ટ અથવા 0.07 ટકાના વધારા સાથે 25,120.00 પર ટ્રેડ કરી રહ્યો છે.

  • 11 Jun 2025 08:49 AM (IST)

    કેવી રીતે મળી રહ્યા છે ગ્લોબલ સંકેત?

    ભારતીય બજારો માટે આજે પણ સારા સંકેતો જોવા મળી રહ્યા છે. FII રોકડમાં ખરીદી કરી રહ્યા હતા અને નેટ શોર્ટ્સ પણ થોડા ઘટ્યા હતા. નિફ્ટીમાં થોડો વધારો જોવા મળ્યો હતો. એશિયા પણ મજબૂત છે. યુએસ INDICES પણ ગઈકાલે વધ્યા હતા. નાસ્ડેકમાં સૌથી વધુ 124 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. આ દરમિયાન, ટ્રમ્પને ટેરિફ પર મોટી રાહત મળી.

Published On - Jun 11,2025 8:47 AM

Follow Us:
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર, રજાવળ નદીમાં કાર તણાઈ
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર, રજાવળ નદીમાં કાર તણાઈ
ગુજરાતના 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો
ગુજરાતના 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો-
ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો-
અમરેલીમાં પૂર: 25 ઘેટાં તણાયા, ભારે વરસાદથી નદીઓ છલકાઈ
અમરેલીમાં પૂર: 25 ઘેટાં તણાયા, ભારે વરસાદથી નદીઓ છલકાઈ
g clip-path="url(#clip0_868_265)">