IPO એ સચિન તેંડુલકર સહિત બોલિવૂડના દિગ્ગજ કલાકારોને કર્યા માલામાલ! આમિર ખાન અને આલિયા ભટ્ટ સહિત લિસ્ટમાં આ લોકોના નામ સામેલ

છેલ્લા બે વર્ષ દરમિયાન અનેક કંપનીના IPO લોન્ચ થયા છે. મોટાભાગની કંપનીના IPOનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે. જેના કારણે રોકાણકારો માલામાલ થયા છે. સામાન્ય રોકાણકારોની સાથે આ લિસ્ટમાં સચિન તેંડુલકર, આલિયા ભટ્ટ, કેટરિના કૈફ અને અજય દેવગન જેવા દિગ્ગજના નામ પણ સામેલ થાય છે.

IPO એ સચિન તેંડુલકર સહિત બોલિવૂડના દિગ્ગજ કલાકારોને કર્યા માલામાલ! આમિર ખાન અને આલિયા ભટ્ટ સહિત લિસ્ટમાં આ લોકોના નામ સામેલ
IPO News
Follow Us:
| Updated on: Mar 09, 2024 | 2:46 PM

છેલ્લા બે વર્ષ દરમિયાન અનેક કંપનીના IPO લોન્ચ થયા છે, જેના દ્વારા કંપનીઓએ રૂપિયા એકત્ર કર્યા છે. મોટાભાગની કંપનીના IPOનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે. જેના કારણે રોકાણકારો માલામાલ થયા છે. સામાન્ય રોકાણકારોની સાથે આ લિસ્ટમાં સચિન તેંડુલકર, આલિયા ભટ્ટ, કેટરિના કૈફ અને અજય દેવગન જેવા દિગ્ગજના નામ પણ સામેલ થાય છે.

આમિર ખાન અને રણબીર કપૂર – ડ્રોન આચાર્ય એરિયલ ઇનોવેશન્સ

કંપનીના IPO દ્વારા આમિર ખાન અને રણબીર કપૂરે સારો નફો કર્યો હતો. IPO પહેલા આમિર ખાન પાસે 46,600 શેર (25 લાખ રૂપિયા) હતા અને રણબીર કપૂર પાસે 37,200 શેર (20 લાખ રૂપિયા) હતા. IPO પહેલા કંપનીના શેરના ભાવ 53.59 રૂપિયાની આસપાસ હતા. કંપની શેરબજારમાં 102 રૂપિયાના ભાવ પર લિસ્ટ થઈ હતી. 7 માર્ચે કંપનીના શેરના ભાવ 155.85 રૂપિયા હતા. તેથી આમિર ખાનના રોકાણની વેલ્યુ વધીને 72.62 લાખ રૂપિયા અને રણબીર કપૂરના રોકાણની વેલ્યુ 57.97 લાખ રૂપિયા થઈ છે.

સચિન તેંડુલકર – આઝાદ એન્જિનિયરિંગ

સચિન તેંડુલકરે આઝાદ એન્જિનિયરિંગમાં રોકાણ કર્યું છે. માર્ચ 2023માં તેણે કંપનીના 438,120 શેર લીધા હતા. તેણે શેર 114.10 રૂપિયામાં લીધા હતા. કંપની 28 ડિસેમ્બરે 720 રૂપિયા પર લિસ્ટ થઈ હતી. 7 માર્ચે કંપનીના શેરના ભાવ 1353.30 રૂપિયા હતા. એટલે કે સચિન તેંડુલકરને અત્યાર સુધીમાં રોકાણ પર 12 ગણું રિટર્ન મળ્યું છે. હાલમાં તેના શેરની વેલ્યુ 59.39 કરોડ રૂપિયા છે.

નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo

આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ – નાયકા

જુલાઈ 2020માં આલિયા ભટ્ટે નાયકામાં 4.95 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. કંપનીનું લિસ્ટિંગ 10 નવેમ્બર 2021ના રોજ શેરબજારમાં થયું હતું. હાલ તેમને તેમના રોકાણ પર 11 ગણું રિટર્ન મળ્યું છે. કેટરિના કૈફે IPO પહેલા કંપનીમાં 2.04 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેમના રોકાણની વેલ્યુ અત્યાર સુધીમાં 11 ગણી વધીને 22 કરોડ રૂપિયા થઈ છે.

આ પણ વાંચો : IPO માં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર, આ કંપનીનો આઈપીઓ ખુલતાની સાથે જ ગ્રે માર્કેટમાં પ્રીમિયમ થયું 100 ટકા

અજય દેવગન – પેનોરમા સ્ટુડિયો

અજય દેવગને 4 માર્ચના રોજ પેનોરમા સ્ટુડિયોના 1,00,000 શેર 274 રૂપિયામાં લીધા હતા. તેના માટે તેણે 2.74 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તેમણે 948.40 રૂપિયાના બજાર ભાવ કરતાં ઘણા ઓછા ભાવે શેર ખરીદ્યા હતા. 7 માર્ચના રોજ કંપનીના શેરના ભાવ 995 રૂપિયા હતી.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
કોડિનારના નવાગામમાં બે દિવસથી ખેતરમાં સિંહણે ધામા નાખતા ફફડાટ
કોડિનારના નવાગામમાં બે દિવસથી ખેતરમાં સિંહણે ધામા નાખતા ફફડાટ
કાળઝાળ ગરમીને લઈ આરોગ્ય તંત્ર એલર્ટ, ઇડર અને હિંમતનગર સિવિલ સજ્જ
કાળઝાળ ગરમીને લઈ આરોગ્ય તંત્ર એલર્ટ, ઇડર અને હિંમતનગર સિવિલ સજ્જ
g clip-path="url(#clip0_868_265)">