કેપિટલ ગેઇન ટેક્સમાં વધારાને કારણે શેરબજાર નારાજ,સેન્સેક્સમાં નોંધાયો 73 પોઇન્ટ ઘટાડો,નિફ્ટી 24,460 પર બંધ
Share Market Today: બજેટના દિવસે ઉતાર-ચઢાવ પછી, ટ્રેડિંગના અંતે, BSE સેન્સેક્સ 73.04 પોઈન્ટ અથવા 0.09 ટકાના ઘટાડા સાથે 80,429.04 પોઈન્ટ પર બંધ થયો. એ જ રીતે NSE નો નિફ્ટી પણ 30.20 પોઈન્ટ અથવા 0.12 ટકા ઘટીને 24,479.05 ના સ્તરે બંધ થયો હતો.
Market Closing – ક્લોઝિંગ બેલ – ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો 23 જુલાઈના બજેટના દિવસે ભારે ઉતાર-ચઢાલ સાથે નજીવા ઘટાડા સાથે બંધ થયા. LTCG, STCG ના વધારાએ સેન્સેક્સ, નિફ્ટી પર દબાવ બનાવ્યો છે. પરંતુ રિયલ્ટી, એફએમસીજી, આઈટી શેરો ચમક્યા.
નિફ્ટી પર ટાઈટન કંપની, ટાટા કન્ઝ્યુમર, આઈટીસી, એચયુએલ અને અદાણી પોર્ટ્સ ટોપ ગેઈનર્સ શેરોમાં હતા. જ્યારે L&T, ONGC, હિન્દાલ્કો, શ્રીરામ ફાઇનાન્સ અને બજાજ ફાઇનાન્સના શેર ટોપ લુઝર શેરોની યાદીમાં સામેલ હતા. ક્ષેત્રીય સૂચકાંકોમાં, ઓટો, એફએમસીજી, હેલ્થકેર અને આઈટી સૂચકાંકો 0.5-2 ટકા સુધી વેપાર કરવાનું ચાલુ રાખ્યું છે. પરંતુ બેન્ક, કેપિટલ ગુડ્સ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ અને રિયાલિટી ઈન્ડેક્સમાં 0.5-2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. BSE મિડકેપ ઈન્ડેક્સ 0.5 ટકા ઘટ્યો. જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ સપાટ નોટ પર બંધ થયો હતો.
22 જુલાઈએ શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું હતું.
સોમવારે (22 જુલાઈ), બજેટની રજૂઆતના એક દિવસ પહેલા, સ્થાનિક શેરબજારના સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 102 પોઈન્ટ અથવા 0.13 ટકા ઘટીને 80,502 પર અને નિફ્ટી 21 પોઈન્ટ અથવા 0.09 ટકા ઘટીને 24,509 પર છે.