ટાટા ગ્રૃપની આ કંપનીના શેરનું થશે ડી લિસ્ટિંગ, NSE-BSEએ આપી મંજૂરી
ટાટા મોટર્સ લિમિટેડ અને તેના શેર હોલ્ડર્સ અને લેણદારોની વચ્ચે તમામ એ ઓર્ડિનરી શેરોને કેન્સલ કરવા માટે અને ઓર્ડિનરી શેરોને ઈસ્યુ કરવા માટે કંપની દ્વારા આપેલા અરેન્જમેન્ટ પર બીએસઈ અને એનએસઈએ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ઈસ્યુ કર્યુ છે.
આજે શેરમાર્કેટ ખુલવાની સાથે જ દેશની સૌથી મોટી ઓટો કંપનીએ ડી લિસ્ટિંગને લઈ મોટી જાણકારી આપી છે. ઓટો કંપની ટાટા મોટર્સે કહ્યું કે ટાટા મોટર્સ ડીવીઆરના ડી લિસ્ટિંગને મંજૂરી મળી ગઈ છે. ટાટા મોટર્સ લિમિટેડ અને તેના શેર હોલ્ડર્સ અને લેણદારોની વચ્ચે તમામ એ ઓર્ડિનરી શેરોને કેન્સલ કરવા માટે અને ઓર્ડિનરી શેરોને ઈસ્યુ કરવા માટે કંપની દ્વારા આપેલા અરેન્જમેન્ટ પર બીએસઈ અને એનએસઈએ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ઈસ્યુ કર્યુ છે.
10 ટાટા મોટર્સ ડીવીઆર શેર પર ટાટા મોટર્સના 7 શેર મળશે. તેનો સીધો મતલબ છે કે ટાટા મોટર્સ હવે ડીવીઆરને ‘ટાટા’ કરી રહી છે. ડીવીઆર શેર સામાન્ય શેરમાં બદલાઈ જશે.
શું હોય છે ડીવીઆર?
ડીવીઆર એટલે કે ડિફરેન્શિયલ વોટિંગ રાઇટ્સ. ડીવીઆર કોઈ પણ બીજા શેરની જેમ જ હોય છે પણ તેમાં શેરધારકને વોટિંગનો અધિકાર ઓછો હોય છે. ડીવીઆર માટે શરતો અને નિયમો પણ છએ. જેમાં કંપનીઓ ઓછામાં ઓછા 3 વર્ષ સુધી સતત નાણાકીય રિટર્ન બતાવવું અને તે નફાકારક હોવું જોઈએ. ડીવીઆર કુલ ઈક્વિટી કેપિટલથી 25 ટકાથી વધારે ના હોઈ શકે. ડીવીઆરનો ફાયદો કંપની વોટિંગ રાઈટસ ખોયા વગર રકમ એકઠી કરી શકે છે. મોટા પ્રોજેક્ટસની ફંડિંગ કરવામાં સરળતા અને કંપનીને ઓપન ઓફર અને જબરદસ્તી ખરીદીનો ડર ના રહે.
તમને જણાવી દઈએ કે ગઈકાલે ગુરૂવારે ટાટા મોટર્સ ડીવીઆરના શેરનો ભાવ 1 ટકા વધીને 474 રૂપિયાના ભાવ પર બંધ થયો, જે 1 વર્ષમાં 100 ટકા વધ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં સૌ પ્રથમ વખત ટાટા મોટર્સે 2008માં પ્રથમ ડીવીઆર લોન્ચ કર્યુ હતુ. ત્યારબાદ ગુજરાત એનઆરઈ કોક, ફ્યૂચર એન્ટરપ્રાઈઝ અને જૈન ઈરીગેશને પોતાના ડીવીઆર માર્કેટમાં ઉતાર્યા.