SEBI એ વર્ષ 2020-21માં કાયદાના ઉલ્લંઘનના 94 કેસોની તપાસ શરૂ કરી, જાણો વિગતવાર
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2020-21માં સિક્યોરિટી નિયમોના ઉલ્લંઘનના 94 નવા કેસોની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન 140 કેસોની તપાસ પૂર્ણ થઈ છે. અગાઉના નાણાકીય વર્ષ 2019-20 માં 161 નવા કેસોની તપાસ હાથ ઘરવામાં આવી હતી અને 170 કેસોની તપાસ પૂર્ણ થઈ છે.
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) એ છેલ્લા નાણાકીય વર્ષ 2020-21માં સિક્યોરિટીઝ કાયદાના ઉલ્લંઘનના 94 નવા કેસોમાં તપાસ હાથ ધરી છે. જોકે આ આંકડો અગાઉના નાણાકીય વર્ષ કરતાં 42 ટકા ઓછો છે. SEBIના તાજેતરના વાર્ષિક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. આ કેસો સિક્યોરિટીઝ કાયદાના ઉલ્લંઘન સાથે સંબંધિત હતા જેમાં માર્કેટ મેનિપ્યુલેશન અને પ્રાઇસ મેનિપ્યુલેશનના કેસોનો પણ સમાવેશ થાય છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2020-21માં સિક્યોરિટી નિયમોના ઉલ્લંઘનના 94 નવા કેસોની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન 140 કેસોની તપાસ પૂર્ણ થઈ છે. અગાઉના નાણાકીય વર્ષ 2019-20 માં 161 નવા કેસોની તપાસ હાથ ઘરવામાં આવી હતી અને 170 કેસોની તપાસ પૂર્ણ થઈ છે. સેબીએ જણાવ્યું હતું કે છેલ્લા નાણાકીય વર્ષમાં કુલ નવા કેસોમાંથી 43.6 ટકા માર્કેટમાં હેરાફેરી અને કિંમતો સાથે છેડછાડના કારણે થયા હતા. આ સિવાય 31 ટકા કેસ ઇનસાઇડર ટ્રેડિંગ ઉલ્લંઘન માટે અને ત્રણ ટકાથી વધુ સંપાદન નિયમોના ઉલ્લંઘન માટે હતા. બાકીના 21 ટકા કેસ સિક્યોરિટીઝ કાયદાના અન્ય ઉલ્લંઘન સાથે સંબંધિત હતા.
SEBI ચાંપતી નજર રાખે છે સેબીને વિવિધ વિભાગોમાંથી માહિતી મળે છે સેબી તેના સ્રોતો જેવા કે તેના સંકલિત સર્વેલન્સ વિભાગ અને અન્ય ઓપરેશનલ વિભાગોમાંથી નિયમોની અવગણના કરવા વિશે માહિતી મેળવે છે. સેબી ખોટું કામ કરતી વ્યક્તિ અથવા એકમને પકડે છે અને પછી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે.
માર્કેટ ડેટા બેંક ડિટેઈલ્સની પણ તપાસ રાખવામાં આવે છે SEBI બજારના ડેટા, બેંક ખાતાની વિગતો, ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ અને એક્સચેન્જ રિપોર્ટ સહિત તમામ ડેટાની તપાસ રાખે છે. સતત પૃથકરણના કારણે આ એજન્સી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવા આગળ વધે છે. નાણાંકીય વર્ષ 2020-21માં, તેણે 225 કેસોની તપાસ કરી હતી જ્યારે 125 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. માર્ચ 2021 ના અંતે કુલ 476 કેસ પેન્ડિંગ હતા.
આ પણ વાંચો : IPO : ચાલુ સપ્તાહે 4 કંપનીઓમાં મળશે રોકાણ કરવાની તક, જાણો વિગતવાર