AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPO : ચાલુ સપ્તાહે 4 કંપનીઓમાં મળશે રોકાણ કરવાની તક, જાણો વિગતવાર

ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 16 કંપનીઓએ IPO મારફતે 30,666 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે જ્યારે ગત નાણાકીય વર્ષમાં 30 કંપનીઓએ IPO મારફતે રૂ. 31277 મેળવ્યા હતા . બજારના વિશ્લેષકો અપેક્ષા રાખે છે કે 2021-22 દરમિયાન IPO બજારમાં તેજી રહેશે.

IPO : ચાલુ સપ્તાહે 4 કંપનીઓમાં મળશે રોકાણ કરવાની તક, જાણો વિગતવાર
IPO Market
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 6:32 AM
Share

ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) માર્કેટમાં તેજી વચ્ચે ચાર કંપનીઓ ચાલુ સપ્તાહે 14,628 કરોડ રૂપિયાથી વધુની રકમ એકત્ર કરવા માટે તેમના IPO લાવવા જઈ રહી છે. ગત સપ્તાહે દેવયાની ઇન્ટરનેશનલ, ક્રિષ્ના ડાયગ્નોસ્ટિક્સ, વિન્ડલાસ બાયોટેક અને એક્ઝારો ટાઇલ્સે ગયા સપ્તાહે રૂ 3,614 કરોડ એકત્ર કરવા માટે પ્રારંભિક શેર વેચાણ શરૂ કર્યું હતું.

ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 16 કંપનીઓએ IPO મારફતે 30,666 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે જ્યારે ગત નાણાકીય વર્ષમાં 30 કંપનીઓએ IPO મારફતે રૂ. 31277 મેળવ્યા હતા . બજારના વિશ્લેષકો અપેક્ષા રાખે છે કે 2021-22 દરમિયાન IPO બજારમાં તેજી રહેશે. સેન્ક્ટમ વેલ્થ મેનેજમેન્ટના ઇક્વિટી હેડ હેમાંગ કપાસીએ જણાવ્યું હતું કે 40 આઇપીઓ 70,000 કરોડ એકત્ર કરવા માટે બાકીના વર્ષમાં કતારમાં છે.

આ ચાર કંપનીઓનો IPO આવશે સ્ટોક એક્સચેન્જો પાસે ઉપલબ્ધ માહિતી અનુસાર નિરમા ગ્રુપની નુવોકો વિસ્તાસ કોર્પોરેશન(Nuvoco Vistas Corporation) અને કાર્ટરેડ ટેક(car trade tech) આજથી તેમના પ્રારંભિક શેર વેચાણ શરૂ કરશે. એપ્ટસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સ(Aptus Value Housing Finance) અને કેમ્પલાસ્ટ સનમર (Chemplast Sanmar) મંગળવારે બિડ પ્રાપ્ત કરશે. કંપનીઓ વાસ્તવમાં દેવા, મૂડી ખર્ચની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ભંડોળ એકત્ર કરી રહી છે. આ સિવાય હાલના શેરધારકો આઈપીઓ હેઠળ કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચી રહ્યા છે.

નુવોકો 1500 કરોડનો IPO લાવશે સિમેન્ટ ઉત્પાદક નુવોકો વિસ્ટાસ IPOમાં રૂ 1,500 કરોડના નવા શેર ઇશ્યૂની દરખાસ્ત શામેલ છે. પ્રમોટર નિયોગી એન્ટરપ્રાઇઝ દ્વારા 3,500 કરોડ રૂપિયાના વેચાણની પણ ઓફર છે. કંપની આ માટે અરજીની પ્રક્રિયા આજે શરૂ થઇ 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.ઈશ્યુ 560-570 રૂપિયા પ્રતિ શેર ખુલશે

કારટ્રેડની ઇશ્યૂ પ્રાઇસ 1585-1618 રહેશે કારટ્રેડના IPO માં સંપૂર્ણપણે 18,532,216 ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS) હશે. આ માટે કંપની આજે 9 થી 11 ઓગસ્ટની વચ્ચે 1,585-1,618 રૂપિયાની કિંમતે IPO ખોલશે.

આ IPO 10 થી 12 ઓગસ્ટ વચ્ચે ખુલશે એપ્ટસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સના આઇપીઓમાં રૂ. 500 કરોડના ઇક્વિટી શેરના નવા ઇશ્યૂ અને પ્રમોટરો અને હાલના શેરધારકો દ્વારા 64,590,695 ઇક્વિટી શેરના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે. કંપની 10 થી 12 ઓગસ્ટ સુધી 346-353 રૂપિયાના ભાવે પોતાનો આઈપીઓ ખોલશે.

આ પણ વાંચો :  જો લોન લેનાર મૃત્યુ પામે તો બાકીના પૈસા કોણે ચૂકવવા પડશે? જાણો નિયમ શું છે

આ પણ વાંચો : Income Tax: Increment થી પગાર વધારો અને એરીયર્સ મળ્યું છે? ફટાફટ કરો આ કામ નહીંતર ટેક્સ ભરવો પડી શકે છે, જાણો વિગતવાર

g clip-path="url(#clip0_868_265)">