Income Tax વિભાગે Faceless Assessment હેઠળ ફરિયાદ નોંધાવવા માટે 3 ઈ-મેઈલ આઈડી જાહેર કર્યા , જાણો કેવી રીતે કરવી ફરિયાદ

આવકવેરા વિભાગે તેના સત્તાવાર ટ્વિટર પેજ પર એક મેસેજ મૂક્યો છે કે કરદાતાઓના ચાર્ટર અનુસાર કરદાતા સેવાઓમાં વધુ સુધારો કરવાના હેતુથી આવકવેરા વિભાગે પેન્ડિંગ કેસોના સંદર્ભમાં ફરિયાદો દાખલ કરવા માટે એક સમર્પિત ફેસલેસ યોજના શરૂ કરી છે. આ અંગે ઈ-મેલ આઈડી બનાવવામાં આવ્યા છે.

સમાચાર સાંભળો
Income Tax વિભાગે Faceless Assessment હેઠળ ફરિયાદ નોંધાવવા માટે 3 ઈ-મેઈલ આઈડી જાહેર કર્યા , જાણો કેવી રીતે કરવી ફરિયાદ
Symbolic Image

આવકવેરા વિભાગે (Income Tax Department)કરદાતાઓને(Tax payers)  ફેસલેસ(Faceless Assessment) અથવા ઇ-એસેસમેન્ટ(E-Assessment Scheme) સ્કીમ હેઠળ ફરિયાદ દાખલ કરવા માટે ત્રણ સત્તાવાર ઇમેઇલ આઇડી સૂચિત કર્યા છે. ઈ-એસેસમેન્ટ સ્કીમ હેઠળ કરદાતા અને ટેક્સ ઓફિસર વચ્ચે કોઈ રૂબરૂ સંપર્ક થતો નથી.

આવકવેરા વિભાગે તેના સત્તાવાર ટ્વિટર પેજ પર એક મેસેજ મૂક્યો છે કે કરદાતાઓના ચાર્ટર અનુસાર કરદાતા સેવાઓમાં વધુ સુધારો કરવાના હેતુથી આવકવેરા વિભાગે પેન્ડિંગ કેસોના સંદર્ભમાં ફરિયાદો દાખલ કરવા માટે એક સમર્પિત ફેસલેસ યોજના શરૂ કરી છે. આ અંગે ઈ-મેલ આઈડી બનાવવામાં આવ્યા છે. આવકવેરાવિભાગે ઉમેર્યું હતું કે આ હેતુ માટે બનાવેલા ત્રણ અલગ અલગ ઇમેઇલ આઇડી ઉપર ફરિયાદ દાખલ કરી શકાય છે.

 

 

ફેસલેસ એસેસમેન્ટ સિસ્ટમ હેઠળ કરદાતાને આવકવેરા સંબંધિત કામો માટે વિભાગની ઓફિસની મુલાકાત લેવાની અથવા વિભાગના કોઈ અધિકારીને મળવાની જરૂર નથી. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક-આધારિત સિસ્ટમ આ કાર્ય પૂર્ણ કરશે. આ યોજના કેન્દ્ર સરકારે 2019 માં શરૂ કરી હતી.

 

 

CBDTએ અન્ય એક ટ્વિટમાં કહ્યું કે આવકવેરા વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં 1 એપ્રિલથી 2 ઓગસ્ટની વચ્ચે 21.32 લાખ કરદાતાઓને 45 હજાર 896 કરોડથી વધુના રિફંડ જારી કર્યા છે. વિભાગે 20 લાખ 12 હજાર 802 વ્યક્તિગત કેસોમાં 13 હજાર 694 કરોડનું રિફંડ જારી કર્યું છે. આ ઉપરાંત 1 લાખ 19 હજાર 173 કોર્પોરેટ કેસોમાં 32 હજાર 203 કરોડનું રિફંડ જારી કરવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો :  ALERT! જો તમે ચેક દ્વારા ચૂકવણી કરો છો, તો સાવચેત રહેજો , નવી સિસ્ટમમાં કરશો ચૂક તો દંડનો સામનો કરવો પડી શકે છે

 

 

આ પણ વાંચો :  વિદેશયાત્રા કરવાની ઈચ્છા છે પણ બજેટ ઓછું છે? જાણો આ 10 દેશ વિશે જ્યાં તમે ઓછા ખર્ચમાં પ્રવાસની મોજ સાથે 1 રૂપિયામાં ઘણી ચીજો પણ ખરીદી શકો છો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati