SEBI Board Meeting Today : આજે માર્કેટ રેગ્યુલેટર આ મુદ્દાઓ ઉપર ચર્ચાના અંતે મહત્વના નિર્ણય લઈ શકે છે, જાણો વિગતવાર
માર્કેટ રેગ્યુલેટરએ NSE ની ઓફર ફોર સેલ (OFS) ની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ કે કેમ તેની ચર્ચા થઈ શકે છે. આ સિવાય આજે 28 સપ્ટેમ્બરે બોર્ડની બેઠકમાં બજારને લગતા ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.
બજાર સાથે સંકળાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર નિયામકના નિર્ણય માટે આજે મળનારી સેબીની બોર્ડ મીટિંગ ઉપર નજર રહેશે. બેઠકમાં પ્રાઇવેટ ઇક્વિટી કંપનીઓને તેમની પોતાની એસેટ મેનેજમેન્ટ કંપનીઓ હસ્તગત અથવા સ્થાપવાની છૂટ આપવાનો નિર્ણય આવી શકે છે ત્યારે વિશેષ મતદાન અધિકારો અંગેનો નિર્ણય નવા જમાનાની કંપનીઓના સ્થાપકોને જાહેરમાં જતા પહેલા મૂડી ઉભી કરવા માટે વધુ સુગમતા આપી શકે છે.
જો તમે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના IPO ની રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે કામના સમાચાર છે. NSE ના IPO પર બોર્ડ ઓફ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) ની બોર્ડ મીટિંગમાં ચર્ચા થઈ શકે છે. માર્કેટ રેગ્યુલેટરએ NSE ની ઓફર ફોર સેલ (OFS) ની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ કે કેમ તેની ચર્ચા થઈ શકે છે. આ સિવાય આજે 28 સપ્ટેમ્બરે બોર્ડની બેઠકમાં બજારને લગતા ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.
OFS ના મુદ્દે થશે ચર્ચા નિષ્ણાંતો કહે છે કે સેબીએ NSE ને ઘણા વિભાગોમાં પેન્ડિંગ કેસો હોવા છતાં તેના ઓફર ફોર સેલ (DRHP) દસ્તાવેજો દાખલ કરવાની મંજૂરી આપવી જોઈએ. સૂત્રએ એમ પણ કહ્યું કે આંતરિક પરિપત્ર મુજબ જ્યાં કંપનીઓ સેબીના આદેશોનું પાલન કરતી નથી ત્યાં બજાર નિયામક IPO અથવા OFS માટે પરવાનગી આપતું નથી.
જો ન્યાયિક દંડ બાકી હોય તો પણ નિયમનકાર ત્યાં કોઈ મંજૂરી આપતો નથી. અહીં ઘણા કેસ પેન્ડિંગ છે અને NSE એ SEBI ના આદેશને કોર્ટમાં પસંદગીપૂર્વક પડકાર્યો છે. આ સ્થિતિમાં નિયમનકાર OFS ની પ્રક્રિયા શરૂ કરી શકે છે કે નહીં તેની બોર્ડ સાથે ચર્ચા કરી શકાય છે.
ડિસ્કશન પેપર પર બોર્ડ સમક્ષ રજૂઆત થઈ શકે છે માર્કેટ રેગ્યુલેટર આ વર્ષે જાન્યુઆરીમાં બહાર પાડવામાં આવેલા ડિસ્કશન પેપર પર બોર્ડ સમક્ષ રજૂઆત કરે તેવી શક્યતા છે. જો કે, આ વખતે શેરહોલ્ડિંગ માપદંડમાં કેટલાક ફેરફારની અપેક્ષા છે અને MII નું મર્જર થઈ શકે છે જે અગાઉના ડિસ્કશન પેપરમાં ન હતું. સેબી સંબંધિત પક્ષ વ્યવહારોનો વ્યાપ વધારી શકે છે. કાર્યકારી જૂથે પોતાનો રિપોર્ટ રજૂ કર્યા બાદ સેબીએ ગયા વર્ષે ડીક્ષન પેપર બહાર પાડ્યું હતું.
વર્કિંગ ગ્રુપે ‘સંબંધિત પક્ષ’ ની વ્યાખ્યામાં ફેરફારની દરખાસ્ત કરી છે. આ મુજબ લિસ્ટેડ કંપનીના પ્રમોટર ગ્રુપ અથવા કંપની સાથે જોડાયેલી કોઈપણ વ્યક્તિ અથવા પ્રમોટરની વ્યક્તિ સંબંધિત પક્ષની વ્યાખ્યામાં લાવવી જોઈએ. આમાં તે જરૂરી નથી કે તે વ્યક્તિ કે કંપની પાસે લિસ્ટેડ કંપનીમાં હિસ્સો હોવો જોઈએ. હાલની વ્યવસ્થા અનુસાર આવી વ્યક્તિ અથવા કંપની પાસે લિસ્ટેડ કંપનીમાં 20 ટકા કે તેથી વધુ હિસ્સો હોવો જોઈએ. દરખાસ્તમાં તેને દૂર કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
સોશિયલ સ્ટોક એક્સચેન્જ સેબી સોશિયલ સ્ટોક એક્સચેન્જ માટે અમલીકરણ માળખું અને સમયરેખાને અંતિમ રૂપ આપી શકે છે જે 2019-20 માટે કેન્દ્રીય બજેટમાં સૂચવવામાં આવ્યું હતું. સાથોસાથ, માર્કેટ રેગ્યુલેટર ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ કેટેગરી 3 માં કેટલાક સુધારા કરવાની યોજના ધરાવે છે અને સેબી કર્મચારીઓ માટે નિવૃત્તિ યોજના દાખલ કરવાની દરખાસ્ત કરી શકે છે.
આ મામલો ધ્યાન ખેચશે ખાસ કરીને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના પ્રસ્તાવના જોરદાર વિરોધ બાદ, સેબી T+1 થી T+1 સેટલમેન્ટ સાઇકલ પર ફેરવિચાર કરશે કે કેમ તે ઉપર નજર રહેશે. જો કે આ પ્રસ્તાવનો હજુ અમલ થવાનો બાકી છે, FPIs એ અણધાર્યા નિર્ણય દ્વારા લાભ ખોટમાં પરિવર્તિત થવાની ચેતવણી આપી છે.
આ પણ વાંચો : Petrol-Diesel Price Today : સતત ચોથા દિવસે ડીઝલ સાથે પેટ્રોલના ભાવ પણ વધ્યા, જાણો તમારા શહેરની 1 લીટર ઇંધણની કિંમત