AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, ઓક્ટોબરથી પગાર વધારો મળશે,જાણો કેટલો મળશે લાભ અને કઈ રીતે કરશો ગણતરી?

કેન્દ્રીય મંત્રીમંડળે 1 જુલાઇથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું (Dearness Allowance) અને મોંઘવારી રાહત (Dearness relief) માં દરમાં 11 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. અત્યારસુધી તે 17 ટકા હતો જે વધીને 28 ટકા થયો છે.

7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, ઓક્ટોબરથી પગાર વધારો મળશે,જાણો કેટલો મળશે લાભ અને કઈ રીતે કરશો ગણતરી?
symbolic image
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 7:09 AM
Share

7th Pay Commission Latest News: 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 60 લાખ પેન્શનરો છેલ્લા દોઢ વર્ષથી રાહ જોતા હતા તે ખુશખબર આખરે તેમના માટે આવી ચુકી છે. નાણાં મંત્રાલયે કેન્દ્ર સરકારના કર્મચારીઓને 1 જુલાઇથી વધારા સાથે 28 ટકા મોંઘવારી ભથ્થું (Dearness Allowance) આપવાના કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણયને લાગુ કરવાનો આદેશ જારી કર્યો છે. દશેરા પહેલા સરકારી કર્મચારીઓને આ લાભ તેમના ખાતામાં જોવા મળી શકે છે.

કેન્દ્રીય મંત્રીમંડળે 1 જુલાઇથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું (Dearness Allowance) અને મોંઘવારી રાહત (Dearness relief) માં દરમાં 11 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. અત્યારસુધી તે 17 ટકા હતો જે વધીને 28 ટકા થયો છે. નાણાં મંત્રાલય અંતર્ગતના વ્યય વિભાગના ઓફિસ મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે 1 જુલાઇથી કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો દર 17 ટકાથી વધારીને 28 ટકા કરવામાં આવશે. જે ઓક્ટોબરમાં ખાતાંમાં જમા થશે.

જાણો ગણતરી 7th Pay Commission ના મેટ્રિક્સ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓના લેવલ -1 ની પગારની શ્રેણી રૂ18000 થી લઈ 56900 સુધી છે. આનો અર્થ કે મિનિમમ સેલરી 18000 રૂપિયા છે. સપ્ટેમ્બરમાં કેન્દ્રીય કર્મચારીના પગારમાં કેટલો વધારો જોવા મળી શકે તેની ગણતરી જાણવી જરૂરી છે .

બેઝિક સેલરી પર ગણતરી

1. કર્મચારીનો બેઝિક સેલરી                                           રૂ 18,000 2. અત્યાર સુધીનું મોંઘવારી ભથ્થું (17%)                       રૂ 3060 / મહિનો 3. મોંઘવારી ભથ્થું કેટલું વધ્યું (11%) 5040-3060         રૂ 1980 / મહિનો 4. નવું મોંઘવારી ભથ્થું (28%)                                       રૂ 5040 / મહિનો 5. વાર્ષિક પગારમાં વધારો                                              રૂ 30168

જોકે, ફાઇનલ સેલરી કેટલી થશે તેની ગણતરી HRA સહિતના અન્ય ભથ્થાં ઉમેર્યા પછી જ આવશે. મોંઘવારી ભથ્થું વધ્યા પછી તમારો પગાર કેટલો વધશે તેના ખ્યાલ માટે આ સરળ ગણતરી છે. આ પછી જ્યારે જૂન 2021 માટે મોંઘવારી ભથ્થું 3%  વધારાનો નિર્ણય લેવાય તો  પછી આ આખી ગણતરી 31 ટકા થશે.

જાણો શું છે DA મોંઘવારી ભથ્થું કર્મચારીના બેસિક પગારનો એક નિશ્ચિત હિસ્સો છે. દેશમાં મેઘવારીની અસર ઘટાડવા માટે સરકાર તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપે છે. તે સમય-સમય પર વધારવામાં આવે છે. પેન્શનર્સને મોંઘવારી રાહત (DR)ના રૂપ પર આ લાભ મળે છે.

કેન્દ્રીય કર્મચારીઓને ફરી એક સારા સમાચાર મળી શકે છે. કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR) વધીને 31 ટકા થઈ શકે છે. એટલે કે કર્મચારીઓનો DA ત્રણ ટકા વધી શકે છે. જુલાઈ 2021 માટે મોંઘવારી ભથ્થું (DA) હજી નક્કી કરવામાં નથી આવ્યું, પરંતુ જાન્યુઆરીથી મે 2021 માટે AICPI આંકડાથી ખબર પડી છે તો તે 3 ટકા સુધી વધી શકે છે.

આ પણ વાંચો :  Upcoming IPO : આગામી બે મહિનામાં IPO ની રહેશે ભરમાર, 30 કંપનીઓ 45 હજાર કરોડનું ભંડોળ એકત્ર કરવા રોકાણકારોને આમંત્રિત કરશે

આ પણ વાંચો : Share Market : SENSEX એ 8 મહિનામાં લગાવી 10 હજાર પોઇન્ટની છલાંગ, ટૂંક સમયમાં 1 લાખના રેકોર્ડ સ્તરને સ્પર્શવાનું નિષ્ણાંતોનું અનુમાન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">