Petrol-Diesel Price Today : સતત ચોથા દિવસે ડીઝલ સાથે પેટ્રોલના ભાવ પણ વધ્યા, જાણો તમારા શહેરની 1 લીટર ઇંધણની કિંમત
ગુડ રીટર્નસ વેબસાઈટ અનુસાર ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 96.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.14 રૂપિયા પ્રતિ લીટર છે.
આજે 28 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol-diesel price today)માં વધારો કરવામાં આવ્યો છે. સરકારી તેલ કંપનીઓએ લગભગ 22 દિવસ બાદ આજે પેટ્રોલના ભાવમાં વધારો(Petrol price hike) કર્યો છે સાથે જ ડીઝલના ભાવમાં પણ સતત ચોથા દિવસે વધારો (Diesel price hike) કરવામાં આવ્યો છે. આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ(Petrol rate)માં 20 પૈસાનો વધારો કરવામાં આવ્યો છેઅને ડીઝલ(Diesel rate) આજે 25 પૈસા મોંઘુ થયું છે. મુંબઈમાં પેટ્રોલ 21 પૈસા મોંઘુ થયું છે.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) ના જણાવ્યા અનુસાર, આ વધારા બાદ હવે દિલ્હીમાં પેટ્રોલ 101.39 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.57 રૂપિયા પ્રતિ લીટરમાં વેચવામાં આવી રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 107.47 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે.
ડીઝલની કિંમત 4 દિવસમાં 4 વખત વધી છેલ્લા 4 દિવસમાં દેશભરમાં ડીઝલના ભાવમાં 4 વખત વધારો કરવામાં આવ્યો છે. ભારતીય તેલ કંપનીઓએ તાજેતરમાં 27 સપ્ટેમ્બરે 25 પૈસા પ્રતિ લીટરનો વધારો ,24 સપ્ટેમ્બરે 20 પૈસા પ્રતિ લિટર અને 26 સપ્ટેમ્બરે 25 પૈસા પ્રતિ લિટર વધારો કર્યો હતો. આ ઉપરાંત આજે સતત ત્રીજા દિવસે એટલે કે 28 સપ્ટેમ્બરના રોજ ભાવમાં પ્રતિ લીટર 25 પૈસાનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 22 દિવસથી પેટ્રોલના ભાવ સ્થિર હતા, આજે પેટ્રોલના ભાવમાં વધારો થયો છે.
ગુડ રીટર્નસ વેબસાઈટ અનુસાર ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 96.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.14 રૂપિયા પ્રતિ લીટર છે.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે
City | Petrol | Diesel |
Delhi | 101.39 | 89.57 |
Mumbai | 107.47 | 97.21 |
Chennai | 99.15 | 94.17 |
Kolkata | 101.87 | 92.67 |
દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો
કઇ રીતે નક્કી થાય છે ઇંધણના નવા રેટ? પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.
તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આ રીતે જાણો પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.
આ પણ વાંચો : Paras Defence IPO Share Allotment: વર્ષના સૌથી સફળ IPO ના શેરની થઇ રહી છે ફાળવણી,આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહિ ?