Sabka Sapna Money Money: રોકાણકારો માટે કમાણીની તક, NFO માં 5000 રૂપિયાથી શરૂ કરો ઈન્વેસ્ટમેન્ટ
આ NFO 23 ઓક્ટોબરથી સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે, જે 6 નવેમ્બરના રોજ બંધ થશે. ફ્લેક્સી કેપ સ્કીમ્સમાં, ફંડ હાઉસ ત્રણ કેટેગરીની કંપનીઓમાં ઈન્વેસ્ટમેન્ટ કરે છે. એટલે કે લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ કંપની. આ એક ઓપન એન્ડેડ ડાયનેમિક ઇક્વિટી પ્લાન છે. તેનો અર્થ એ છે કે રોકાણકાર ઈચ્છે ત્યારે તેમાંથી બહાર નીકળી શકે છે. આ યોજના એવા ઈન્વેસ્ટર માટે વધુ સારો વિકલ્પ છે જેઓ લોન્ગ ટર્મ માટે સંપત્તિનું સર્જન કરવા માગે છે.
હેલિઓસ મ્યુચ્યુઅલ ફંડે (Mutual Fund) ઇક્વિટી કેટેગરીમાં નવી સ્કીમ હેલિઓસ ફ્લેક્સી કેપ ફંડ લોન્ચ કર્યું છે. આ NFO 23 ઓક્ટોબરથી સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે, જે 6 નવેમ્બરના રોજ બંધ થશે. ફ્લેક્સી કેપ સ્કીમ્સમાં, ફંડ હાઉસ ત્રણ કેટેગરીની કંપનીઓમાં ઈન્વેસ્ટમેન્ટ કરે છે. એટલે કે લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ કંપની. આ એક ઓપન એન્ડેડ ડાયનેમિક ઇક્વિટી પ્લાન છે. તેનો અર્થ એ છે કે રોકાણકાર ઈચ્છો ત્યારે તેમાંથી બહાર નીકળી શકે છે.
ફંડમાં મિનિમમ ઈન્વેસ્ટમેન્ટ 5000 રૂપિયા
હેલીઓસ ફ્લેક્સી કેપ ફંડમાં મિનિમમ ઈન્વેસ્ટમેન્ટ 5000 રૂપિયા છે. ફંડ એલોટમેન્ટની તારીખથી 3 માસમાં જ સ્કીમમાંથી બહાર નીકળશે તો 1 ટકા રકમની મર્યાદા લાગુ પડે છે. રોકાણકારો SIP દ્વારા પણ આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. વીકલી, મંથલી અને ત્રિમાસિક SIP માટે વિકલ્પ ઉપલબ્ધ છે. SIP માટે મિનિમમ એમાઉન્ટ 500 રૂપિયા છે.
કોઈપણ કેટેગરીની કંપનીના શેર પસંદ કરવાની સ્વતંત્રતા
ફ્લેક્સી-કેપ ફંડ્સમાં, ફંડ મેનેજરને ઈન્વેસ્ટરોના ઈન્વેસ્ટમેન્ટ પર વધારે સારું રિટર્ન મેળવવા માટે કોઈપણ કેટેગરીની કંપનીના શેર પસંદ કરવાની સ્વતંત્રતા હોય છે. તેમાં, ફંડ મેનેજરને ચોક્કસ માર્કેટ કેપિટલાઇઝેશનની કંપનીઓ રાખવાની કોઈ જવાબદારી નથી. આ ફંડ મેનેજરને વૈવિધ્યસભર પોર્ટફોલિયો બનાવવામાં મદદ કરે છે.
આ પણ વાંચો : Sabka Sapna Money Money : 20 વર્ષથી આ Mutual Fund આપી રહ્યા છે વાર્ષિક 16થી 17 ટકા રિટર્ન
લોન્ગ ટર્મ ઈન્વેસ્ટર માટે વધુ સારો વિકલ્પ
હેલિઓસ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ યોજના એવા ઈન્વેસ્ટર માટે વધુ સારો વિકલ્પ છે જેઓ લોન્ગ ટર્મ માટે સંપત્તિનું સર્જન કરવા માગે છે. તેમાં રોકાણકારોને તમામ માર્કેટ કેપના ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સાધનોમાં રોકાણ કરવાની તક મળશે. ફ્લેક્સી કેપ ફંડ્સની મુખ્ય વિશેષતા એ છે કે ફંડ મેનેજર બજારના વલણ અનુસાર ફંડને બદલી શકે છે.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)