Sabka Sapna Money Money : 20 વર્ષથી આ Mutual Fund આપી રહ્યા છે વાર્ષિક 16થી 17 ટકા રિટર્ન
એક રિપોર્ટ અનુસાર ભારતમાં હવે કરોડો લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે.જો તમે આ લોકોમાંથી નથી અને તમે આગામી સમયમાં રોકાણ કરવા ઇચ્છી રહ્યા છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબીત થઇ શકે છે. વેલ્યુ રિસર્ચના અહેવાલ મુજબ દસ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ છેલ્લા 20 વર્ષથી ખૂબ સારુ રિટર્ન આપી રહી છે. સુંદરમ મિડકેપ ફંડ, નિપ્પોન ઈન્ડિયા ગ્રોથ ફંડ, ક્વોન્ટ એક્ટિવ ફંડ અને વધુ જેવા ફંડ્સે છેલ્લા વીસ વર્ષથી વાર્ષિક 16% થી વધુ વળતર આપ્યું છે.
Mutual Fund : રોકાણકારો માટે આજના સમયમાં Mutual Fund ખૂબ જ લોકપ્રિય વિકલ્પ બન્યો છે. લોકો અત્યારના સમયમાં Mutual Fundમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. જો કે રોકાણકારો માટે એ પ્રશ્વ ઊભો થાય છે કે તેમણે કયા Mutual Fundમાં રોકાણ કરવુ જોઇએ, જે ઓછા જોખમમાં વધુ રિટર્ન આપે. ત્યારે અમે તમને આજે કેટલાક એવા ફંડ વિશે જણાવીશું જેમણે છેલ્લા 20 વર્ષમાં ખૂબ સારુ રિટર્ન આપ્યુ છે.
આ પણ વાંચો- Sabka Sapna Money Money : આ Mutual Fundએ 5 વર્ષમાં રોકાણકારોને આપ્યુ સૌથી વધુ રિટર્ન
એક રિપોર્ટ અનુસાર ભારતમાં હવે કરોડો લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે.જો તમે આ લોકોમાંથી નથી અને તમે આગામી સમયમાં રોકાણ કરવા ઇચ્છી રહ્યા છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબીત થઇ શકે છે. વેલ્યુ રિસર્ચના અહેવાલ મુજબ દસ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ છેલ્લા 20 વર્ષથી ખૂબ સારુ રિટર્ન આપી રહી છે. સુંદરમ મિડકેપ ફંડ, નિપ્પોન ઈન્ડિયા ગ્રોથ ફંડ, ક્વોન્ટ એક્ટિવ ફંડ અને વધુ જેવા ફંડ્સે છેલ્લા વીસ વર્ષથી વાર્ષિક 16% થી વધુ વળતર આપ્યું છે.
એક રોકાણકાર કે જેમણે ₹10,000 માટે 20 વર્ષ માટે ટોચના દસ શ્રેષ્ઠ લાભદાયી જૂના ફંડ્સમાંથી કોઈપણમાં SIP કર્યું હતું. તે હવે કરોડપતિ બની ગયા છે. તેમના હાથમાં 1.5 કરોડ રુપિયાથી સંપત્તિ એકઠી થઇ ગઇ હશે. વેલ્યુ રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે કે કેટલાક રોકાણ ફંડોએ 2008ની સબપ્રાઈમ કટોકટી, 2013ની ટેપર ટેન્ટ્રમ અને 2020 કોવિડ પ્રેરિત લોકડાઉન સહિતના નોંધપાત્ર પડકારોનો સામનો કર્યો છે.
જાણા 20 વર્ષમાં સારુ રિટર્ન આપનાર મ્યુચ્યુઅલ ફંડનો ડેટા
Source: Value Research
સાથે જ આ રિપોર્ટમાં જાણવા મળી રહ્યુ છે કે સમય દરમિયાન ખૂબ જ સફળ ફંડો પણ નિષ્ફળ ગયા હતા, પરંતુ આમાંથી કેટલાક ‘ગોલ્ડન ઓલ્ડીઝ’એ તેમના રોકાણકારોને હકારાત્મક વળતર આપ્યુ છે. વેલ્યુ રિસર્ચ કહે છે કે આવા ફંડ્સને ઓળખવાની ચાવી 5થી 20 વર્ષમાં તેમના લાંબા ગાળાની કામગીરીને ટ્રૅક છે.
એક રોકાણકાર કે જેણે આમાંથી કોઈપણ ફંડમાં 10,000 રુપિયા સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) કર્યુ હતુ.તેમના નાણાં હવે 1.5 કરોડ રુપિયાથી વધુ થઇ ગયા હશે. જો રોકાણકારોએ તેમની SIP રકમમાં વાર્ષિક 10 ટકા વધારો કર્યો હોત, તો તેમની આ રકમ 2.7 કરોડ રુપિયાથી વધુ હોત.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)