AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

31મી માર્ચ પહેલા Demat Account માં આ માહિતી દાખલ કરો નહીંતર નહિ કરી શકો સ્ટોક ટ્રેડિંગ

ડીમેટ અને ટ્રેડિંગ ખાતાધારકો ખાતું ખોલતી વખતે નોમિનીનું નામ આપી શકે છે અથવા પછીથી તેને અપડેટ કરાવી શકે છે. આ સાથે એકાઉન્ટ ધારકના મૃત્યુ પછી શેર નોમિનીને આપવામાં આવશે.

31મી માર્ચ પહેલા Demat Account માં આ માહિતી દાખલ કરો નહીંતર નહિ કરી શકો સ્ટોક ટ્રેડિંગ
આજે શેરબજાર મજબૂત સ્થિતિમાં ખુલ્યા પણ બાદમાં ઘટાડો નોંધાયો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 8:10 AM
Share

શું તમે શેરબજાર(Stock Market)માં ટ્રેડિંગ કરો છો? તેથી તમે સ્ટોક(Stock) ખરીદવા અને વેપાર કરવા માટે ડીમેટ ખાતું(Demat Account) ખોલાવ્યું હશે. પરંતુ શું તમે ડીમેટ ખાતામાં કોઈને તમારો નોમિની(Nominee) બનાવ્યો છે કે નહીં? જો નહિં, તો 31મી માર્ચ 2022 પહેલા ડીમેટ એકાઉન્ટમાં નોમિની બનાવવાની કામગીરી પૂર્ણ કરો અને પછી જો તમે નોમિની બનાવવા માંગતા ન હોવ તો Opt Out Nomination ફોર્મ ભરો નહીંતર 31મી માર્ચ 2022 પછી તમારું ડીમેટ ટ્રેડિંગ એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે. નોમિની બનાવવા માટે ખાતા ધારકોએ નોમિનેશન ફોર્મ ભરીને તેમાં હસ્તાક્ષર કરવા પડશે. આમાં કોઈ સાક્ષીની જરૂર રહેશે નહીં.

SEBI નો આદેશ

સેબીના આદેશને પગલે 1 ઓક્ટોબર 2021 થી તમામ ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ્સ માટે નોમિની અથવા ઓપ્ટ આઉટ નોમિનેશન જાહેર કરવાનો નિયમ ફરજિયાત બનાવવામાં આવ્યો હતો.આ પ્રક્રિયા બાદ જ ડીમેટ ખાતું ખોલાવી શકાય છે. સેબીએ આ માટે એક ફોર્મ પણ બહાર પાડ્યું હતું. પરંતુ જેમણે અગાઉ ડીમેટ ખાતું ખોલાવ્યું છે અને નોમિની અથવા Opt Out Nomination પસંદ કર્યું નથી તેમણે 31 માર્ચ 2022 સુધીમાં આમ કરવું જરૂરી છે. નોમિનેશન અને ઘોષણા ફોર્મ પર સહી કરવી આવશ્યક છે જોકે કોઈ સાક્ષીની જરૂર નથી. જો કોઈ વ્યક્તિ અંગૂઠો આપે છે તો સાક્ષીના સહીની ફોર્મમાં જરૂર પડશે.

નોમિનીનો હિસ્સો જણાવવો આવશ્યક

નવા નિયમો અનુસાર ડીમેટ ટ્રેડિંગ એકાઉન્ટ હોલ્ડરે જણાવવું પડશે કે તેના મૃત્યુ પછી એકાઉન્ટમાંના શેર કોને વેચવામાં આવશે. નોમિનીનું નામ પછીથી બદલવાનો વિકલ્પ છે. ડીમેટ ખાતામાં ત્રણ લોકોને નોમિનેટ કરી શકાય છે. જો બે નોમિની કરવામાં આવે તો તમામનો હિસ્સો જાહેર કરવાનો રહેશે.

ફોર્મ કેવી રીતે ભરવું

નોમિની બનાવવા માટે ખાતા ધારકોએ નોમિનેશન ફોર્મ ભરીને તેમાં હસ્તાક્ષર કરવા પડશે. આમાં કોઈ સાક્ષીની જરૂર રહેશે નહીં. પરિપત્ર મુજબ નોમિનેશન અને ડીક્લેરેશન ફોર્મ પણ ઇ-સાઇન સુવિધાની મદદથી ઓનલાઇન ભરી શકાશે. ભારતીય સિવાય કોઈપણ NRI ને પણ નોમિની બનાવી શકાય છે. ડીમેટ ખાતામાં વધુમાં વધુ ત્રણ લોકોને નોમિની બનાવી શકાય છે.

અપડેટ કરી શકાય છે

ડીમેટ અને ટ્રેડિંગ ખાતાધારકો ખાતું ખોલતી વખતે નોમિનીનું નામ આપી શકે છે અથવા પછીથી તેને અપડેટ કરાવી શકે છે. આ સાથે એકાઉન્ટ ધારકના મૃત્યુ પછી શેર નોમિનીને આપવામાં આવશે. જો બે કે તેથી વધુ નોમિનીની નિમણૂક કરવામાં આવી છે તો ખાતાધારકોએ તમામ નામાંકિત લોકોનો હિસ્સો નક્કી કરવો પડશે. તેના મૃત્યુ પછી તેને સમાન પ્રમાણમાં શેર મળશે.

આ પણ વાંચો : હથિયારનો મોટો આયાતકાર દેશ છે ભારત, રશિયાથી શસ્ત્રોની આયાત 23 ટકા ઘટી, ફ્રાન્સથી હથિયારોની આયાત 10 ગણી વધી

આ પણ વાંચો : MONEY9: ગાડીઓના ભાવમાં આવશે લોખંડી વધારોઃ મેટલ અને એનર્જીના ઉંચા ખર્ચથી ઉત્પાદકો પરેશાન

g clip-path="url(#clip0_868_265)">