AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MONEY9: ગાડીઓના ભાવમાં આવશે લોખંડી વધારોઃ મેટલ અને એનર્જીના ઉંચા ખર્ચથી ઉત્પાદકો પરેશાન

MONEY9: ગાડીઓના ભાવમાં આવશે લોખંડી વધારોઃ મેટલ અને એનર્જીના ઉંચા ખર્ચથી ઉત્પાદકો પરેશાન

Divyesh Nagar
| Edited By: | Updated on: Mar 15, 2022 | 8:29 PM
Share

ક્રૂડ ઓઇલ કેટલો સમય 100 ડૉલરની ઉપર રહેશે, તમે તેનું ચોક્કસ અનુમાન નહીં લગાવી શકો. રશિયા યુક્રેનનું યુદ્ધ ક્યારે બંધ થશે એ કહેવું પણ અસંભવ છે. પરંતુ કાર કંપનીઓ જલદી કિંમતો વધારશે તે તમે તથ્ય અને તર્કના આધારે કરી શકો છો.

ક્રૂડ ઓઇલ કેટલો સમય 100 ડૉલરની ઉપર રહેશે, તમે તેનું ચોક્કસ અનુમાન નહીં લગાવી શકો. રશિયા યુક્રેનનું યુદ્ધ ક્યારે બંધ થશે એ કહેવું પણ અસંભવ છે. પરંતુ કાર કંપની (AUTOMOBILE)ઓ જલદી કિંમતો વધારશે (PRICE HIKE) તે તમે તથ્ય અને તર્કના આધારે કરી શકો છો. તથ્ય એ છે કે અંદાજે 1000 કિલો વજનની કાર બનાવવામાં 700 કિલો સ્ટીલ (METAL) નો ઉપયોગ થાય છે અને સ્ટીલની કિંમતો છેલ્લા 2 મહિનામાં લગભગ 35 ટકા વધી ગઇ છે.

આ ઉપરાંત, કારમાં લાગે છે એલ્યુમીનિયમ, પેલેડિયમ, રોડિયમ, પ્લેટિનમ, રબર અને કોપર. આ બજારમાં તેજીનો રંગ લાગી રહ્યો છે. કિંમતો આકાશને આંબી રહી છે. તથ્ય એ પણ છે કે ક્રૂડ ઓઇલની કિંમતો રેકોર્ડ ઊંચાઇ પર છે. ભાવમાં બે મહિનામાં 25 ટકાથી વધુની વૃદ્ધિ થઇ છે. પેટ્રોલ-ડિઝલની મોંઘવારી પણ હવે દૂર નથી. આ ઓટો ઉદ્યોગને બે રીતે પરેશાન કરી રહી છે. એક તો તેની માંગ પર અસર થાય છે. બીજું એનર્જીનું બિલ અને ભાડા વધવાથી કંપનીઓનો ખર્ચ વધે છે.

હવે જ્યારે લાંબા સમય સુધી ખર્ચ વધતો રહેશે તો કાચો માલ મોંઘો થશે અને કંપનીઓ ભાવ વધારશે. આ આજકાલની વાત નથી. જાન્યુઆરીમાં જ મોંઘા ક્રૂડ ઓઇલનું કારણ આગળ ધરીને દેશની સૌથી મોટી કાર કંપની મારુતિએ કિંમતમાં 1.7 ટકાનો વધારો કર્યો હતો. આ અગાઉ છેલ્લા એક વર્ષમાં કારની કિંમતોમાં 5 ટકાનો વધારો થયો હતો. 2 લાખ 99 હજારવાળી ઑલ્ટો 3.25 લાખની થઇ ગઇ.

સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મેન્યુફેકચર્સના વાઇસ પ્રેસિડેન્ટ વિનોદ અગ્રવાલ કહે છે, ‘’ચાલુ વર્ષની શરૂઆતમાં ભાવ 60 ડૉલર પ્રતિ બેરલ પર હતા, હવે 110 ડૉલરની પાર છે. મોંઘા પેટ્રોલ ડીઝલના કારણે જ ટ્રાન્સપોર્ટર્સનો ખર્ચ વધી જાય છે. તેઓ આ ખર્ચને કેટલો આગળ પાસ કરી શકશે તે અનિશ્ચિત હોય છે. ત્યારે ફ્લીટમાં ફેરફારની સંભાવના ઘણી નબળી પડે છે.’’

રશિયા અને યુક્રેનના યુદ્ધે ઑટો સેક્ટરને વધુ એક ફટકો માર્યો અને તે છે સેમી કંડક્ટરના સપ્લાયની શોર્ટેજનો. ફેડરેશન ઑફ ઑટોમોબાઇલ ડીલર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ વિંકેશ ગુલાટી કહે છે કે હાલના દિવસોમાં જ સેમીકંડક્ટરના સપ્લાયમાં સુધારો થયો હતો. ઑટો કંપનીઓ તરફથી ડીલર્સને સપ્લાય વધારવામાં આવ્યો હતો. પરંતુ રશિયા અને યુક્રેનના કારણે ફરી સેમિકન્ડક્ટરનો સપ્લાય ફરી પ્રભાવિત થવાની આશંકા છે. ત્યારે ફરીથી સ્થિતિ બગડી શકે છે.

ઓટો ઉદ્યોગ જો હજુ ત્રણ વર્ષનું બાળક હોત તો તે પોતાની બર્થ-ડેની પહેલી કેક મંદીમાં, બીજી મહામારીમાં અને ત્રીજી મોંઘવારીમાં કાપી રહ્યું હોત. વેચાણ પર તેની અસર સ્પષ્ટ દેખાઇ રહી છે. ફાડાના આંકડા દર્શાવે છે કે ફેબ્રુઆરી 2022માં ગાડીઓનું કુલ રિટેલ વેચાણ ગત વર્ષની તુલનામાં 9.21 ટકા ઓછું છે. કોવિડ પહેલા એટલે કે ફેબ્રુઆરી 2020ની તુલનામાં તે 20.65 ટકા ઓછું છે.

ઑટો સેકટરની મુસીબતો આખી ઇકોનોમી માટે ચિંતાનું કારણ છે કારણ કે તે GDPમાં 7 ટકાથી વધુ અને મેન્યુફેક્ચરિંગ GDPમાં 49 ટકાની હિસ્સેદારી રાખે છે. સાથે જ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે 3.7 કરોડ લોકોને રોજગારી આપે છે. પ્રાર્થના કરો કે ઑટો સેકટર માટે ખરબચડા રસ્તાની સફર સમાપ્ત થાય કારણ કે અહીંથી જ ઝડપી વિકાસની ગાડી નીકળશે.

આ પણ જુઓ

ગામડાંમાં માંગ ઘટવાથી ટુ-વ્હીલરના વેચાણને લાગી બ્રેક

આ પણ જુઓ

ભારત-રશિયાના બિઝનેસ પર કેવી પડશે અસર?

g clip-path="url(#clip0_868_265)">