Multibagger Stocks : 9 રૂપિયાનો આ પેની સ્ટોક પહોંચ્યો 100 રૂપિયાને પાર, રોકાણકારો થયા માલામાલ

કંપનીના એક શેરની કિંમત 28 જાન્યુઆરી, 2022 ના રોજ 129.60 સુધી ઉછળી હતી . આ સ્ટોકનો 52 સપ્તાહનો ઉચ્ચતમ સ્તર છે.

Multibagger Stocks : 9 રૂપિયાનો આ પેની સ્ટોક પહોંચ્યો 100 રૂપિયાને પાર, રોકાણકારો થયા માલામાલ
Multibagger Stock
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 8:40 AM

Multibagger Stocks: કોરોના મહામારી હોવા છતાં ઘણા શેરોએ છેલ્લા બે-ત્રણ વર્ષમાં રોકાણકારોને ઘણું સારું વળતર આપ્યું છે. આ સમય દરમિયાન ઘણા પેની સ્ટોક્સ(Penny Stock) મલ્ટિબેગર સ્ટોક (Multibagger Stock) તરીકે ઉભરી આવ્યા છે. તેમાં ખેતાન કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ(Khaitan Chemicals and Fertilisers) ના શેરનો પણ સમાવેશ થાય છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ શેરે તેના રોકાણકારોને 1,021 ટકા જેટલું રિટર્ન આપ્યું છે.બજારના ઘટાડા છતાં આ શેરમાં વધારો ચાલુ રહ્યો છે. સ્ટોક હાલમાં 5 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજ કરતાં વધુ ઝડપી ગતિએ ટ્રેડ થઈ રહ્યો છે.

આ રીતે આ શેર વધ્યા છે

5 માર્ચ 2019 ના રોજ બજાર બંધ થવા પર શેરની કિંમત રૂ. 8.92 હતી. કંપનીના શેરનો ભાવ વધીને 5 માર્ચ, 2022ના રોજ 100 રૂપિયા થયો હતો જેનો ૮ માર્ચનો બંધ ભાવ 103.40 હતો. આમ ત્રણ વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 1,021 ટકાનો વધારો થયો છે. આમ ત્રણ વર્ષ પહેલા આ સ્ટોકમાં રોકાયેલ એક લાખ રૂપિયા આજે 11.21 લાખ થયા છે. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ 50.66 ટકા વધ્યો હતો.

બજારમાં મંદી છતાં આ શેરમાં તેજી

બજારના ઘટાડા છતાં આ શેરમાં વધારો ચાલુ રહ્યો છે. સ્ટોક હાલમાં 5 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજ કરતાં વધુ ઝડપી ગતિએ ટ્રેડ થઈ રહ્યો છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

શેરે રોકાણકારોને સારો લાભ આપ્યો

આ વર્ષની શરૂઆતથી કંપનીના શેરની કિંમત 55.52 ટકા વધી છે. BSE પર કંપનીનું માર્કેટ કેપ આશરે રૂ. 969.89 કરોડ છે. જો આપણે આ શેરના 52 સપ્તાહના નીચલા સ્તર વિશે વાત કરીએ તો કંપનીના આ શેરની કિંમત 28 એપ્રિલ 2021 ના ​​રોજ 20.55 રૂપિયા હતી જ્યારે કંપનીના એક શેરની કિંમત 28 જાન્યુઆરી, 2022 ના રોજ 129.60 સુધી ઉછળી હતી . આ સ્ટોકનો 52 સપ્તાહનો ઉચ્ચતમ સ્તર છે.

Khaitan Chemicals and Fertilisers ના શેરની અગત્યની માહિતી

  • Mkt cap 1.00TCr
  • P/E ratio 12.74
  • Div yield 0.29%
  • 52-wk high 129.85
  • 52-wk low 20.50

નોંધ : શેરમાં રોકાણ શેરબજારના જોખમને આધીન છે. અહેવાલનો હેતુ માત્ર તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે. રોકાણ દ્વારા નફા કે નુકસાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ. કૃપા કરી રોકાણ પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.

આ પણ વાંચો : MONEY9: કોઈ સમાચારના પગલે શેરના ભાવ ઘટે તો શું કરવું? સમજો આ વીડિયોમાં

આ પણ વાંચો : MONEY9: સ્ટોક માર્કેટમાં NFO શું હોય છે? તેનો લાભ કેવી રીતે ઉઠાવશો? જુઓ આ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">