AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેરબજારમાં ઉતાર – ચઢાવ છતાં નવા રોકાણકારોની સંખ્યામાં થઇ રહ્યો છે વધારો, 3 મહિનામાં 1 કરોડ નવા Demat Account ખુલ્યા

સેન્ટ્રલ ડિપૉઝિટોરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડ (CDSL ) એ 1 માર્ચે તેણે જણાવ્યું હતું કે તેની પાસે હવે 60 મિલિયન સક્રિય ડીમેટ એકાઉન્ટ્સ છે. નવેમ્બર 2021 માં તેમની પાસે 50 મિલિયન એકાઉન્ટ્સ હતા.

શેરબજારમાં ઉતાર - ચઢાવ છતાં નવા રોકાણકારોની સંખ્યામાં થઇ રહ્યો છે વધારો, 3 મહિનામાં 1 કરોડ નવા Demat Account ખુલ્યા
Dalal Street Mumbai
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 7:51 AM
Share

Demat Accounts: યુક્રેન પર રશિયાના હુમલા(Russia-Ukraine crisis) , વિદેશી રોકાણકારોની વેચવાલી(FPI) અને કોમોડિટી(Comodity)ના વધતા ભાવને કારણે ભારતીય શેરબજાર(Share Market)માં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. બજારના ટ્રેન્ડ ને જોઈએ તો એક દિવસ લીલા નિશાન ઉપર તો બીજા દિવસે લાલ નિશાનમાં ટ્રેડ થાય છે. આમ છતાં શેરબજારમાં રોકાણ કરનારા રોકાણકારોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. છેલ્લા ત્રણ મહિનામાં એક કરોડ ડીમેટ ખાતા ખોલવામાં આવ્યા છે. જોકે તેનું મુખ્ય કારણ એલઆઈસીનો (LIC IPO ) છે. જેમાં પોલિસીધારકો રોકાણ કરવા માટે ડીમેટ એકાઉન્ટ ખોલી રહ્યા છે.

સેન્ટ્રલ ડિપૉઝિટોરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડ (CDSL) એ 1 માર્ચે તેણે જણાવ્યું હતું કે તેની પાસે હવે 6 કરોડ સક્રિય ડીમેટ એકાઉન્ટ્સ છે. નવેમ્બર 2021 માં તેમની પાસે 5 કરોડ એકાઉન્ટ્સ હતા. એટલે કે ડીમેટ ખાતાની સૌથી મોટી ડિપોઝિટરીને માત્ર 3 મહિનાનો સમય લાગ્યો છે. ત્રણ મહિનામાં એક કરોડ ડીમેટ ખાતા ખોલવામાં આવ્યા છે. CDSL ના એમડી અને સીઈઓ નેહલ વોરાએ જણાવ્યું હતું કે કેપિટલ માર્કેટ રેગ્યુલેટર્સ, માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્સ્ટિટ્યુશન્સ, માર્કેટ મિડિએટ્રીઝ અને CDSL સ્ટાફને કારણે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. સેબીની દૂરંદેશી સખત મહેનત અને નવીનતાએ ડીમેટ ખાતું ખોલવાનું અત્યંત સરળ બનાવ્યું છે.

CDSL ની સ્થાપના બજારના તમામ સહભાગીઓને પોસાય તેવા ભાવે અનુકૂળ, વિશ્વસનીય અને સુરક્ષિત ડિપોઝિટરી સેવાઓ પૂરી પાડવા માટે કરવામાં આવી હતી. CDSL ચેરમેન બી.વી. ચૌબલે જણાવ્યું હતું કે નવા ડીમેટ ખાતાઓની નોંધણી પર ધ્યાન હવે મેટ્રોમાંથી ટાયર II અને III શહેરોમાં સ્થાનાંતરિત થઈ રહ્યું છે જે ભારતીય મૂડી બજારના વિસ્તરણની નિશાની છે તે જોઈને આશ્વાસન મળે છે. તેમણે કહ્યું કે હવે અમારી પાસે 60 મિલિયન ડીમેટ ખાતા છે, તેમ છતાં અમારા ડીમેટ ખાતા હજુ પણ સમગ્ર વસ્તીની દ્રષ્ટિએ ખૂબ ઓછા છે.

CDSL ની વેબસાઈટ મુજબ જાન્યુઆરી 2022 સુધીમાં CDSL પાસે 5.85 કરોડ ડીમેટ ખાતા હતા અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લિમિટેડ (NSDL ) પાસે 2.54 કરોડ ડીમેટ ખાતા હતા.

આ પણ વાંચો :આફતમાં અવસર : વિશ્વના સૌથી મોટા ઘઉં ઉત્પાદક રશિયા – યુક્રેન વચ્ચે યુદ્ધના પગલે ભારતીય ઘઉંની માંગમાં જબરદસ્ત ઉછાળો

આ પણ વાંચો : MONEY9: જૂની નોકરીનું સેલેરી એકાઉન્ટ ચાલું રાખશો તો શું થશે? જુઓ આ વીડિયોમાં

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">