ITR ફાઇલ કરનારાઓ માટે મોટું અપડેટ, આવકવેરા વિભાગે આ સુવિધા શરૂ કરી

|

May 23, 2023 | 5:37 PM

Income Tax Department: વિભાગ દ્વારા ટ્વિટર પર લખવામાં આવ્યું છે કે અન્ય આવકવેરા રિટર્ન/ફોર્મની સુવિધા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. વિભાગે એક વ્યક્તિના ટ્વીટના જવાબમાં કહ્યું, 'આકારણી વર્ષ 2023-24 (AY 2023-24) માટે ઓનલાઈન ITR-1 અને 4 ભરવાની સુવિધા ઈ-ફાઈલિંગ પોર્ટલ પર શરૂ કરવામાં આવી છે.'

ITR ફાઇલ કરનારાઓ માટે મોટું અપડેટ, આવકવેરા વિભાગે આ સુવિધા શરૂ કરી
Income tax return filing

Follow us on

Income Tax Return: આવકવેરા વિભાગે વ્યક્તિઓ, વ્યાવસાયિકો અને નાના વેપારીઓ માટે નાણાકીય વર્ષ 2022-23 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR)-1 અને 4 ઓનલાઈન ભરવાની સુવિધા શરૂ કરી છે. વિભાગ દ્વારા ટ્વિટર પર લખવામાં આવ્યું છે કે અન્ય આવકવેરા રિટર્ન/ફોર્મની સુવિધા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. વિભાગે એક વ્યક્તિના ટ્વીટના જવાબમાં કહ્યું, ‘આકારણી વર્ષ 2023-24 (AY 2023-24) માટે ઓનલાઈન ITR-1 અને 4 ભરવાની સુવિધા ઈ-ફાઈલિંગ પોર્ટલ પર શરૂ કરવામાં આવી છે.’

આ પણ વાંચો :ITR Filing : ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા જરૂરી છે આ 7 ડોક્યુમેન્ટ્સ , જો સમયસર એકત્રિત કરી તેની માહિતી ITR માં નહિ દર્શાવો તો પડશો મુશ્કેલીમાં

નાણાકીય વર્ષ 2022-23 માટે જેમના ખાતાઓનું ઓડિટ કરવું જરૂરી નથી તેવા કિસ્સામાં, આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. ITR-1 પગારદાર વર્ગ અને વરિષ્ઠ નાગરિકો સહિત અન્ય વ્યક્તિઓ દ્વારા ભરવામાં આવે છે. જ્યારે ITR-2 કંપનીઓ અને વ્યાવસાયિકો દ્વારા ભરવામાં આવે છે. આ એકમો માટે છે જેમણે અનુમાનિત કરવેરાનો વિકલ્પ પસંદ કર્યો છે અને જેની વાર્ષિક આવક રૂ. 50 લાખથી વધુ નથી.

આજનું રાશિફળ તારીખ : 10-04-2025
41.7 કરોડ… IPL 2025માં આ મેચને મળી સૌથી વધુ વ્યૂઅરશીપ
RJ મહવશે યુઝવેન્દ્ર ચહલ માટે કહી દીધી મનની વાત ! જુઓ Photos
Ghee For Health : ઉનાળામાં કેટલું દેશી ઘી ખાવું જોઈએ? જાણી લો
IPL 2025 : ધોનીની CSK કેચ છોડવામાં છે નંબર 1
જાણો વાણી કપૂરના પરિવારમાં કોણ કોણ છે, જુઓ ફોટો

ઑફલાઇન ITR-2 ફોર્મ જાહેર

આ પહેલા ડિપાર્ટમેન્ટ દ્વારા આવકવેરા રિટર્ન ભરવા માટે ITR-2 ઑફલાઇન ફોર્મ જાહેર કરવામાં આવ્યું છે. ITR ફોર્મમાં એક મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે તમારે વર્ચ્યુઅલ કરન્સી અને ડિજિટલ એસેટ વિશે માહિતી આપવી પડશે. જો તમે ઓફલાઈન અથવા ઓનલાઈન આઈટીઆર ફોર્મ સબમિટ કરો છો, તો તેની ચકાસણી કરવી જરૂરી છે. જો ITR ચકાસાયેલ નથી, તો આવકવેરા વિભાગ દ્વારા તેની પ્રક્રિયા કરવામાં આવશે નહીં.

કોણ ITR-2 ફાઇલ કરી શકે છે

જો તમારી વાર્ષિક આવક રૂ. 50 લાખ કે તેથી વધુ છે તો તમારે ITR-2 ફોર્મ ભરવું જોઈએ. આ હેઠળ, એક કરતાં વધુ રહેણાંક મિલકત, રોકાણ પર પ્રાપ્ત મૂડી લાભ અથવા નુકસાન, 10 લાખથી વધુની ડિવિડન્ડની આવક અને કૃષિમાંથી આવક જાહેર કરવાની રહેશે. આ સિવાય જો તમે પીએફમાંથી વ્યાજ તરીકે કમાણી કરી હોય તો આ ફોર્મ પણ ભરવામાં આવશે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article