GST Rates : તૈયાર રહેજો…. વધી શકે છે મોંઘવારી, GSTના દરમાં થઇ શકે છે ફેરફાર

|

Apr 18, 2022 | 12:29 PM

GST Rates : GST ના 5 ટકા સ્લેબને સરકાર રદ કરવાનું વિચારી રહી છે. અમુક વધારે વપરાશના ઉત્પાદનોને ત્રણ ટકાના સ્લેબમાં રાખવામાં આવે તેવી શક્યતા છે. બાકીના ઉત્પાદનોને 8 ટકાના સ્લેબમાં મૂકી શકાય છે. હાલમાં GSTમાં 5, 12, 18 અને 28 ટકાના ચાર ટેક્સ સ્લેબ ઉપલબ્ધ છે.

GST Rates : તૈયાર રહેજો.... વધી શકે છે મોંઘવારી, GSTના દરમાં થઇ શકે છે ફેરફાર
GST Rates

Follow us on

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની આગામી મહિને મળનારી બેઠકમાં પાંચ ટકાના ટેક્સ સ્લેબને નાબૂદ કરવાના પ્રસ્તાવ પર વિચારણા થઈ શકે છે. આ માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે પાંચ ટકાનો સ્લેબ જો નિકળી જશે તો વપરાશના ઉત્પાદનોને 3 ટકાના સ્લેબમાં અને બાકીનાને 8 ટકાના સ્લેબમાં મૂકવામાં આવશે તેવી ચર્ચા છે. એટલે કે જે પ્રોડક્ટ્સ 8 ટકાના સ્લેબ (GST tax slab) માં જશે, તે તમારા માટે મોંઘા થઈ જશે. મોટા ભાગના રાજ્યો આવક વધારવા માટે આ પગલા લેવામાં છે જેથી તેમને રાજસ્વ માટે કેન્દ્ર પર નિર્ભર ન રહેવું પડે.

હાલમાં GSTમાં 5, 12, 18 અને 28 ટકાના ચાર ટેક્સ સ્લેબ છે. આ ઉપરાંત સોના અને સોનાના ઘરેણા પર ત્રણ ટકા ટેક્સ લાગે છે. આ ઉપરાંત, કેટલીક અનબ્રાન્ડેડ અને અનપેક્ડ પ્રોડક્ટ્સ છે જે GST લાગતું નથી. સૂત્રોએ જણાવ્યું કે આવક વધારવા માટે કાઉન્સિલ કેટલીક બિન-ખાદ્ય ચીજોને ત્રણ ટકાના સ્લેબમાં લાવીને મુક્તિ આપવામાં આવે અને કેટલીક વસ્તુઓની યાદીમાં કાપ મૂકવાનો નિર્ણય લઈ શકે છે.

5 ટકાના સ્લેબમાં ફેરફાર થશે

સૂત્રોએ જણાવ્યું હતું કે પાંચ ટકાનો સ્લેબ વધારીને 7 કે 8 કે 9 ટકા કરવા અંગે ચર્ચા ચાલી રહી છે. આ અંગે અંતિમ નિર્ણય GST કાઉન્સિલ લેશે. કેન્દ્રીય નાણાપ્રધાનની આગેવાની હેઠળની GST કાઉન્સિલમાં તમામ રાજ્યોના નાણાં પ્રધાનોનો સમાવેશ થાય છે. ગણતરી મુજબ, પાંચ ટકાના સ્લેબમાં (જેમાં મુખ્યત્વે પેકેજ્ડ ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે)માં દર એક ટકાના વધારાને પરિણામે વાર્ષિક આશરે રૂ. 50,000 કરોડની વધારાની આવક થશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર સૌથી વધુ ટેક્સ

જ્યારે વિવિધ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે કાઉન્સિલ મોટાભાગની વસ્તુઓ માટે આઠ ટકા જીએસટી પર સામીલ થવાની અપેક્ષા છે. હાલમાં આ ઉત્પાદનો પર GSTનો દર પાંચ ટકા છે. GST હેઠળ, આવશ્યક ચીજવસ્તુઓ પર ઓછામાં ઓછો ટેક્સ લાગે છે અથવા ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ મળે છે. જ્યારે લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર સૌથી વધુ ટેક્સ લાગે છે. આના પર 28 ટકા ટેક્સ લાગે છે.

આ સેસ કલેક્શનનો ઉપયોગ GSTના અમલીકરણને કારણે રાજ્યોને થતી આવકની ખોટની ભરપાઈ કરવા માટે થાય છે. GST વળતર સિસ્ટમ જૂનમાં સમાપ્ત થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, રાજ્યો આત્મનિર્ભર બને અને GST કલેક્શનમાં રેવન્યુ ગેપને પહોંચી વળવા માટે કેન્દ્ર પર નિર્ભર ન રહે તે અનિવાર્ય બની જાય છે.

કાઉન્સિલે ગયા વર્ષે કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈની અધ્યક્ષતામાં રાજ્ય પ્રધાનોની એક સમિતિની રચના કરી હતી, જે કરના દરોને તર્કસંગત બનાવીને અને કર માળખામાં વિસંગતતાઓને દૂર કરીને આવક વધારવાના માર્ગો સૂચવવા માટે સૂચન કરે છે. પ્રધાનોનું જૂથ આવતા મહિનાની શરૂઆતમાં તેની ભલામણો આપે તેવી શક્યતા છે. GST કાઉન્સિલની આગામી બેઠક મેના મધ્યમાં યોજાય તેવી શક્યતા છે, જેમાં મંત્રીઓના જૂથની ભલામણો મૂકવામાં આવી શકે છે.

આ પણ વાંચો :World Heritage Day 2022 : આજે વર્ડ હેરિટેજ ડે, જાણો ભારતની સાત મુખ્ય હેરિટેજ સાઇટ્સ વિશે

આ પણ વાંચો :Jyotish upay : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઉનાળામાં કરો આ વસ્તુઓનું દાન, દૂર થશે સંકટ !

Next Article