Jyotish upay : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઉનાળામાં કરો આ વસ્તુઓનું દાન, દૂર થશે સંકટ !
Jyotish upay : જ્યોતિષ શાસ્ત્રમાં દાનનું ખુબ મહત્વ છે, તમને જણાવી દઈએ કે ઉનાળાની ઋતુમાં કેટલીક વસ્તુઓનું દાન કરવાથી શુભ ફળ મળી શકે છે. એવું માનવામાં આવે છે કે દાન (Donation) કરવાથી ન માત્ર ગ્રહો સંબંધિત દોષો દૂર થાય છે, પરંતુ તે પાપથી પણ મુક્તિ આપે છે.
શાસ્ત્રોમાં દાનનું એક અલગ જ મહત્વ જણાવવામાં આવ્યું છે. દાન કરવાથી આપણને પુણ્ય મળે છે, જે આપણને જીવનમાં સુખી થવામાં મદદ કરે છે. સનાતન ધર્મમાં કોઈ ખાસ પ્રસંગ, તહેવાર કે તિથિએ દાન કરવાનું સુચન છે. આ કારણોસર, કેટલીકવાર લોકો દાન માટે યોગ્ય સમય અને તકની રાહ જોતા હોય છે. એટલું જ નહીં, જ્યોતિષ શાસ્ત્ર (Jyotish Shstra)માં દાન માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે, જેને અપનાવવાથી પરિણામ અનેકગણું વધી શકે છે. તમને જણાવી દઈએ કે જીવનમાં દરેક પ્રકારની પરેશાનીઓ દૂર કરવા અને મનોકામનાઓ પૂર્ણ કરવા માટે દાનનું મહત્વ જણાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે દાન (Donation) કરવાથી ન માત્ર ગ્રહો સંબંધિત દોષો દૂર થાય છે, પરંતુ તે પાપથી પણ મુક્તિ આપે છે.
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ પોતાની ક્ષમતા અનુસાર દાન કરવું જોઈએ કારણ કે દાન કરવાથી માત્ર સંસાર સુખ જ નહીં પરંતુ મોક્ષની પ્રાપ્તિ મળે છે. તમને જણાવી દઈએ કે ઉનાળાની ઋતુમાં કેટલીક વસ્તુઓનું દાન કરવાથી શુભ ફળ મળી શકે છે. અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું, જેનું ઉનાળામાં દાન કરવું ખૂબ જ શુભ છે.
પાણી
કહેવાય છે કે તરસ્યા વ્યક્તિને પાણી આપવું એ બહુ પુણ્ય છે. ઉનાળામાં લોકોને વારંવાર તરસ લાગે છે, આવી સ્થિતિમાં કોઇ તરસ્યાને પાણી પીવડાવવું તે ધર્મનું કાર્ય છે. આ સિઝનમાં લોકો મીઠું શરબત વહેંચે છે તો કેટલાક લોકો છાસ પીવડાવી લોકોની તરસ છીપાવે છે. જો તમે ઉનાળામાં પાણીનું દાન કરવા જઈ રહ્યા છો, તો તે પહેલા બે ઘડા ભરીને અલગ રાખો. એક વાસણ ભગવાન વિષ્ણુને અને બીજું તમારા પૂર્વજોને યાદ કરી દાન કરો. આમ કરવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.
કેરી
શાસ્ત્રોમાં ફળના દાનનું મહત્વ પણ કહેવામાં આવ્યું છે. ઉનાળામાં સૌથી વધુ ફળદાયી કેરીનું દાન કરીને તમે દાન કાર્ય કરી શકો છો. એવું કહેવાય છે કે કેરીનો સીધો સંબંધ સૂર્ય ભગવાન સાથે છે અને તેનું દાન કરવાથી તમે સૂર્ય ભગવાનને પ્રસન્ન થાય છે. જે લોકોની કુંડળીમાં સૂર્ય નબળો હોય છે, તેઓ આ કરવાથી તેની સ્થિતિ મજબૂત કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે કેરીનું દાન કરવાથી કરિયરમાં સફળતા મળે છે.
ગોળ
સનાતન ધર્મ અને શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પૂજા દરમિયાન ગોળનો ઉપયોગ શુભ છે. સાથે જ તેને દાન કરવું જીવન માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. એવું કહેવાય છે કે તેનું દાન કરવાથી વ્યક્તિની કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થવા લાગે છે. કરિયરમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે અને પીડિત વ્યક્તિનો આત્મવિશ્વાસ પણ વધવા લાગે છે. જો તમે ઈચ્છો તો મંદિરની બહાર જઈને પુરી કે રોટલીમાં ગોળ નાખીને દાન કરી શકો છો.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો :આજથી શરૂ થશે આર્મી કમાન્ડરોની કોન્ફરન્સ, સરહદ સુરક્ષા અને રશિયા-યુક્રેન યુદ્ધની સંભવિત અસરોની થશે સમીક્ષા
આ પણ વાંચો :લેખક-ગીતકાર પ્રફુલકરે 83 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા, PM મોદીએ શોક વ્યક્ત કર્યો