ટાટા ગ્રૂપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં નિધન
ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું નિધન થયું છે. માર્ગ અકસ્માતના કારણે તેમનું મૃત્યુ થયું હતું. આ માર્ગ અકસ્માત મુંબઈ નજીક પાલઘરમાં થયો હતો.ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું નિધન થયું છે. મુંબઈના પાલઘરમાં એક માર્ગ અકસ્માતમાં ઉદ્યોગપતિનું મોત થયું હતું.
ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રી (Cyrus Mistry)નું નિધન થયું છે. માર્ગ અકસ્માતના કારણે તેમનું મૃત્યુ થયું હતું. આ માર્ગ અકસ્માત(Accident) મુંબઈ નજીક પાલઘરમાં થયો હતો. અકસ્માત બાદ મિસ્ત્રીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
અકસ્માત સમયે સાયરસ મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ તરફ આવી રહ્યા હતા. કારમાં ચાર લોકો સવાર હતા. ઝડપથી આવી રહેલી તેમની મર્સિડીઝ કાર અચાનક રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. કારમાં સવાર સાયરસ મિસ્ત્રી અને તેમના ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બાકીના બે લોકો ગંભીર રીતે ઘાયલ છે.તેમને સ્થાનિક કાસા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સાયરસ મિસ્ત્રીના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા કહ્યું છે કે તેઓ એક મહેનતુ ઉદ્યોગપતિ હતા.
સાયરસ મિસ્ત્રી, જેઓ અબજોપતિઓના પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા, તેઓ રતન ટાટાના સંબંધી હતા
સાયરસ મિસ્ત્રી એક ટ્રિલિયોનેર પરિવાર સાથે જોડાયેલા દેશના જાણીતા ઉદ્યોગપતિ હતા. તેઓ ટાટા ગ્રુપના વડા રતન ટાટાના સંબંધી પણ છે. તેમની એક બહેનના લગ્ન રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટા સાથે થયા હતા.
સુપ્રિયા સુલે એ ટ્વિટ કરી આપી માહિતી
Devastating News My Brother Cyrus Mistry passed away. Can’t believe it.
Rest in Peace Cyrus. pic.twitter.com/YEz7VDkWCY
— Supriya Sule (@supriya_sule) September 4, 2022
આ વર્ષે જૂનમાં પિતાનું અવસાન થયું હતું
આ વર્ષે 28 જૂને સાયરસના પિતા અને બિઝનેસ ટાયકૂન પલોનજી મિસ્ત્રી (93)નું અવસાન થયું હતું. સાયરસ અને તેમના પિતાના મૃત્યુ પછી, તેમના પરિવારમાં તેમની માતા પેટ્સી પેરીન ડુબાસ, શાપૂર મિસ્ત્રી ઉપરાંત બે બહેનો લૈલા મિસ્ત્રી અને આલુ મિસ્ત્રી છે.
સાયરસ મિસ્ત્રી ટાટા ગ્રુપના છઠ્ઠા ગ્રુપ ચેરમેન હતા
ડિસેમ્બર 2012માં, રતન ટાટાએ ટાટા સન્સના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું. જે બાદ આ પદ સાયરસ મિસ્ત્રીને સોંપવામાં આવ્યું હતું. જો કે, ચાર વર્ષમાં 24 ઓક્ટોબર 2016ના રોજ ટાટા સન્સે તેમને ચેરમેન પદ પરથી હટાવી દીધા. તેમની જગ્યાએ રતન ટાટાને વચગાળાના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. આ પછી 12 જાન્યુઆરી 2017ના રોજ એન ચંદ્રશેખરનને ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા.
આ વિવાદ અંગે ટાટા સન્સે કહ્યું હતું કે મિસ્ત્રીની કામ કરવાની રીત ટાટા સન્સના કામ કરવાની રીત સાથે મેળ ખાતી નથી. જેના કારણે બોર્ડના સભ્યોનો મિસ્ત્રી પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો. ટાટાના 150 વર્ષથી વધુના ઇતિહાસમાં સાયરસ મિસ્ત્રી છઠ્ઠા ગ્રૂપ ચેરમેન હતા.