1 એપ્રિલે આ બે બેંકનું થશે મર્જર, RBI દ્વારા આપવામાં આવી મંજૂરી, જાણો શેરહોલ્ડર્સને કેટલા શેર મળશે
AU SFBએ એક્સચેન્જ ફાઇલિંગમાં માહિતી આપી હતી કે, બંને બેંકના મર્જર બાદ ફિનકેર SFB ના MD અને CEO રાજીવ યાદવ AU SFB ના ડેપ્યુટી CEO બનશે. આ બંને બેંકના મર્જરને આ વર્ષે 23 જાન્યુઆરીએ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા મંજૂરી મળી હતી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સોમવારે 4 માર્ચના રોજ ફિનકેર સ્મોલ ફાઈનાન્સ બેંક અને અને AU સ્મોલ ફાઈનાન્સ બેંકના મર્જરને મંજૂરી આપી હતી. 1 એપ્રિલ, 2024 થી ફિનકેરની તમામ બ્રાન્ચ AU SFBના નામે કાર્ય કરશે. આ નિર્ણયથી ખાનગી ક્ષેત્રની એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકની સ્થિતિ વધારે મજબૂત થશે.
30 ઓક્ટોબરે મર્જરની કરી હતી જાહેરાત
AU સ્મોલ ફાઇનાન્સ બેન્કે 30 ઓક્ટોબર, 2023ના રોજ ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેન્ક સાથે તેના મર્જરની જાહેરાત કરી હતી. બેંકના જણાવ્યા અનુસાર, શેરહોલ્ડર્સ પાસેથી મંજૂરી મળ્યા પછી RBI અને કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા પાસેથી નિયમનકારી મંજૂરી મેળવવાના પ્રયત્નો કરવામાં આવશે.
2000 શેર સામે AU SFBના 579 શેર મળશે
AU સ્મોલ ફાઈનાન્સ બેન્કે જણાવ્યું હતું કે, મર્જર બાદ ફિનકેરના પ્રમોટર્સ આશરે 700 કરોડ રૂપિયાની મૂડીનું રોકાણ કરશે. ડીલ હેઠળ અનલિસ્ટેડ ફિનકેરના શેરહોલ્ડર્સને તેમની પાસેના દરેક 2000 શેર સામે લિસ્ટેડ AU SFBના 579 શેર મળશે.
23 જાન્યુઆરીએ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા મંજૂરી મળી
AU SFBએ એક્સચેન્જ ફાઇલિંગમાં માહિતી આપી હતી કે, બંને બેંકના મર્જર બાદ ફિનકેર SFB ના MD અને CEO રાજીવ યાદવ AU SFB ના ડેપ્યુટી CEO બનશે. આ સાથે જ ફિનકેર એસએફબીના બોર્ડના ડિરેક્ટર દિવ્યા સેહગલ એયુ એસએફબીના બોર્ડમાં જોડાશે. આ બંને બેંકના મર્જરને આ વર્ષે 23 જાન્યુઆરીએ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા મંજૂરી મળી હતી.
આ પણ વાંચો : અમિતાભ બચ્ચન પાસે છે આ કંપનીના 298545 શેર, એક વર્ષમાં આપ્યું 50 ટકાથી વધારે રિટર્ન
શેર 1.41 ટકાના ઘટાડા સાથે 571.90 રૂપિયા પર બંધ થયો
ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન AU સ્મોલ ફાઇનાન્સ બેન્કની એસેટ ગુણવત્તામાં ઘટાડો થયો હતો. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં બેન્કની કુલ NPA 1.98 ટકા હતી. બેન્કનો ચોખ્ખો નફો પણ અપેક્ષા કરતાં 375 કરોડ રૂપિયા ઓછો રહ્યો હતો. આજે 5 માર્ચના રોજ એયુ સ્મોલ ફાઈનાન્સ બેંકના શેર 1.41 ટકાના ઘટાડા સાથે 571.90 રૂપિયા પર બંધ થયો હતો.