ADBએ 2021માં ભારતને આપી હતી અધધધ 4.6 અબજ ડોલરની લોન, જાણો શું છે તેના પાછળનું કારણ

|

Feb 06, 2022 | 7:49 PM

તમને જણાવી દઈએ કે ડિસેમ્બરમાં એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)એ 2021-22 માટે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો હતો. બેંકે ત્રણ મહિનામાં સતત બીજી વખત અંદાજમાં ઘટાડો કર્યો હતો.

ADBએ 2021માં ભારતને આપી હતી અધધધ 4.6 અબજ ડોલરની લોન, જાણો શું છે તેના પાછળનું કારણ
Asian Development Bank (ADB)

Follow us on

એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એ ગયા વર્ષે એટલે કે 2021માં ભારતને 4.6 અબજ ડોલરની રેકોર્ડ લોન આપી છે. તેમાંથી કોરોના વાયરસ મહામારીને (Covid-19 Pandemic) કારણે ઉભી થયેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે 1.8 અબજ ડોલરની લોન આપવામાં આવી છે. બહુપક્ષીય ધિરાણ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એડીબીએ 2021માં ભારતને 17 લોનમાં રેકોર્ડ 4.6 અબજ ડોલરની લોન આપી છે. તેમાંથી 1.8 અબજ ડોલર મહામારીને પહોંચી વળવાના પગલાં માટે આપવામાં આવ્યા છે. કોવિડ-19 સહાયમાં 1.5 અબજ ડોલર રસી ખરીદવા અને 30 કરોડ ડોલર શહેરી વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ અને દેશની ભાવિ મહામારી સબંધિત તૈયારીને મજબૂત કરવા માટે આપવામાં આવ્યા હતા.

એડીબી ભારતને પરિવહન, શહેરી વિકાસ, કૃષિ અને કૌશલ્ય વિકાસ માટે નિયમિત ધિરાણ કાર્યક્રમો હેઠળ લોન આપે છે. ભારતમાં એડીબીના ડાયરેક્ટર તાકિયો કોનિશીએ કહ્યું છે કે એડીબી કોવિડ-19 સામેની લડાઈમાં ભારત સરકારને સતત સમર્થન આપી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત તેઓ ભારતને અન્ય વિકાસ પ્રાથમિકતાઓ જેમ કે શહેરીકરણનું સંચાલન, રોજગાર સર્જન માટે ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા વધારવા, કનેક્ટિવિટી સુધારવા અને કૌશલ્યો સુધારવા માટે નિયમિત લોન આપે છે.

ભારત માટે ઘટાડાયું ગ્રોથ અનુમાન

તમને જણાવી દઈએ કે ડિસેમ્બરમાં એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)એ 2021-22 માટે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો હતો. બેંકે ત્રણ મહિનામાં સતત બીજી વખત અંદાજમાં ઘટાડો કર્યો હતો. બેંકના રિપોર્ટ અનુસાર, સપ્લાયની ચિંતાને કારણે વૃદ્ધિના અંદાજમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ, સપ્ટેમ્બરમાં તેના અહેવાલમાં, ADBએ 2021-22માં આર્થિક વૃદ્ધિ દર 10 ટકા રહેવાનું અનુમાન કર્યું હતું.

ટ્રમ્પની ટેરિફ નીતિએ શેર બજારમાં ફેલાવ્યો ભય, અદાણીના શેર થયા ધડામ
સોનાના ભાવમાં જલદી 10,000 રુપિયા સુધીનો નોંધાઈ શકે છે ઘટાડો !
AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો

ADBએ રિપોર્ટમાં કહ્યું છે કે દક્ષિણ એશિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારતનો આર્થિક વિકાસ દર હવે નાણાકીય વર્ષ 2021-22માં 9.7 ટકા રહેવાની આશા છે. રિપોર્ટ અનુસાર, આ અગાઉના અંદાજ કરતાં 0.3 ટકા ઓછો છે. આનું કારણ સપ્લાય ચેઇન સબંધિત અવરોધો છે, જે ઉદ્યોગને અસર કરી રહી છે. નાણાકીય વર્ષ 2022-23 માટે ભારતની વૃદ્ધિનું અનુમાન 7.5 ટકા પર યથાવત છે, જેમાં સ્થાનિક માંગ સામાન્ય સ્તરે પાછી આવવાની અપેક્ષા છે.

 

આ પણ વાંચો :  રોડ પ્રોજેક્ટ માટે નાના રોકાણકારો પાસેથી પૈસા એકત્ર કરશે સરકાર, મળશે બેંકની એફડીથી વધારે રીટર્ન

Next Article